૯ ડિસેમ્બરે ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ, બંને મુમુક્ષુ આત્માઓ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના શ્રીમુખેથી દીક્ષામંત્ર ગ્રહણ કરશે: ૧ ડિસેમ્બરથી વિવિધ કાર્યક્રમો યોજાશે
ધર્મનગરી રાજકોટમાં ૧૭-૧૭ વર્ષ પછી ચાતુર્માસ અર્થે પધારેલા દીક્ષાદાનેશ્વરી રાષ્ટસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની અંતરસ્પશી જ્ઞાનવાણી, એમની પ્રભાવકતા અને શાસન પ્રત્યેના પ્રેમે માત્ર રાજકોટના જ નહીં. સમસ્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાવિકોને ધર્મ પ્રત્યેના ભાવ, ભકિત અને શ્રઘ્ધાના રંગે રંગી દીધા છે. અને સાથે સાથે એમના સ્નેહજળથી અનેક અનેક આત્માઓને શુઘ્ધ વિશુઘ્ધ કરી રહ્યા છે. એમના વૈરાગ્યથી અનેક આત્માઓ વૈરાગી બનવા પ્રેરિત થઇ રહ્યા છે. માત્ર ર૭ વર્ષની દીક્ષા પર્યાયમાં ૩૩-૩૩ આત્માઓને દીક્ષાના દાન આપી પ્રભુ પથગામી બનાવ્યા બાદ જયારે રાજકોટની ર દીકરીઓ તેમના પરમ શરણમાં દીક્ષા લેવા થનગની રહી છે. ત્યારે રાજકોટના સંધો, ધર્મપ્રેમી ભાવિકો, જૈન જૈનેત્તર સર્વ ભાવિકોનો ઉત્સાહ આસમાનને આંબી રહ્યો છે.
રાજકોટની દીકરીઓની રાજકોટમા દીક્ષા માણવા તથા વૈરાગ્યભાવોથી વાસિત થવા માટે રાજકોટવાસી જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. એ છે ૦૯ ડીસેમ્બરના યોજાનાર સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંધોના આંગણે, મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંધના ઉપક્રમે, ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. દીક્ષાપ્રદાતા રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. આદિ ૬ સંતો તથા સંપ્રદાય વરિષ્ઠા પૂ. ગુલાબબાઇ મ. આદર્શયોગિ પૂ. પ્રભાબાઇ મ.આદિ ૬૯ મહાસતીજીવૃંદના સાંનિઘ્યે યોજાનાર મુમુક્ષુઓ ઉ૫ાસનાબેન સંજયભાઇ શેઠ અને આરાધનાબેન આરાધનાબેન મનોજભાઇ ડેલીવાળાનો ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ અવસર દીક્ષા મહોત્સવના જોરશોરથી પડઘમ વાગી રહ્યા છે. ત્યારે દીક્ષાર્થીઓ સંગમ ભાવોની અનુમોદના કરવા માટે ૨૫ નવેમ્બર રવિવારે ધર્મવત્સલ જીતુભાઇ બેનાણીના નિવાસસ્થાન એટલાન્ટિસ એપાર્ટમેન્ટ, સિલ્વર સોસાયટી, કરણ પાર્કથી મુમુક્ષુઓની ભવ્ય અને દિવ્ય સંયમ શોભાયાત્રા ૧૫૦ ફુટ રીંગ રોડ, નાલંદા સોસાયટી કાલાવડ રોડ પર સંયમ ભાવોને પ્રસરાવતી ડુંગર દરબાર પહોંચશે. જયાં ગોંડલ સંપ્રદાયના ઉપકારી દિવગંત આચાર્ય ભગવંતોને વંદના કરીને તેઓના આશીર્વાદની યાચના સાથે દીક્ષા મહોત્સવનો શુભારંભ થશે.
ન માત્ર જૈન સમાજ, અન્ય સંસ્થાઓ, પરંતુ ભૌતિક ક્ષેત્રે વિકાસ કરનારા વિઘાર્થીઓમાંથી આત્મિક ક્ષેત્રે ઝળહળતી પ્રગતિ કરનારા આ બન્ને મુમુક્ષુઓ માટે ગર્વ અનુભવનારી જે શાળાઓમાં મુમુક્ષુઓએ શૈક્ષણિક અભ્યાસ કર્યો છે. તેવી ધોળકીયા સ્કુલ ચાણકય સ્કુલ તથા એસએનકે સ્કુલના વિઘાર્થીઓ શિક્ષકો તેમજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ૧ ડીસેમ્બરે શનિવારે સવારે ૯ કલાકે ડુંગર દરબારમાં દીક્ષાર્થીઓનું સન્માન અને બહુમાન કરશે.બે ડિસેમ્બરે રવિવારે પ્રભુ પંથે જનાર મુમુક્ષુઓની વિરતી વિજય શોભાયાત્રા સવારે ૭.૩૦ કલાકે મનોજભાઇ ડેલીવાલાના નિવાસસ્થાન ક્રિષ્નાનગરી એપાર્ટમેન્ટ, ૧૭ કરણપરા, રાજકોટથી પ્રારંભ થઇ અજરામર ઉપાશ્રય, કેનાલ રોડ, ભૂતખાના ચોક, મંગળા મેઇન રોડ, એસ્ટ્રોન ચોક, અમીન માર્ગ થઇ ડુંગર દરબાર પહોંચશે. જયાં રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખેથી સંયમ પ્રેરક મનનીય પ્રવચન ૯ કલાકે અને બપોરે ૩ કલાકે લુક એન લર્નના નાના બાળકો બાળ દીક્ષા કાર્યક્રમમાં દીક્ષાને અનુરુપ નૃત્ય, નાટિકા, ટોક શો રજુ કરશે.
૩ ડીસેમ્બરે ના દિવસે દીક્ષાર્થીઓની દીક્ષા પછી તેઓ જે માતાના ખોળે રમવાના છે તે દર્શાવતા સંયમ મા ને ખોળે કાર્યક્રમમાં દીક્ષા પછીની શિક્ષાની પ્રસ્તુતી થશે. ૪ ડીસેમ્બર ના સવારે ૯ કલાકે વિવિધ પ્રકારની દ્રષ્ટિથી સંસારની અસારતા બતાવતા કાર્યક્રમ હું હતો હું હોઇશ રજુ થશે. તો પ ડીસેમ્બર ના દિવસે સંયમ વંદનાવલી તેમજ બ્રહ્મદીક્ષાનાં કાર્યક્રમમાં સંસારમાં રહીને પણ અનેક ભાવિકો ભાવ સાધુત્વના અનુભવ સ્વરુપ આજીવન બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરશે.
૬ ડીસેમ્બરે ગુરુવારે મુમુક્ષુ ઉપાસનાબેનના નિવાસ સ્થાન ધર્માલય ૪/૬ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રથી ભવ્યાતિભવ્ય પ્રવ્રજયા શોભાયાત્રા પ્રારંભ થઇને કાલાવડ રોડને ગજાવતી ડુંગર દરબાર પહોંચશે અને જગત આખુ જયારે પરિગ્રહની પાછળ દોડે છે. ત્યારે પરિગ્રહનો ત્યાગ કરી સંયમ પંથે દોટ મુકી રહેલા મુમુક્ષુઓના ત્યાગને વધાવવા માટે ડુંગર દરબારમાં ૯ કલાકે પરિગ્રહ ત્યાગ તુલા વિધિ યોજાશે.
વૈરાગ્ય માર્ગે પ્રયાણ કરી રહેલી બહેનો પાસે ભાઇઓ છેલ્લી વાર રક્ષાસૂત્ર બાંધી રક્ષબંધન ઉજવશે ૭ ડિસેમ્બરે શુક્રવારે સાથે સાથે સુપ્રસિઘ્ધ કલાકાર અશ્વીનભાઇ જોષી રજુ કરશે દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ અને ૮ ડીસેમ્બરે શનિવારે સંસારને જ વિદાય આપી રહેલા મુમુક્ષુઓને પરિવારજનો રડતી આંખે અને અંતરના આશીર્વાદ સાથે સંસારમાંથી વિદાય સમારોહ તથા માતૃપિતૃ વંદના અવસરે
વિશેષમાં ૩ થી ૮ ડિસેમ્બર દરરોજ બપોરે ૩ કલાકે ડુંગર દરબારમાં દીક્ષાર્થીઓના સંયમભાવોની અનુમોદના સૌરાષ્ટ્રના વિવિધ મહિલા મંડળના બહેનો તેમજ પ્રસિઘ્ધ કલાકારો દ્વારા સાંજીના સૂરોથી થશે. વિશેષમાં ૭ ડીસેમ્બર બપોરે ૩.૩૦ કલાકે દીક્ષાર્થી છાબ દર્શન તથા ૮ ડીસેમ્બરે બપોરે ૩.૩૦ કલાકે પરિવારજનો મુમુક્ષુ બહેનોને અંતિમવાર પોતાના હાથે જમાડીને કોળિયો વિધિ કરશે.
અને ૯ ડીસેમ્બરે રવિવાર એટલે દીક્ષાર્થીઓની આતુરતાનો અંત, આત્માના અનાદિકાળના ભવભ્રમણનો અંત એટલે કે મુમુક્ષુઓનો ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ સંસારને વિદાય આપી સંયમીના શ્વેત વસ્ત્રો, મસ્તકે મુંડન, કરેમિ ભતેના ઉચ્ચારણ સાથે દીક્ષામંત્ર સ્વીકાર અને કર્મોની રજને હરનાર રજોહરણ ગ્રહણ કરવાની ક્ષણ ન માત્ર સંયમ ગ્રહણ કરનાર સદભાગી બનશે પરંતુ આ દ્રશ્ય નિહાળનારા હજારો હજારો ભાવિકો ધન્યાતિધન્ય બનશે. ૨૫ નવેમ્બર થી ૮ ડીસેમ્બર સવારે ૯ કલાકે રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવના મુખેથી સંયમ પ્રેરક મનનીય પ્રવચનો અને કાર્યક્રરો ડુંગર દરબાર, અમીન રોડ જંકશન જેડ બ્લુની સામે તથા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ સંયમ સમવસરણ રેસકોર્ષ ગ્રાઉન્ડ રાજકોટની પાવન ભૂમિ પર યોજાશે.
મુમુક્ષુ બહેનોમાં એક પાસે અખૂટ સંપતિ તો બીજા પાસે અખૂટ જ્ઞાનપ્રવજયાના પંથે પ્રયાણ કરનારા બે મુમુક્ષુ બહેનોમાં આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાની ઉમર માત્ર ૧૬ વર્ષ છે. તેઓએ ગત ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૯.૯૪ પીઆર સાથે બોર્ડમાં છઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેઓ પાસે સફળ કારકિર્દી બનાવવાની તક હતી પરંતુ તેઓએ આત્મકલ્યાણ અર્થે સંયમનો માર્ગ પસંદ કર્યો છે. બીજા મુમુક્ષુ બહેન ઉપાસનાબેન સંજયભાઈ શેઠ કે જેઓની ઉંમર ૨૪ વર્ષ છે. તેઓ અખૂટ સંપતિના વારસદાર છે. છતાં તેઓ સંસારની મોહ માયામાંથી મુકત થઈને પ્રવજયાના પંથે પ્રયાણ કરવા માટે તત્પર બન્યા છે.
સમજ પ્રગટ થાય ત્યારે સંયમ પણ પ્રગટ થાય જ છે: પૂ.નમ્રમુનિ મ.સા.રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.એ ‘અબતક’ સાથેની વાતચીતમાં કહ્યું કે, સમજ જયારે પ્રગટ થાય છે ત્યારે સંયમ પણ સહજતાથી પ્રગટ થાય જ છે. ગુનાં કહેવાથી કોઈ દીક્ષા લેતુ નથી. પોતાની અંદર જે સત્ય પ્રગટે છે તેના લીધે દિક્ષા લે છે. રાજકોટની બંને દિકરીઓની અંદર પણ સત્ય પ્રગટ થયું છે જેથી તેઓ પણ સંયમના માર્ગે પ્રયાણ કરવા આતુર બન્યા છે. વધુમાં પૂ.નમ્રમુનિ મ.સા.એ કહ્યું કે, જીવરક્ષા અને આત્મરક્ષા બંનેનું મિલન એટલે જૈન દીક્ષા સાધુ સ્વ.કલ્યાણ કરે છે અને સાથે સમાજનું કલ્યાણ પણ કરે છે.
પ્રશ્ન: જૈન સમાજની દીક્ષા અન્ય સમાજની દીક્ષાથી કઈ રીતે અલગ પડે છે.
જવાબ: જૈન દીક્ષા એ એક અલગ પ્રકારની વિચારધારા છે જેનાં જીવ માત્રની રક્ષા એ મહત્વનો ભાગ હોય છે. નાના જીવજંતુઓની પણ રક્ષા અને પોતાના વિચારો તો સુક્ષ્મ વિચારો હોય તેમાં કોઈ અયોગ્ય વિચાર જ થાય તે જૈન દીક્ષાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જૈન દીક્ષામાં નાનામાં નાના જીવો માટેની કરુણા, અનુકંપાનો ભાવ હોય છે. રાજકોટના જે બે મુમુક્ષુઓ છે જયારે સંયમપથ પર પ્રયાણ કરવાના છે. તેઓ આત્માના સુખ અને આત્માની શોધમાં જેઓ નીકળી પડયા છે.
પ્રશ્ન: માનવામાં આવે છે કે, જૈન ધર્મની દીક્ષા કઠોર છે તે અંગે આપનું શું માનવું છે ?
જવાબ: વાત સહજ છે કે જૈન ધર્મની દીક્ષા કઠોર છે પરંતુ આજ સુધીમાં જેટલા મહાપુરુષો સર્જાયા છે જે કઠોરતા અને પીડામાંથી સર્જાયા છે એવું મારું માનવું છે. પીડાના પગથીયા જે અંતે સિધ્ધિના સ્થાન સુધી લઈ જતા હોય અને જેટલા મહાપુરુષોએ આ કઠોરતાનો માર્ગ અપનાવ્યો છે તે કઠોરતાનો માર્ગ નથી પણ કલ્યાણનો માર્ગ અપનાવ્યો છે.
પ્રશ્ન: કહેવાય છે કે, જૈન ધર્મ સાયન્ટીફીક છે તે વિશે આપનું શું કહેવું છે ?
જવાબ: ૧૦૦ ટકા વાત સાચી છે કે જૈન ધર્મ સાયન્ટીફીક છે અને અમે મહાવીર સ્વામી જે સુપર સાયન્ટીટસ માનીએ છીએ તેઓએ કોઈપણ પ્રકારના પ્રયાસ વગર લેબોરેટરી ટેસ્ટ વગર તેમની માઈન્ડ લેબોરેટરીમાં એટલા બધા પ્રયોગો કર્યા કે આજે પણ જેટલા પણ સાયન્ટીફીક નિયમો સિધ્ધ થઈ રહ્યાં છે તે મહાવીર પ્રભુ ૨૫૦૦ વર્ષ પહેલા નિયમોને પ્રગટ કર્યા હતા. જૈન ધર્મ કલ્પનાઓનો ધર્મ નથી તે વાસ્તવિકતાનો કોઈ પાયા પર સર્જાયલું સત્ય છે.
પ્રશ્ન: વિહાર સમયે મહારાજ સાહેબ અને સતીઓને તકલીફનો સામનો કરવો પડે છે. એક્સિડન્ટ થતાં હોય છે તો તેમાં કેવી તકેદારી રાખવી જોઈએ?
જવાબ: મારું માનવું છે કે વિહાર સમયે જે અકસ્માતો બને છે તેનું કારણ એ છે કે રાત્રી સમયે વિહાર કરવામાં ઉતાવળ આવી જાય છે તે સમયે સાવધાની ન રાખવાના કારણે આવા બનાવો બનતા હોય છે. કયારેક સામાવાળાની અસાવધાનીના કારણે આવા બનાવો બનતા હોય છે. મારું માનવું છે કે,