હજુ એક દિપડી અને તેના બે બચ્ચાનો રહેણાંક વિસ્તારમાં વસવાટ
રાજુલાના ચાંચ ગામે છેલ્લા ઘણા સૃમયથી આ વિસ્તારમાં કાયમી વસવાટ કરતા સિંહ, દીપડા જેવા અનેક વન્યપ્રાણી અવાર નવાર જોવા મળે છે. ત્યારે ચાંચ બંદર બંગલે એક દિપડો તે બંગલા ના કાગરે બેઠો હોય તેવો વિડીયો વાયરલ થયેલ તેમજ ચાંચ ગ્રામ પંચાયત દ્વારા આ દિપડાને જેમ બને તેમ વહેલાસર પકડવાની રાજુલા વન વિભાગને અરજી કરેલ ત્યારબાદ રાજુલા વન વિભાગે ચાંચ બંગલે દિપડાને પકડવા માટે પાંજરુ મુકેલ.
એ અરસામાં ચાંચ બંદર ચાલ્કોહોલ એસડાઉન કંપનીની અંદર દિપડો છે. એવી જાણ રાજુલા વન વિભાગને થતાં બંગલા વાળું પાંજરુ આલ્કોહોલ એસડાઉન કંપનીમાં ફેરીવીને મુકેલ તે કંપનીની અંદર છેલ્લા કેટલાક સમયથી સાડા ચારસો પેસેન્જરનું જહાજ પડેલ છે તે જહાજ ને કાયમી રહેઠાણ બનાવી રહેતા આ ખુખાંર દિપડાને રાજુલા વન વિભાગે મહા મુસીબતે પાંજરે પુરવામાં સફળતા મેળવેલ અને સુરક્ષિત જગ્યાએ આ દિપડાને ખસેડેલ છે.
આલ્કોહોલ એસડાઉન કંપનીની આજુબાજુમાં રહેતા લોકોનું કહેવું એવું છે કે આ કંપનીમાં રહેલ સાડાચાર સો પેસેન્જર ના જહાજમાં હજુ પણ એક દિપડી અને તેના બે બચ્ચા સાથે વસવાટ કરે છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,