ઈ-મેમો, લોકડાઉનના કેસ, વિસ્તારમાં પાણીની સમસ્યા, ખરાબ રસ્તા, આરોગ્ય કેન્દ્ર સહિતના મુદે જનતા હવે સંપૂર્ણ પરિવર્તનના મૂડમા; કોંગ્રેસના અતુલભાઈ રાજાણી અને તેની પેનલને વિજેતા બનાવવા જનતાનો સંકલ્પ

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૨માં કોંગ્રેસના સદા જાગૃત ઉમેદવારોની પેનલ મેદાનમાં છે. વોર્ડ નંબર ૨માં અતુલભાઈ રાજાણી, યુનુસભાઈ જુણેજા, દિવ્યાબા જાડેજા, નિમિષાબેન રાવલને જંગી લોક સમર્થન મળ્યું છે. ઘરે ઘરે લોક સંપર્ક દરમિયાન લોકોએ મારૂ ઘર કોંગ્રેસનું ઘર સૂત્ર ગુંજતું કર્યું છે, કોંગ્રેસની આ મજબુત અને સદા જાગૃત પેનલને વોર્ડ નંબર ૨ની જનતાને અદભૂત આવકાર આપ્યો છે. પગપાળા અને ઘરે ઘરે ફરીને કરવામા આવેલા ચૂંટણી પ્રચારમાં લોકોએ ફૂલડે વધાવીને આવકાર્યા છે. ચારે ઉમેદવારો સુશિક્ષિત છે અને સદા લોકો સેવા માટે તત્પર રહે છે. ત્યારે ઈમાનદાર વ્યકિતત્વ ધરાવતા આ ચારે ઉમેદવારો પૈકી અતુલભાઈ રાજાણીને તો ૧૦૮નું બિરૂદ જનતાએ આપ્યું છે. ત્યારે અતુલભાઈ અને તેની સાથેની પેનલના યુનુશભાઈ જુણેજા, દિવ્યાબા જાડેજા, નિમિષાબેન રાવલ વિસ્તારનાં જ રહેવાસી છે અને આ વિસ્તારમાં લોકોની સમસ્યાઓથી અવગત છે એટલું જ નહિ ઘરે ઘરે લોકસંપર્ક અને ગ્રુપ મિટિંગો તેમજ સભાઓમાં લોકોનો અદભુત પ્રેમ અને આવકાર મેળવ્યો છે. તો લોકપ્રશ્ર્નોને દૂર કરવા માટે પણ ચારે ઉમેદવારોએ લોકોને વચન આપ્યું છે. વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા, ખરાબ રસ્તાઓ, ચોમાસામાં પાણી ઉભરાવા અને આરોગ્ય કેન્દ્રના અભાવ સહિતના મુદે લોકોને આગામી ૫ વર્ષમાં સંપૂર્ણ રીતે પ્રશ્ર્નો દૂર કરવા માટે પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે, લોકોએ સ્વયંભૂ હવે મારી સોસાયટી કોંગ્રેસની સોસાયટીનું વચન પણ આપ્યું છે એટલું જ નહિ વોર્ડ નંબર ૨માં આવેલા વિસ્તારો જેમાં શીતલ પાર્ક, સંજયનગર, બજરંગવાળી, રાજીવનગર, પુનિતનગર, રેલનગર ૩, મોચીનગર, મોમીન સોસાયટી, પુનિતનગર સહિતના વિસ્તારોમાં લોકોએ પ્રેમ સાથે ચારે ઉમેદવારોને ફૂલડે વધાવ્યા છે. અને આગામી ૨૧ તરીખે નિશાન પંજો ઉપર બટન દબાવીને ચારે ઉમેદવારોને જંગી લીડથી વિજય બનાવવા માટે સંકલ્પ વ્યકત કર્યો છે.

રાજકોટમાં ૧૦૮નું બિરૂદ મેળવનાર અતુલ રાજાણી છેલ્લી ત્રણ ટર્મથી કોર્પોરેશનનાં કાઉન્સેલર તરીકે જંગી બહુમતિથી ચૂંટાતા આવે છે. તેમણે વોર્ડ નં.૩માં પ્રજાલક્ષી કામો કરીને ભારે લોકચાહના પ્રાપ્ત કરી હતી ગત ટર્મમાં રેકર્ડબ્રેક લીડથી જીતેલા રાજાણીએ આ વખતે પોતાના જ વોર્ડ નં.૨માં ચૂંટણી લડી રહ્યા છે. તેમની સાથેનાં અન્ય ત્રણ ઉમેદવારો યુનુસ જુનેજા, નિમિષા રાવલ અને દિવ્યાબા જાડેજા પણ એટલા જ શકિતશાળી ઉમેદવાર હોવાના કારણે વોર્ડ નં.૨માં કોંગ્રેસ તરફી વાતાવરણ જામ્યું છે. ભાજપનાં કોર્પોરેશનની વોર્ડ નં.૨મા નિષ્ક્રિયતા અને વણઉકેલ્યા પ્રશ્ર્નોને કારણે લોકોનો ઝુકાવ કોંગ્રેસ તરફ ઢળ્યો છે. અને લોકસંપર્ક દરમિયાન લોકોએ આ વખતે અમારો મત ૧૦૮ની પેનલને આપવાનો નિર્ધાર કર્યો છે. છેલ્લા સાત દિવસ દરમિયાન વોર્ડ નં.૨ના તમામ એરિયાઓનાં કરવામાં આવેલા લોકસંપર્ક દરમિયાન લોકોનો એટલો પ્રચંડ પ્રતિસાદ હતો કે આ વખતે કોંગ્રેસ ભાજપના કિલ્લામાં ગાબડુ પાડશે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ૧૦૮ની પેનલનાં ટેકામાં રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂ, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, ગુજરાત કોંગ્રેસનાં લીડર ડો. હેમાંગ વસાવડા એનએસયુઆઈના લીડર ડો. રાજદિપસિંહ જાડેજા, વોર્ડનં.૨નાં પ્રમુખ કૃષ્ણદત્ત રાવલ, વોર્ડ નં.૨ના કાર્યાલય ઈન્ચાર્જ અને કોંગ્રેસના લીડર નીતિન નથવાણી, રાજકોટ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ મનીષાબા વાળા સહિતનાં આગેવાનો કામે લાગ્યા છે. આ વખતે વોર્ડ નં.૨માં પણ કોંગ્રેસે અભૂતપૂર્વ વ્યવસ્થા ગોઠવી છે. વોર્ડ નં.૨માં સતત લોકસંપર્ક, ગ્રુપ મિટિંગ, પત્રિકાઓનું વિતરણ અને સતત સંપર્કનાં કારણે આ વખતે કોંગ્રેસની તરફી જબરદસ્ત વાતાવરણ જામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.