ગુજરાતમાં મુખ્ય સચિવ પંકજકુમારને મળેલું એક્સટેન્શન 31 જાન્યુઆરીએ પૂરું થઈ રહ્યું છે. રિટાયરમેન્ટ નજીક આવે ત્યારે અધિકારીની કામગીરી પર અસર જોવા મળતી હોય છે. પરંતુ પંકજકુમાર સતત કામગીરી કરી રહ્યાં છે. રાજકુમારને મુખ્ય સચિવ પદ માટે જ ખાસ દિલ્હીથી ગુજરાતમાં ડિસેમ્બર-21માં તેડાવાયેલા છે.
1987ની બેચના આઈએએસ અધિકારી રાજકુમાર કેન્દ્ર સરકારના સંરક્ષણ સચિવ રહી ચૂક્યા છે,
હાલ ગૃહ સચિવ તરીકે કાર્યરત
પંકજકુમાર બાદ હવે મુખ્ય સચિવ તરીકેની પસંદગીનો કળશ ગૃહ અને ઉદ્યોગ વિભાગના એસીએસ રાજકુમાર ઉપર ઢોળાયો છે. રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાઉનથી છે. તેઓ 1987ની ગુજરાત કેડરના અધિકારી છે. તેમણે આઈઆઈટી કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એ સિવાયે જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. એકાદ વર્ષ પૂર્વે જ રાજકુમારને દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર મુકાયા બાદ પરત ગુજરાત નિમણૂક અપાઈ હતી. ગત નવેમ્બર 2021માં રાજકુમારને કેન્દ્ર સરકારના સંરક્ષણ સચિવ પદેથી ગુજરાતમાં પરત મોકલાયા હતા. અચાનક ઘર વાપસીથી અફવાઓનું બજાર ગરમ હતું. રાજકુમારને નવા મુખ્ય સચિવ બનાવાય તેવી વાતો એકાદ વર્ષ પૂર્વે જ વહેતી થઇ હતી.
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારનું એક્સ્ટેનશન પૂર્ણ થઈ રહ્યું હોય,
નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને વધુ કોઇ મુદતનો વધારો આપ્યો નથી. આ મહિનાના અંતમાં પંકજકુમારને મળેલો છ મહિનાનો મુદત વધારો પૂર્ણ થઇ રહ્યો છે. પહેલી ફેબ્રુઆરીથી નવા મુખ્ય સચિવ તરીકે વર્તમાન ગૃહસચિવ રાજકુમાર સ્થાન લઇ લેશે.
એક મુદત વધારો અપાયા બાદ પંકજકુમારને બીજો મુદત વધારો મળી રહ્યો નથી. તેઓ 31 જાન્યુઆરીએ વિદાય લેશે. રાજકુમારને મુખ્ય સચિવ બનાવાયા છે તેથી તેમના સિનિયર અને પંકજકુમારના બેચ મેટ તથા પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાને હવે સરકાર કોઇ મોટા બોર્ડ-નિગમમાં મૂકશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નવા મુખ્ય સચિવ કોણ બનશે તે અંગે રાજ્યભરમાં ભારે સસ્પેન્શ સર્જાયું હતું. છેલ્લા ઘણા સમયથી અધિકારીઓમાં અલગ અલગ નામોનો ગણગણાટ સંભળાઈ રહ્યો હતો પરંતુ સૌથી ઉપર રાજકુમારનું નામ હતું. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં મુખ્ય સચિવના પદ માટે પાંચ નામોની ભલામણ કરવામાં આવી હતી. આ પાંચ પૈકીના એક રાજકુમાર હતા. આગામી 31મી સુધી પંકજકુમાર મુખ્ય સચિવના સ્થાને રહેવાના છે. જો કે, પંકજકુમારે છેલ્લા થોડા દિવસમાં જે કામગીરી કરી હતી તેના પરથી લાગી રહ્યું હતું કે તેઓને હવે એકસ્ટેન્શન મળવાનું નથી.