રાજકુમાર કોલેજ આયોજીત ઓલ ઇન્ડિયા પબ્લિક સ્કુલ કોન્ફરન્સ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ટેસ્ટ ક્રિકેટર યર્જુવેન્દ્રસિંહ બિલખા અને નિલેશ કુલકર્ણીની વિશેષ ઉ૫સ્થિતિ
સૌરાષ્ટ્રની ખુબ જ પ્રખ્યાત રાજકુમાર કોલેજ દ્વારા રવિવારે ઓલ ઇન્ડીયા પબ્લિક સ્કુલ કોન્ફરન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ (અંડર-૧૭) ૨૦૧૯નો ભવ્ય શુભારંભ થયો હતો. જેમાં ભારતભરમાંથી અલગ અલગ ૧૬ ટીમોએ ભાગ લીધો છે. અને આ ટુર્નામેન્ટ ગુરુવાર સુધી પાંચ દિવસ ૩૩ મેચો રમાનારા છે અને ખાસ તો વિજેતા ટીમ બનશે તેને ખાસ સન્માનીત કરવામાં આવશે. રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદધાટન પ્રસંગે કોલેજના પ્રીન્સીપાલ શંકરસિંહ, પૂર્વ ટેસ્ટ ક્રિકેટર યુજેવેન્દ્રસિંહ બિલખા અને નિલેશ કુલકર્ણી ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટના શુભારંભમાં રાજકુમાર કોલેજ રાજકોટ અને બિરલા પબ્લીક સ્કુલે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરનાર ઉતરેલી રાજકુમાર કોલેજે ૨૩૬ રન ફટકાર્યા હતા. જેની સામે બીરલા પબ્લીક સ્કુલ માત્ર ૩૬ રન બનાવી ઓલ આઉટ થઇ હતી અને રાજકુમાર કોલેજનો ૧૭૧ રને ભવ્ય વિજય થયો હતો.
વિદ્યાર્થીઓને એક જ સંદેશ પ્લે હાર્ડ- પ્લેફીટ: શંકરસિંહ પ્રિન્સીપાલ
રાજકુમાર કોલેજના પ્રિન્સીપાલ શંકરસિંહે ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડીયા પબ્લિક સ્કુલ કોન્ફરન્સ ક્રીકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થઇ ચુકયો છે. જેમાં ૧૬ ટીમોએ ભાગ લીધો છે. અને લીગનો પ્રથમ મેચ રાજકુમાર કોલેજ અને બીરલા પબ્લીક સ્કુલ પુર્ણે વચ્ચે રમાયો હતો. જેમાં રાજકુમાર કોલેજનો ૧૭૧ રને ભવ્ય વિજય થયો છે. કુલ ૧૬ ટીમો વચ્ચે મેચ રમાનાર છે. બધા મેચ હાઇ લેવાના રહેશે. વિઘાર્થીઓને મારો સંદેશો એ જ છે કે પ્લેડ હાર્ડ પ્લેફીટ