કાર્યક્રમમાં બહેનોએ સુમધુર સુગમ સંગીત પ્રસ્તુત કરતા ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બન્યાં
ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત કચેરી, રાજકોટ શહેર દ્વારા સૌરાષ્ટ્ર પ્રદેશ કલા મહાકુંભ ૨૦૧૮ રાજકોટમાં શહેર કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારે સૌરાષ્ટ્ર પ્રદેશ કલા મહાકુંભ સુગમ સંગીત સ્પર્ધા અને ભરત નાટયમ્ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભરત નાટ્યમ સ્પર્ધામાં ૪૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ૬ થી ૧૪ વયજુથમાં હિરપરા ઈશિતા અને ૧૫ થી ૨૦ વયજુથમાં દેસાઈ ઉન્નતિ વિજયી ર્હયાં હતા અને તમામ જાહેર થયેલા વિજેતાઓ રાજયકક્ષાએ ભાગ લેવા જશે.
રાજકોટ જિલ્લાનાં રમત ગમત અધિકારી જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ કલામહાકુંભ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનું છે.ઉપરાંત જે લોકોનો પ્રથમ, દ્વિતીય નંબર આવશે તે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે જશે.
વધુમાં ઉમેર્યું છે દિવસે દિવસે ભારતીની ભાતીગળ સંસ્કૃતિ કયાંકને ક્યાંક વિસરતી જાય છે. તેથી તેને જાગૃત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા કલામહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
ખાસ કરીને ૨૦૧૭થી કલામહાકુંભ શરૂ કરવામાં આવ્યો છે. જેથી લોકોમાં સંસ્કૃતિ કલા અને વારસો જાગૃત રહે વારસો જાગૃત રહે. તાજેતરમાં ગરબા સ્પર્ધા, પખવાદ અને વાસળી સ્પર્ધા જેમાં ૪૪૬ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ગઈકાલે યોજાયેલ સુગમ સંગીત અને ભરત નાટયમમાં સૌરાષ્ટ્રનાં ૧૨ જિલ્લાઓનાં બાળકોએ ભાગ લીધો હતો. ઉત્સાહભેર સ્પર્ધામાં જોઈએ એકથી એક બેસ્ટ પરફોરમન્સ આપ્યા હતા.