ખેલ રત્ન એવોર્ડને જાહેરાત: હોકી ખેલાડી સરદારસીંહ સહીત ૧૭ રમતવીરોને અપાશે એવોર્ડ

સૌરાષ્ટ્રના ધુરંધર બેટસમેન અને ટીમ ઇન્ડીયાની નવી દિવાલ ચેતેશ્ર્વર પુજારાને અર્જુન એવોર્ડ આપવામાં જાહેરાત ખેલ મંત્રાલયદ્વારા કરવમા આવી છે હોકી ખેલાડી સરદારસીઁગ સહીત ૧૭ ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવામાં સતાવાર જાહેરાત કરવામાં આવી છે. ચેતેશ્ર્વરને અર્જુન એવોર્ડ  મળતા સૌરાષ્ટ્રના રમતવીરોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.

ચેતેશ્ર્વર પુજારા ઉપરાંત મહિલા વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરનારી ખેલાડી હરમનપ્રીત કૌર માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. તેનું નામ પણ અર્જૂન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે. મહિલા વર્લ્ડ કપ દરમિયાન હરમનપ્રીત કૌરની તોફાની બેટીંગથી તે ભારતભરમાં પ્રખ્યાત થઈ હતી અને વર્લ્ડકપ પૂરો થયા બાદ તેને ડીએસપીની નોકરીની ઓફર પણ મળી છે. ત્યારે હવે અર્જૂન એવોર્ડથી હરમનપ્રીત કૌરને સન્માનીત કરવામાં આવશે.

આ ઉપરાંત ટેનીસ પ્લેયર સાકેત મીનેની, વી.જે.શ્ર્વેતા, એથ્લેટ ખુશબીર કૌર, ૪૦૦ મીટર દોડવીર આરોકીયા રાજીવ, મહિલા બાસ્કેટબોલ પ્લેયર પ્રશાંતીસિંગ, હોકી પ્લેયર એસ.વી.સુનિલ, ગોલ્ફર એસએસપી ચોરસીયા, કુસ્તીબાજ સત્યવ્રત કાડીયન, ટેબલ ટેનીસ પ્લેયર એન્થોની અમલરાજ, શુટર પી.એન.પ્રકાશ, કબડ્ડી પ્લેયર જશવીરસિંહ, દેવેન્દ્રસિંગ, બિમ્બાદેવી તેમજ પેરા એથ્લેટ વરુણ ભટ્ટી અને મરીયપ્પનને પણ એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.