રોલેક્સનો આજથી ખુલેલો આઈપીઓ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે, 30 જુલાઈ સુધી અરજી કરી શકાશે
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની આગવી ઓળખ દેશ-દેશાવરમાં ઉજાગર કરનાર રોલેક્સ રિંગ્સ, બેરીંગ ઉત્પાદન કંપની હવે મુડી બજારમાં પ્રવેશી રહી છે. કંપની દ્વારા આજે આઈપીઓ ઈસ્યુ કરવામાં આવ્યો છે. જેમાં 675 કરોડ રૂપિયાની મુડી ઉભુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રાજકોટની રોલેક્સ દેશની બેરીંગ અને ફોર્જીન ક્ષેત્રની પાંચ ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને તે સમગ્ર વિશ્ર્વમાં બેરીંગ અને ફોર્જડ આઈટમો, વાહનોના સ્પેર પાર્ટસની નિકાસ કરવામાં નામના ધરાવે છે.
એસકેએફ, શેફલર, એનઆરબી, એનબીસી અને ટીમકેન બેરીંગ જેવી કંપનીઓ રોલેકસના નિયમીત ખરીદદારો છે. 2021માં આ કંપનીએ નિકાસ કરી 58 ટકા વૃદ્ધી કરી હતી. વાહનના પૈડા, હબ, ક્રેકસાફટ જેવી ચીજવસ્તુઓ 60 કંપનીઓ અને 17 દેશોમાં નિકાસ કરીને જ 56 ટકા જેટલો ધંધો કરે છે.
રોલેક્સ 1.04 લાખ એમટીપીએ, 22 જેટલા ફોર્જીન યુનિટમાં 6.90 લાખ જેટલા સ્પેર પાર્ટસનું વાર્ષિક ઉત્પાદન કરીને ભારતના 1100 કરોડના ફોર્જીન બિઝનેશના 30 ટકાનો હિસ્સો ધરાવે છે.
ઓટો કમ્પોનન્ટ્સ બનાવતી રોલેક્સ રિંગ્સનો આઈપીઓસ આજરોજ સબ્સક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ સોમવારે તેના માટે પ્રાઈસ બેન્ડની જાણકારી આપી છે. જાણકારી અનુસાર 731 કરોડ રૂપિયાના આ આઈપીઓ માટે કંપનીએ 880-900 રૂપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.
સબ્સક્રિપ્શન માટે આ આઈપીઓ ત્રણ દિવસ સુધી ખુલો રહેશે એટલે કે 30 જુલાઈ સુધી તેમાં અરજી કરી શકાશે. એન્કર રોકાણકારોને બિડિંગ માટે ઇશ્યૂ આજે 27 જુલાઈએ ખુલશે. આઈપીઓની સફળતા બાદ સ્ટોક બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે.
રોલેક્સ રિંગ્સના આઈપીઓ અંતર્ગત 56 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ થશે જ્યારે 675 કરોડ રૂપિયાના શેર રિવેન્ડેલ પીઈ એલએલસી દ્વારા ઓફર ફોર સેલ અંતર્ગત ઇશ્યુ કરવામાં આવશે. નવા શેર દ્વારા મળેલ રકમન ઉપયોગ કંપની લાંબા સમયની વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા માટે કરશે અને તેનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ માટે પણ કરવામાં આવશે. આ ઇશ્યૂ દ્વારા ઇક્વિરસ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે.
રાજકોટની રોલેકસ રિંગ્સ દેશમાં ફોર્જ્ડ અને મશીન્ડ કમ્પોનન્ટ્સ બનાવતી અગ્રણી કપંની છે. વિતેલા નામાંકીય વર્ષ 2020-201માં કપંનીને 86.95 કરોડ રૂપિયાનો નફો થયો હતો જ્યારે નાણાંકીય વર્ષ 2019-20માં કંપનીને 52.94 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જોકે આ કંપનીની આવક ઘટી હતી. ઓપરેશન્સ દ્વારા નાણાંકીય વર્ષ 2019-20માં કંપનીની આવક 666 કરોડ રૂપિયાથી ઘટીને વર્ષ 2020-21માં 616.36 કરોડ રૂપિયા રહી હતી.
રોલેક્સ રિંગ્સના આઈપીઓને લઈને રોકાણકારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે અને ભરણુ મુદત પહેલા અને અપેક્ષાથી વધુ ભરાય જાય તેવું દેખાય રહ્યું છે.