રાજકોટ: મર્સીડીસ કલાસીક કાર રેલીમાં રાજકોટના આશાસ્પદ યુવાન વિવેક લાઠીયાએ એવોર્ડ મેળવી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. દર વર્ષે મુંબઈ ખાતે યોજાતી મર્સીડીસ કલાસીક કાર રેલીમાં તેમણે ભાગ લીધો હતો અને રેલીમાં વિનર થયા હતા. તેઓ સતત બે વર્ષથી મુંબઈમાં આયોજીત આ કાર રેલીમાં ભાગ લે છે. આ કાર રેલીમાં દેશભરમાંથી કારરસીકો ઉમટી પડતા હોય છે. વિવેક લાઠીયા રાજકોટમાં વિવેક મોટર્સ ઓટોમોબાઈલ્સ વર્કશોપના સંચાલક છે. મુંબઈમાં મર્સીડીસ કલાસીક કાર રેલી ૨૦ કિ.મી. સુધી યોજાઈ હતી. જેમાં ૧૭૫થી વધુ કાર ચાલકોએ ભાગ લીધો હતો અને રાજકોટના વિવેક લાઠીયા વિજેતા થયા હતા. તેમને બેસ્ટ કાર માટે એવોર્ડ મળ્યો છે.
રાજકોટના યુવાને મર્સીડીઝ કલાસીક કાર રેલીમાં એવોર્ડ જીત્યો
Previous Articleહવે લાઈસન્સ અને રજીસ્ટ્રેશન કાર્ડ વોટ્સએપ પર મોકલાશે
Next Article કઈ ઔષધીઓ સંધીવાના દર્દીઓ માટે રાહત રૂપ