શાબાશીયા શાબાશીયા…. એશિયા ફલક પર રાજકોટનું નામ રોશન
વર્કશોપમાં એમ્પાયરની સંપૂર્ણ તાલીમ પૂરી પડાશે: એશિયા 20થી 25 દેશ 5A Side હોકી ટુર્નામેન્ટ ભાગ લે છે
કહેવાય છે કે ગુરુનું સાચું માર્ગદર્શન અને મહેનત હિમાલયના પણ શિખર સર કરે છે. આ કહેવતને રાજકોટ હોકી ફેડરેશનના કોચ મહેશભાઈ દિવેચા અને તેમની પ્લેયર ઋતુ ધીંગાણીએ સાબિત કરી છે.એશિયા 5A Side હોકી ટુર્નામેન્ટ નવો કોન્સેપ્ટ હોકી ફેડરેશનમાં આવ્યો છે. એશિયાના 20 થી 25 દેશો આ કોન્સેપ્ટ અંતર્ગત હોકીના મેચ રમે છે. એશિયા લેવલે હોકી ફેડરેશન આ કોન્સેપ્ટ થકી હોકીમાં નવી ક્રાંતિ સર્જી છે.એશિયા 5A Side હોકી ટુર્નામેન્ટમાં એમ્પાયરની પસંદગી કરવા હેતુ હાલ એશિયા 5A Side હોકી ટુર્નામેન્ટ વર્કશોપ યોજાશે.
આ વર્કશોપમાં રાજકોટ હોકી ફેડરેશન ની માત્ર બે ખેલાડી ઋતુ ધીંગાણી અને મુસ્કાનની પસંદગી કરવામાં આવી છે. જે રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.બંને દીકરીઓ એશિયા ફલક પર રાજકોટનું નામ રોશન કરશે.5A Side હોકી ટુર્નામેન્ટ વર્કશોપ માં એમ્પાયરની તમામ તાલીમ પૂરી પાડવામાં આવશે ગેમના નિયમો એમ્પાયરે કેવી તકેદારીઓ રાખવી મેચ ના નિયમોનું કેવી રીતે ધ્યાન રાખવાનું તમામ પ્રકારની તાલીમ વર્કશોપ માં પૂરી પાડવામાં આવશે વર્કશોપ ઓનલાઇન અથવા થોડા જ દિવસમાં દિલ્હી ખાતે યોજાશે.
રાજકોટ હોકી ફેડરેશનમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે.રાજકોટ હોકી ફેડરેશનના કોચ મહેશભાઈ દિવ્યા એ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમ જ ઋતુ ધીંગાણીનું એશિયા 5A Side હોકી ટુર્નામેન્ટ સિલેક્શન થતા ઋતુ હજી ઇન્ટરનેશનલ લેવલ પર એમ્પાયરીંગ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
5A Side હોકી ટુર્નામેન્ટ એશિયા હોકીનો નવો કોન્સેપ્ટ: મહેશભાઈ દિવેચા
રાજકોટ હોકી ફેડરેશનના કોચ મહેશભાઈ દિવેચાએ જણાવ્યું કે,5A Side હોકી ટુર્નામેન્ટ એશિયા હોકીનો નવો કોન્સેપ્ટ છે. એશિયાના 20 થી 25 દેશો આ કોન્સેપ્ટ અંતર્ગત હોકીની ગેમ રમવાના છે ત્યારે ગર્વની વાત છે કે રાજકોટની માત્ર બે દીકરીઓનું સિલેક્શન આના વર્કશોપ માં થયું છે ઋતુ ધીંગાણી અને મુસ્કાન આ બંને દીકરીઓનું સિલેક્શન થયું છે વર્કશોપ અંદર 5A Side હોકી ટુર્નામેન્ટની ગેમમાં એમ્પાયરે ગેમ્સ ના નિયમ રેગ્યુલર રેગ્યુલેશન તેમજ વિવિધ બાબતોનું શું ધ્યાન રાખવું તેની વર્કશોપમાં તાલીમ આપવામાં આવશે. થોડા જ દિવસોમાં વર્કશોપ ઓનલાઇન અથવા દિલ્હી ખાતે યોજાશે જેમાં માત્ર રાજકોટ અને ગુજરાતમાંથી ઋતુને શીખવા જવાનું રહેશે.
કોચના માર્ગદર્શન સાથે મહેનતથી સિલેક્શન થયું:ઋતુ ધીંગાણી
5A Side હોકી ટુર્નામેન્ટ વર્ક શોપમાં સિલેક્ટ થનાર ઋતુ ધીંગાણી જાણવ્યું કે,છેલ્લા દસ વર્ષથી હોકીની રમત સાથે સંકળાયેલા છે.હું નેશનલ પ્લેયર અને નેશનલ અમ્પાયર પણ છે.પરિવારમાં હોકી વર્કશોપ માટે પસંદગી થતા ખુશીનો માહોલ છવાયો છે.કોઈપણ સફળતા પાછળ એક મુખ્ય પીઠબળ રહેતું હોય છે અને એ પીઠ અમે અમારા કોચને કહીશું એમના સતત માર્ગદર્શનથી આજે અમે લોકો ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ પ્રસ્તુત કરી રહ્યા છીએ અમારી રમત થતી મારી ભવિષ્ય માટે એવી ઈચ્છા છે કે હું ભારતને વિશ્વ કક્ષાએ મારા હુન્નર થકી પ્રસ્તુત કરો અને ભારત દેશનું નામ આગળ કરો અને આજે હું એટલું જ કહીશ કે એક સ્ત્રી તરીકે કોઈ પણ વસ્તુ અશક્ય નથી જો તમે ખુદ પર વિશ્વાસ રાખીને કોઈ પણ કદમ લેશો તો જરૂરથી સફળતા મળશે.