- ઇંગ્લેન્ડની ટીમની માનસિકતા જોઈને ફિલ્ડ નક્કી કરાશે
- ત્રીજો ટેસ્ટ મેચમાં ફિલ્ડિંગ ખુબજ મહત્વની રહેશે: નવા ખેલાડીઓને તક મળી એ જરૂરી છે
Rajkot News
કાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમવા જઈ રહ્યો છે ત્યારે આ મેચને ધ્યાને લઇ બંને ટીમના ખેલાડીઓએ આખરી નેટ પ્રેક્ટિસ પણ કરીએ પરસેવો પાડ્યો હતો અને પોતાનું આધિપત્ય જાળવવા માટે મહેનત પણ કરી હતી. ત્યારે બંને ટીમના ખેલાડીઓ પોતાનો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે મહેનત કરી રહ્યા છે. મેચ માં શું પરિણામ આવશે તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ ભારત અને ઇંગ્લેન્ડ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગમાં કઈ રીતે સામા પક્ષની ટીમ ઉપર આવી થવું તે મુજબનો ગેમ પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
બેટિંગ,બોલિંગની સાથે ફિલ્ડિંગ પણ મહત્વની બનશે: જાડેજા
ઇંગ્લેન્ડ સામેના ત્રીજા ટેસ્ટ મેચ પૂર્વે ભારતીય ટીમ તરફથી રવિન્દ્ર જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેને જણાવ્યું હતું કે રાજકોટની વિકેટ દરેક મેચમાં અલગ રીતે જ વર્તન કરે છે ત્યારે ઇંગ્લેન્ડ ટીમ સામે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે ફિલ્ડીંગ ખૂબ જરૂરી અને મહત્વની બની રહેશે એટલું જ નહીં તેને જણાવ્યું હતું કે અત્યારે હાલ ભારતની ટીમ જે પરફોર્મન્સ કરી રહી છે તેને ધ્યાને લઈ ટીમને ઘણો ફાયદો પણ મળશે. સાથોસાથ તેણે જણાવ્યું હતું કે જે રીતે નવોદિત ખેલાડીઓને તક આપવામાં આવી છે એ ખૂબ જરૂરી છે કારણ કે કોઈ બીજા દેશની વિકેટ ઉપર નવોદિત ખેલાડીઓને જો રમવાનો ચાન્સ મળે તો તે તેનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી શકે કે કેમ તે અંગે સૌથી મોટો પ્રશ્નાર્થ ઉભો થતો હોય છે. અંતમાં તેણે પોતાની ફિટનેસ અંગે જણાવ્યું હતું કે હાલ તે સંપૂર્ણ ફીટ છે અને મેચ ખૂબ સરળતાથી અને સહજતાથી રમી શકશે. રાજકોટની વિકેટ ખુબજ હાર્ડ હોઈ છે જે સમય પસાર થતા ટરનિંગ ટ્રેક બની જાય છે.
બુમરાહ સહિતના ખેલાડીઓ ઇનફોર્મ દરેક માટે છે ગેમપ્લાન : બેન સ્ટોક્સ
ઇંગ્લેન્ડ ટીમના સુકાની બેન સ્ટોક છે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં બુમરા સહિતના ખેલાડીઓ ફોર્મમાં છે જેના માટે દરેક ખેલાડીઓને લઈ એક વિશેષ ગેમ પ્લાન બનાવવામાં આવ્યો છે. ઉમેર્યું હતું કે રેહાન અહેમદને હવે વિઝા આપી દેવામાં આવ્યા છે જેના માટે બીસીસીઆઈ એ ખૂબ સારી મહેનત કરી છે. ઉમેર્યું હતું કે ભારતીય કન્ડિશનમાં રમવું હર હંમેશ એક પડકાર હોય છે. તો તેને વિકેટને લઈને પણ જણાવ્યું હતું કે રાજકોટની વિકેટ દિવસેને દિવસે બદલશે ત્યારે દરેક સેશન માટે ગેમ પ્લાન કરવો ખૂબ અનિવાર્ય છે અને તે માટે ઇંગ્લેન્ડની ટીમ સજ્જ છે. તેને જણાવ્યું હતું કે હાલ ઇંગ્લેન્ડની ટીમ માટે ફાયદો એ જ છે કે ભારત તરફથી વિરાટ અને રાહુલ રમી રહ્યા નથી.