ધોરણ દસ ફેઈલ શખ્સે પોસ્ટ ડીલીટ કરી પ્રોફાઈલ પિકચર બદલી નાખ્યાની કબુલાત

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા યુવાનનું ફેસબુક અને યાહુ મેલ એકાઉન્ટ હેક કરી શખ્સે પોસ્ટ ડિલીટ કરી પ્રોફાઈલ ફોટો બદલાવી નાખતા પોલીસે આ સાઈબર ક્રાઈમના ગુનામાં મહેસાણાના શખ્સની ધરપકડ કરી હતી.

પોપટપરા પાછળ રેલનગર ૨ માં રહેતા અને જે.જે.કુંડલીયા કોલેજમાં લાઈબ્રેરીયન તરીકે નોકરી કરતા જયપાલસિંહ મુળરાજસિંહ રાણા ઉ.૨૫નું ફેસબુકઅને યાહુ મેલ કે જે રાણા જયપાલસિંહ વાળા નામથી હતુ તે અજાણ્યા શખ્સે હેક કરી તેમાં રહેલી પોસ્ટ ડીલીટ કરી નાખી હતી તેમજ તેનું પ્રોફાઈલ પીકચર પણ બદલાવી નાખ્યું હતુ ૧૦.૧૦ના બનેલી આ ઘટનામાં તપાસ બાદ પ્ર.નગર પોલીસના પી.આઈ. બી.એમ. કાતરીયા અને સંજયભાઈ દવેએ આઈ.ટી.એકટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આ ગુનામાં મહેસાણાના ઉંઝાના ખાભર ગામના મહમદ જીલાનુ હુસેનમીયા સૈયદ ઉ.૧૯ની ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી મહમદ જિલ્લાની ધો.૧૦ ફેઈલ છે અને મજુરી કામ કરે છે. તેમજ તે ઈસ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ એકાઉન્ટ ધરાવે છે. આરોપીએ ઈસ્ટાગ્રામ જે યુઝર્સના લાઈક અને ફોલોઅર્સ વધારે હોય તે ચેક કરતા હોય તેમાં ફરિયાદી જયપાલસિંહ રાણાનું એકાઉન્ટ ચેક કરતા લાઈક, ફોલોઅર્સ અને કમેન્ટ વધારે જોવા મળતા આરોપીએ એકાઉન્ટ હેક કર્યું હતુ.

એકાઉન્ટ હેક કરવા માટે તેણે પ્રથમ જયપાલસિંહના ઈસ્ટાગ્રામ એકાઉન્ટમાં જઈ અબાઉટ કે જેમા લોકો પોતાની વિશે માહિતી લખતા હોય છે તેમાં જઈ ચેક કરતા તેમાં ફરિયાદીનો મોબાઈલ નંબર હોય અને તે પાસવર્ડ તરીકે તેના મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હોવાથી તેનો લાભ લઈ એકાઉન્ટમાં ફરિયાદનો મોબાઈલ નંબર પાસવર્ડ તરીકે ચેક કરતા એકાઉન્ટ ઓપન થઈ જતા ઈસ્ટાગ્રામ અને ફેસબુક હેક કરી લીધું હતુ તેમાંથી પોસ્ટ ડીલીટ કરી પ્રોફાઈલ ફોટો બદલાવી નાખ્યો હતો. હાલ પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ મોબાઈલ કબ્જેકરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.