નાણાકીય ગોટાળા સંદર્ભે બ્રાંચ મેનેજરનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારવામાં ચાર શખ્સો સામે ગુનો નોંધાયો’ તો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર રાજમોતી મીલના અમદાવાદ સ્થિત બ્રાંચ મેનેજર દિનેશી દક્ષિણનું ઉદરાણીના મામલે અપહરણ કરી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં જેલ હવાલે રહેલા રાજમોતી મીલના મેનેજર સમીર ગાંધીએ જામીન ઉપર છૂટવા કરેલી અરજીમાં હાઈકોર્ટનું કડક વલણ જોતા અરજી પરત ખેંચી હતી.
પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં સામાકાંઠે આવેલી રાજમોતી ઓઈલ મીલનાં અમદાવાદ સ્થિત બ્રાંચ મેનેજર દિનેશ મગનલાલ દક્ષિણીની નાણાકીય હિસાબના ગોટાળા સંદર્ભે અમદાવાદથી અપહરણ કરી ઢોરમારમારી બેડીપરા પોલીસ ચોકીમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાતા પોલીસ મૃતકના ડીસા સ્થિત સાળા અશોક કેવલરામની ફરિયાદ પરથી મીલ માલીક સમીર શાહ, મીલના મેનેજર સમીર ગાંધી, મીલના કર્મચારી ક્રિપાલસિંહ ચુડાસમા અને એએસઆઈ યોગેશ ભટ્ટ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
હાલ જેલ હવાલે મેનેજર સમીર ગાંધી એ હાઈકોર્ટએ જામીન અરજી કરેલી જેમાં બંને પક્ષોની રજુઆતમાં બચાવપક્ષની દલીલમાં મીલ માલીક સમીર શાહને સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા હોય તો પ્રેરીટીના ગ્રાઉન્ડ પર છોડવા રજુઆત કરી હતી બાદ સરકાર પક્ષની રજુઆત બાદ જામીન અરજી રદ થવાની પાત્ર હોય આથી સમીર ગાંધીએ અરજી પરત ખેંચી હતી.
આ કામમાં ફરિયાદીના એડવોકેટ દરજજે લલિતસિંહ જે.શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી સી.એમ.દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હિતેષ ગોહેલ, મની ગૂ‚ંગ તથા નિશાંત જોષી રોકાયેલ હતા.