એવોર્ડ માટે ૨૩ દેશના ૧૧૮ સિટી વચ્ચેની હરીફાઈમાં રાજકોટે મેદાન માર્યું
પર્યાવરણ બચાવ અને જાગૃતિ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહેલી કામગીરીની હવે આંતરરાષ્ટ્રીસ્તરે કદર થઈ રહી છે.
ડબલ્યુડબલ્યુએફ દ્વારા રાજકોટ શહેરની નેશનલ ર્અથ અવર કેપીટલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હોવાનું મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, નેશનલ ર્અ અવર કેપીટલ એવોર્ડ મેળવવા માટે વિશ્ર્વના ૨૩ દેશોના ૧૧૮ શહેરો વચ્ચે સ્પર્ધા જામી હતી. જેમાં ડબલ્યુડબલ્યુએફ દ્વારા ત્રણ શહેરોની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમ ગવર્નન્સ અને ઈ ગવર્નન્સ ક્ષેત્રે લોકોપ્યોગી કાર્ય કરવા માટે મહાપાલિકા અત્યાર સુધીમાં દોઢ ડઝન જેટલા એવોર્ડ જીતી ચુકયું છે. હવે પર્યાવરણલક્ષી કામગીરી માટે પણ કોર્પોરેશન આંતરરાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ મેળવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ર્અ અવર ડેના દિવસે મહાપાલિકાએ એક દિવસ માટે શહેરના મુખ્ય રાજમાર્ગો પરની મુખ્ય સ્ટ્રીટલાઈટો એક સાઈડ બંધ રાખી હતી અને વિજળીની બચત કરી હતી. જેની સરાહના ઈ રહી છે.