વોકળાના પાણીનો નિકાલ કરવા મહાપાલિકા તંત્ર સજ્જ આગામી વર્ષમાં નવી લાઈન નાંખીડ્રેનેજ પાણીનો કરાશે નિકાલ
રાજકોટની એક આશ્ર્ચર્યજનક વાત છે કે સમગ્ર રાજકોટ વોકળા ઉપર ઉભેલું છે. જેની ઘણાખરા લોકોને ખબર નથી. ખાસ કરીને જુના રાજકોટની વાત કરીએ તો જુના રાજકોટના રસ્તાઓ ખુબ જ સાકળા અને નાના છે. તેમ છતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે તે ખૂબ જ સરાહનીય છે. અત્યાર સુધી ડ્રેનેજને લઈને સમસ્યાઓ ઉદભવિત થઈ છે. ત્યારે આરએમસી દ્વારા તેનો તત્કાલ નિકાલ કરવામાં આવ્યો છે.
હાલ જયારે આપણે ડ્રેનેજની વાત કરી રહ્યા છીએ તો રાજકોટના સેન્ટ્રલ જેલ વિસ્તાર આખેઆખો વોકળા ઉપર ઉભેલો છે. જેમાં રામનાથપરા, કુબલીયાપરા, પોપટપરા, લલુડી વોકડી સહિત અનેક વિસ્તારનો સમાવેશ કરવામાં આવે છે. આ તમામ એવી જગ્યા છે જયાં સેન્ટ્રલ ઝોનનું ખરાબ પાણી ડ્રેનેજ એટલે કે ડ્રેનેજનું પાણી એક જ જગ્યાએ ભેગું થાય અને નદીમાં વહી જાય છે. જેથી નદી અશુઘ્ધ થતી હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા આરએમસી દ્વારા અનેક સંપો બનાવવામાં આવ્યા છે. જે તમામ ડ્રેનેજનું પાણી ભેગુ કરી પમ્પીંગના માધ્યમથી એસટીપી પ્લાન્ટમાં મોકલી દેવામાં આવે છે. જયાં તે પાણી શુઘ્ધ થઈને ગાડર્નીંગ તથા નવા બનતા બિલ્ડીંગોમાં વપરાય છે.
હાલ ચોમાસુ બેસવામાં હાથવેતના દિવસો બાકી રહ્યા છે ત્યારે સેન્ટ્રલ ઝોનમાં સમસ્યા થોડી વિકટ થઈ છે. કારણકે સેન્ટ્રલ ઝોનના તમામ વોકળાના પાણી આજીનદીમાં ભેગા થઈ જાય છે જેથી હાલ આજીનદી પણ ખૂબ જ પ્રદુષિત થઈ ગઈ છે. આ તકે જયારે આરએમસીના અધિકારીઓને ડ્રેનેજ વિશે પુછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું હતું કે, માર્ચ-૨૦૧૮ સુધીમાં રાજકોટનો સેન્ટ્રલ ઝોન જે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધાનો અભાવ છે તે પૂર્ણ કરી લેવામાં આવશે. જેથી ઉપલાકાંઠા વિસ્તારના લોકોને જે ડ્રેનેજના પાણીથી અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે તે નહીં કરવો પડે. ડ્રેનેજની પરિસ્થિતિને લઈને ડ્રેનેજ નેટવર્કના વિસ્તરણ માટે અમૃત મિશન હેઠળ ‚ા.૯૦ કરોડની રકમ મંજુર કરવામાં આવેલી છે.
વેસ્ટઝોનના ઈન્ચાર્જ એન્જીનીયર ઘોણીયાએ જણાવ્યું હતું કે, હાલ સેન્ટ્રલ ઝોન આખેઆખુ વોકળા
ઉપર ઉભેલું છે તે વાત સાચી પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડ્રેનેજ વિભાગ કટીબઘ્ધ છે કે ડ્રેનેજના પાણીની જે સમસ્યા ઉદભવિત થાય તે ના રહે. આ વિષય ઉપર વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ કોર્પોરેશન દ્વારા વોકળા સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને ૨૦૧૮ સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં એટલે કે ઉપલાકાંઠા વિસ્તારમાં જયાં ડ્રેનેજની સુવિધા પહોંચી નથી તે તમામ જગ્યાએ ડ્રેનેજ સુવિધા લોકોને મળી રહેશે. આગળ વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, વોકળાની જે પરિસ્થિતિ છે તેને કોર્પોરેશન જાણે છે. જેને અનુસંધાને બોકસ ગટર સહિત અનેક ચીજ-વસ્તુઓને ધ્યાને લઈ આ સમસ્યાનો પૂર્ણ‚પથી નિકાલ કઈ રીતે થાય તે વિચારી રહી છે. આ પ્રસંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે જુના ૧૦ ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનો છે તેના મોનીટરીંગ માટે ૭૫ લાખના ખર્ચે સ્કાડા સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોનના સીટી એન્જીનીયર ચિરાગ પંડયાએ માહિતી આપતા કહ્યું હતું કે, કોર્પોરેશન ડ્રેનેજને લઈને જે ઉપલાકાંઠામાં સમસ્યા ઉદભવિત થઈ છે. તેના નિકાલ માટે તેઓ વોકળા સફાઈ અભિયાન શ‚ કરી દીધું છે. કારણકે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. આગળ જણાવતા સીટી એન્જીનીયરે જણાવ્યું હતું કે, ખુલ્લા વોકળા હોવાના કારણે રોગચાળો ફેલાવવાની ખુબ જ શકયતા છે. જેથી કોર્પોરેશન દ્વારા અત્યારના વોકળા સફાઈ અભિયાન શ‚ કરી દેવામાં આવ્યું છે. આગળ જણાવતા તેઓએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન લોકોના સ્વાસ્થ્યને લઈને ખુબ જ તકેદારી રાખે છે. જેથી રાજકોટ જે સ્માર્ટસીટી પ્રોજેકટ હેઠળ આગળ વધી રહ્યું છે ત્યારે ડ્રેનેજની સુવિધા શહેરના વિકાસમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર નીચાણમાં છે. જેથી ડ્રેનેજનું પાણી ભેગુ થવાથી અનેકવિધ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના નિકાલ માટે કોર્પોરેશન એક નવી લાઈન બનાવવા વિચારણા કરી રહી છે.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવિણ રાઠોડે કોર્પોરેશન વિરુઘ્ધ આરોપ લગાવતા કહ્યું હતું કે, મ્યુ.કમિશનર એ.એસ.જગદીશન વખતથી ડ્રેનેજની સુવિધા સેન્ટ્રલ ઝોન ખાતે ખૂબ જ સારી રીતે કરવામાં આવી હતી. હાલ અત્યારના ડ્રેનેજને લઈને જે સમસ્યા ઉદભવિત થઈ છે તેનો નિકાલ તે સમયે બોકસ ગટર બનાવી કરવામાં આવ્યો હતો પરંતુ સમય જતા ઘણીખરી બોકસ ગટરને બુરી દેવામાં આવી હતી. જેથી ડ્રેનેજનું પાણી શુઘ્ધ પાણીમાં ભળી જતા શુઘ્ધ પાણીને અશુઘ્ધ કરી દે છે અને રોગચાળો પણ ફેલાય છે. પ્રવિણ રાઠોડે લલુડી વોકળી ઉપર માહિતી આપતા જણાવ્યું હતું કે, એક સમયે કોર્પોરેશનની ગાડી વોકળી ઉપર પસાર થઈ શકતી હતી પરંતુ અત્યારના હાલત ખુબ જ ગંભીર છે અને તંત્ર સહેજ પણ આ મુદ્દે ધ્યાન આપતું નથી. વધુમાં તેઓએ કહ્યું હતું કે ઔધોગિક વિસ્તારનું જે કેમિકલયુકત પાણી હોય છે તેનું પણ નિકાલ માટે કોઈ ચોકકસ ઉપાય લેવામાં આવ્યો નથી. જેથી વોકળામાંથી કેમિકલયુકત પાણી મળી આજી નદીમાં ભળી જાય છે. સફાઈની વાતોતો ખુબ જ કરવામાં આવે છે પરંતુ પ્રભાવિત વિસ્તારોમાં હાલ સફાઈની કામગીરી સહેજ પણ કરવામાં આવી નથી અને હવે ચોમાસાને માત્ર થોડા દિવસો બાકી રહ્યા છે. પ્રવિણ રાઠોડે ડ્રેનેજ બાબતે જણાવતા કહ્યું હતું કે, જે ગેસ ચેમ્બર હોય છે તે ખુબ જ હાનિકારક છે. કારણકે રાજકોટમાં અત્યાર સુધીમાં એવા અનેક બનાવો બની ગયા છે. જેમાં સફાઈ કામદારો ચેમ્બરમાં ઉતરી સફાઈ કરતા ગુમરામણથી તેમનું મૃત્યુ નિપજયું છે.
મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, વાત સાચી છે કે રાજકોટ આખુ વોકળા ઉપર ઉભું છે. કારણકે અંગ્રેજોના શાસન વખતથી રસ્તાઓ સાંકળા કરવામાં આવ્યા હતા. જેથી તે સમયની ડ્રેનેજ અત્યાર સુધી ચાલી રહી છે. તેમને પણ કબુલ્યું હતું કે, ડ્રેનેજના પાણીથી સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર ખુબ જ પ્રભાવિત થયો છે. જેથી કોર્પોરેશને એક શબ્દસ્ટીટયુટ લાઈન ડીગ કરી તમામ ડ્રેનેજના પાણીનો નિકાલ કરવામાં આવશે. જેનો પ્લાન બનાવી લેવામાં આવ્યો છે અને થોડા જ દિવસોમાં પ્લાનની અમલવારી પણ શ‚ થઈ જશે. વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે, હાલ આજી નદીને શુઘ્ધ કરવાનું કામ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેથી આ ચોમાસે લોકોને કોઈ તકલીફનો સામનો કરવો ન પડે. વોકળા સફાઈ અંતર્ગત તેઓએ જણાવ્યું હતું કે, જે ડ્રેનેજ માટેની મેનોલ છે તેને સાફ કરવા અતિઅદ્યતન મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી કોઈપણ જાનહાનીનો પ્રશ્ર્ન ઉદભવિત ન થાય.
રાજકોટના મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવતા કહ્યું હતું કે, રાજકોટની ડ્રેનેજ સિસ્ટમ ખુબ જ જુની છે. જેથી વોકળાને લઈને જે સમસ્યા ઉદભવિત થઈ છે. તેના નિકાલ માટે કોર્પોરેશને મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. આ તકે તેમને પણ આજી નદીના શુઘ્ધીકરણ ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, ડ્રેનેજનું પાણી જે નદીમાં ભળી નદીના પાણીને અશુઘ્ધ કરે છે તેને વહેલીતકે બંધ કરી દેવામાં આવશે જેના પગલે હાલ કોર્પોરેશન દ્વારા વોકળા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગળ જણાવતા મેયરએ કહ્યું હતું કે, રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ ઉલ્ટી રકાબી જેવી છે. જેથી ખરાબ પાણીને એકસ્ટ્રેક કરવા પમ્પીંગની મદદ લેવામાં આવે છે અને ડ્રેનેજના પાણીને પમ્પ કરી એસટીપી ખાતે ગ્રેવીટીથી મોકલવામાં આવે છે. જયાં તેનું શુઘ્ધીકરણ થઈ અન્ય ઉપયોગમાં લેવામાં આવે છે.
કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવતા કહ્યું હતું કે, હાલ જુના એટલે કે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જે નવા વિસ્તારો જોડાયા છે જેવા કે કોઠારીયા અને વાવડી માટે ડીપીઆર બનાવી ભુગર્ભ ગટરની કામગીરી શ‚ કરી દેવામાં આવી છે. ડ્રેનેજ સિસ્ટમ એક એન્ડલેસ પ્રક્રિયા છે. તેનો કદી અંત નથી આવતો. આગળ કહેતા તેઓએ જણાવ્યું હતું કે, વોકળા સફાઈ અભિયાન તથા ડ્રેનેજ પાણીના નિકાલ માટે કોર્પોરેશન ત્રણ મહિના પૂર્વે પ્રિ-મોન્સુન એકટીવીટી એકશન પ્લાન રજુ કરી દીધો છે. જેના અનુસંધાને તંત્ર દ્વારા કામગીરી શ‚ કરી દેવામાં આવી છે. રાજકોટની ડ્રેનેજ સિસ્ટમ વિશે વધુ માહિતી આપતા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને જણાવયું હતું કે રાજકોટમાં ઘણીવાર ૧૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તેમ છતાં પણ વરસાદ પુરો થયાને ગણતરીના કલાકોમાં પાણીનો નિકાલ થઈ જતો હોય છે. જે એક સરાહનીય વાત કહી શકાય. આગળ તેઓએ કહ્યું હતું કે, ગેસ ચેમ્બર જયારે ખોલવામાં આવે ત્યારે તેમાંથી ઝેરી ગેસ નિકળતો જ હોય છે જેની ખબર સફાઈ કામદારોને હોતી હોય છે. તે અન્વયે તેઓ તાકીદ રાખી તેમને ડીપ્લાેય કરવામાં આવતા હોય છે. કારણકે સફાઈ કામદાર માટે આ એક રુટીન કામગીરી છે.