સાળાએ યુવતિને ભગાડી જઇ પ્રેમ લગ્ન કર્યા: યુવતિના પરિવારનો શોધવા આવ્યા અને બનેવીને ઉઠાવી ગયા

દેવભૂમિ દ્વારકા પંથકની યુવતિ સાથે પ્રજાપતિ યુવાને ગાડી જઇ પ્રેમલગ્ન કરી લેતા પ્રેમલગ્નના કારણે બબલા મચી ગઇ હતી અને યુવતિના પરિવારજનોએ રાજકોટના મનહરપુર માંથી ઇકો કારમાં યુવકના બનેવીનું અપહરણ કરી ઉઠાવી જતાં યુનિવર્સિટી પોલીસમાં અપહરણની ફરીયાદ નોંધાઇ છે.

જામનગર રોડ પર આવેલા મનહરપુરમાં રહેતી પરિણીતાએ તેના મોટા ભાઇએ પ્રેમલગ્ન કર્યા હોવાના કારણે ત્રણ શખ્સો તેતા પતિનું અપહરણ કરી જતા ફરીયાદના પગલે યુનિવર્સિટીથલ પોલીસ મથકના પીઆઇ એ.એલ. આચાર્ય સહીતના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી અપહરણકર્તાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી મળતી માહીતી મુજબ રાજકોટના જામનગર રોડ પર મનહરપુર-૧ માં વનીતાબેન જેઠવાના મકાનમાં ભાડે રહેતી રીનાબેન દિપકભાઇ રાવત (ઉ.વ.ર૧) નામની મહીલાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ભાણવડના આંબરડી ગામનો કેશુ રાણા કનારા, સખપુર ગામનો રાણા ધેડીયા અને ઇકો કારનો ડ્રાઇવર સહીત ત્રણ શખ્સો ગઇકાલે તેના ઘરે આવ્યા હતા.

અને રીનાના મોટાભાઇ અજય પ્રજાપતિ તેના ગામ સળપુર ગામે રહેતા મેરામણ રાણાભાઇ કનારાની દીકરી ધારા (ઉ.વ.ર૦) નામની સામે પ્રેમ સંબંધ હોય જેથી બન્ને ભાગી જતા પ્રેમ લગ્ન કરી લીધા હોય આ બાબતે ઉપરોકત યુવતિના પરિવારજનો ગોતવાના બહાને તેના ઘરે આવી ફોન પર ધમકી આપી તેના પતિ દીપક હસમુખભાઇ રાવતને ઇકો કારમાં અપહરણ કરી લઇ જતા મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકે આંબરડીના કેશુ રાણા કનારા, સખપુરનો રાણા ધેડીયા સહીત ત્રણ શખ્સો સામે તેના પતિનું ઇકોમાં અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે. બનાવના પગલે પી.આઇ. એ.એલ. આચાર્ય, રાઇટર જે.પી. મેવાડા સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી અલગ અલગ ટીમો બનાવી અપહરણકર્તાઓની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.