જેતલસર જંકશન પાસે બાળકની બુમાબુમ સાંભળી ટ્રેનના મુસાફરોએ બાળક સાથે હવસખોરને ઝડપી પોલીસ હવાલે કર્યો: દાદાની ઉમરના નરાધમની ધરપકડ

શહેરના રૈયા રોડ પર આવેલા હનુમાન મઢી પાસે રહેતા અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા ૧૩ વર્ષના તરૂણનું રિક્ષામાં અપહરણ કરી ભક્તિનગર સ્ટેશનથી ટ્રેનમાં બેસી બાથરૂમમાં બાળક પર રિક્ષા ચાલકે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચવાનો પ્રયાસ કરતા ટ્રેનના મુસાફરોએ હવસખોર રિક્ષા ચાલકના સકંજામાંથી બાળકને છોડાવી પોલીસ હવાલે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વૈશાલીનગરમાં રહેતા વલ્લભ ભગવાન સોલંકી નામના ૬૦ વર્ષના કોળી વૃધ્ધને ૧૩ વર્ષના તરૂણનું અપહરણ કરી જૂનાગઢ તરફ જતી ટ્રેનમાં લઇ જઇ બાથરૂમમાં સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

રૈયા રોડ પરના હનુમાન મઢી પાસે રહેતા અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા ૧૩ વર્ષનો તરૂણ ગઇકાલે સવારે સાડા દસ વાગ્યે આમ્રપાલી ફાટક પાસે હતો ત્યારે રિક્ષા ચાલક વલ્લભ સોલંકીએ તરૂણને બોલાવી બીડી લેવા મોકલ્યો હતો. તરૂણ બીડી લઇને આપવા આવ્યો ત્યારે તેને રિક્ષામાં બેસાડી ભક્તિનગર રેલવે સ્ટેશન લઇ ગયો હતો. ત્યાંથી ટ્રેનમાં બેસાડી ટ્રેન વિરપુર નજીક પહોચી ત્યારે તરૂણને બાથરૂમમાં લઇ જઇ તરૂણની જાતીય સતામણી કરી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યુ આચવાનો પ્રયાસ કરતા તરૂણે બુમાબુમ કરાત ટ્રેનમાં મુસાફરો ચોકી ઉઠયા હતા અને બાથરૂમનો દરવાજો ખોલાવાયો હતો.

બાળક રડતો હોવાથી મુસાફરોએ પૂછપરછ કરતા તેની જાતિય સતામણી કર્યાનું જણાવતા મુસાફરોએ રિક્ષા ચાલક વલ્લભ સોલંકીને મેથીપાક ચખાડી જેતલસર જંકશન પોલીસને સોપી દેતા રેલવે પોલીસે ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરી વલ્લભ સોલંકીને સોપી દેતા તેની સામે પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ સહિતના સ્ટાફે અપહરણ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધી આકરી પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.