રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની વિદાય બાદ આજે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેમનો શપથગ્રહણ સમારોહ આજે બપોરે 12:15 વાગ્યે સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં થશે. આ સમારોહમાં રાજ્યસભાના સભાપતિ, પ્રધાનમંત્રી, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા અધ્યક્ષ, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તથા સેનાના અધિકારીઓ હાજર રહેશે.

રાષ્ટ્રપતિ અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગણમાન્ય વ્યક્તિઓ સાથે સેન્ટ્રલ હોલમાં જશે. નવા રાષ્ટ્રપતિ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ શપથ લીધા બાદ. તેમને 21 તોપોની સાલમી આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ત્યારબાદ ભાષણ આપશે.

રાષ્ટ્રપતિ સેન્ટ્રલ હોલમાં સમારોહ પૂર્ણ કર્યાબાદ રાષ્ટ્રપતિ ભવન માટે પ્રસ્થાન કરશે. જ્યાં પ્રાંગણમાં સેનાની ત્રણેય પાંખો દ્વારા ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવશે. અને સેવા નિવૃત થઇ રહેલા રાષ્ટ્રપતિને પણ ઉષ્માભરી વિદાય આપવામાં આવશે. આગળની સ્લાઇડમાં વાંચો સંપૂર્ણ કાર્યક્રમ…

સવારે 10:30 કલાકે નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના નિવાસ્થાનથી રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપશે. ત્યારબાદ 11:15 કલાકે રાજઘાટથી સીધા રાષ્ટ્રપતિ ભવનમાં જશે જ્યાં સ્ટડી રૂમમાં પ્રણવ મુખર્જીને મળશે, દરબાર હોલમાં કાર્યક્રમ યોજાશે અને 11:45 કલાકે રામનાથ કોવિંદ અને પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ ભવન ફોર કોર્ટ થઇને રાજપથથી સંસદ ભવન પહોંચશે.

ત્યારબાદ બપોરે 12:00 કલાકે રાષ્ટ્રપિતિ શપથગ્રહણ કાર્યક્રમ શરૂ થશે. 12:15 કલાકે રાષ્ટ્રપતિ શપથગ્રહણ કરશે. 12:30 શપથગ્રહણ બાદ સેન્ટ્રલ હોલમાં નવા રાષ્ટ્રપતિ કોવિંદ ભાષણ આપશે. ત્યારબાદ બપોરે એક વાગ્યે પ્રણવ મુખર્જી અને કોવિંદ સંસદથી રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે. પ્રેસિડેન્ટ બૉડીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ ભવન પ્રાંગણમાં ભવ્ય ગાર્ડ ઑફ ઑનર થશે. બપોરે 2:15 કલાકે રામનાથ કોવિંદ નાણામંત્રી અરૂણ જેટલી સાથે પ્રણવ મુખરજીને છોડવા 10 રાજાજી માર્ગ પર જશે. ત્યારબાદ કોંવિદ રાષ્ટ્રપતિ ભવન આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.