માત્ર ૬ વર્ષના નિરીકાબા જાડેજાનું કૌશલ્ય નિહાળી આફરિન પોકારી જતા લોકો
રોજન મોટર્સ પ્રાઇવેટ લીમીટેડના મેનેજીંગ ડિરેકટર ક્રિપાલસિંહ જાડેજાની દીકરી નિરીકાબા જાડેજા જે માત્ર ૬ વર્ષની કુમળી વયે ટેનીસ રમતમાં પોતાના કોશલ્યના દેખાવ અને પ્રભાવ થકી પોતાની કારકીર્દીને ઉજળી બનાવવા અને આગળ વધવા માટે નીરીકાબાને અમેરિકાની રીક મેકકી ટેનીસ એકેડમીમાં પસંદગી કરવામાં આવી છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન જેટ એર એકેડમીના ફાઉન્ડર શિતલબા જાડેજાએ જણાવ્યું હતું કે તેમની દીકરી નિરીકાબા જાડેજાએ અઢી વર્ષની હતી ત્યારથી જ તેના એક સ્પોટસ પર્સન જેવો એટીટયુડ અને સ્ટેમીના હતી. તેથી અમને થયું કે તે સ્પોટર્સમાં જ આગળ વધશે. તેથી ત્યારથી તેને ટેનીસની પ્રેકટીસ શરુ કરી દેવામાં આવી હતી. અત્યારે તે ૬ વર્ષની છે તેને કલાઇમેન્ટ વેધર પ્રમાણે પ્રેકટીસ કરાવવામાં આવે છે. શિયાળામાં વધુ સેશન હોય અને મોનસુનમાં ઓછા સેશન હોય છે અત્યારે ઉનાળામાં તેને એકથી બે કલાકની સેશન હોય છે. તે વધુ ટ્રેનીંગ માટે અમેરિકાની રીક મેકકી ટેનીસ એકેડમી ફલોરીડા યુ.એસ. એ માં છે ત્યાં જવાની છે અને તે જવા માટે ખુબ જ ઉત્સાહી છે રીક મેકકી એ આખા વર્લ્ડના નંબર વન ટેનીસ કોચ ગણાય છે. સ્પેશ્યલી ફોર કીડસ માટે તેની કિડસ સાથેનું જે બોનડીગ કીડસની સાયકોલોજી ઉપર કામ કરે છે. અતયારે એરેના વિલ્યમસ, વિનસ કેપ્રીચારી આ બધાના નાનપણના કોચ છે. અમે તેને નીરીકાના વિડીયો સેન્ડ કર્યા હતા. અને તેમને થયું કે નીરીકામાં કેપેબ્લીટી છે તેને ડેઇલી ડાઇચિંગ ચાર્ટમાં ઘરનું જમવાનું આપવામાં આવે છે. દા:ત ભાખરી, શાશ, દાળ-ભાત, રોટલી, રોટલા તેને રોટલા વધુ ભાવે છે. તે જંકફુડ ખાતી જ નથી. ઘરનું જમવાનું જ જમે છે. તેની આયડોલ સ્ટેફી ગ્રાફ છે અને તેનો ફયુચર ગોલ ટેનીસમાં જ આગળ વધવાનો છે. અમે નીરીકા ટેનીસ પ્રેકટીસ સ્કુલમાં કરતી હોય તો ત્યાંના વિડીયોસ મંગાવીએ છીએ અને તેને તેમાં શું ઇમ્પ્રુચમેન્ટની જરુર છે તેની તેના કોચ સાથે વાત કરીએ છીએ.અત્યારે પેરેન્ટસની એવી ઇચ્છા હોય છે કે તેનું બાઇક એકેડમી અને સ્પોસ બધામાં તે સારું હોય પરંતુ બાળક બધે પહોંચી શકતું નથી. તેથી બાળકમાં શું ટેલેન્ટ છે જેથી બાળકને જેમાં ઇન્ટરેસ્ટ હોય તેવું કરાવવું જોઇએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com