આત્મય ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીની વિઘાર્થીની રાજવી કોટેચાએ બનાવેલા ‘ઓપ્ટીમાઇઝડ ઇર્ન્ફોમેટિવ મિરર’ની શોધની પેટર્ન ર0 વર્ષ માટે મંજુર
અબતક, રાજકોટ
જ્ઞાનને કોઇ સીમાડા હોતા નથી ચાંદ છીપે નહી બાદલ છાયો…. રાજકોટની દિકરીએ એક એવો અરીસો દુનિયાને બતાવી દીધો છે કે જે ચહેરાના ભાવ વાળીને તેનો અમલ કરે ‘અબતક’ની મુલાકાતે આવેલી રાજવી કોટેચા તેમના માતા-પિતાની રૂબરૂમાં પોતાની આ પુરૂષાર્થ ગાથા વર્ણવી ત્યારે ગૌરવની અનુભુતિ થયા વિના ન રહે.રાજવી કોટેચા એ ડિઝાઇન કરેલા મિરર એટલે કે અરીસાની ખાસિયત એ છે કે આ મિરર સામાન્ય અરીસાનું કામ આપવા સાથે ઇમોશન ડિટેકશન, ઘરના ઉપકરણોનું વોઇસ કમાન્ડથી ક્ધટ્રોલીંગ, પર્સનલ આસિસ્ટન્ટ વગેરે જેવી સુવિધા પણ આપે છે. આ મીરરનું અગત્યનું પાસુ એ છે કે તે સામે ઉભેલા વ્યકિતના મોઢા પરથી તેની લાગણીઓ એટલે કે ઇમોશન્સને સમજી અને તેના પ્રમાણે વ્યકિતનો મૂડ જાણી અને ગીત વગાડવાનું ચાલુ કરે છે. અને આખો દિવસ કામ કરીએ થાકેલા લોકોનો મૂડ ફ્રેશ રાખે છે. આ ઇમોશન ડિટેકશન માટે સ્માર્ટ મિરરમાં પાયથનની ઓપન સી.વી. લાઇબ્રેરી, રાસબરી પાઇ મોડયુલ રીલે વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સ્માર્ટ મિરર, સામે ઉભેલા વ્યકિતના વોઇસ કમાન્ડને સ્વીકારી અને ઘરના ઉપકરણો જેમ કે ટયુબ લાઇટ, પંખો, ફ્રીઝ, ટીવી, એસી વગેરેને પણ ચાલુ-બંધ કરે છે. આ ઉપરાંત હાલના સમયમાં ઉપયોી એવા પર્સનલ આસિસ્ટન્ટની સુવિધા પણ આ મિરર આપે છે. જેમાં પર્સનલ આસિસ્ટનટને તાપમાન દેશ-વિદેશના સમાચારો, જનરલ નોલેજ વગેરે ના પ્રશ્ર્નો પૂછતા તેનો પણ જવાબ સ્માર્ટ મિરર આપે છે. વિવિધ પ્રકારના સ્માર્ટ મિરરની અલગ અલગ પેટન્ટો તાઇવાન, કોરિયા, ચીન વગેરે જેવા દેશોમાંથી અને ઇન્ડિયા માંથી પણ અગાઉ ફાઇલ કરવામાં આવી હતી પરંતુ તેમાં ઇમોશન ડિટેકશન, વોઇસ કંટ્રોલ, પર્સનલ આસિસ્ટન્ટ વગેરે જેવી મહત્વની સુવિધાઓનો એક સાથે સમાવેશ થતો ના હોવાથી રાજવી કોટેચા દ્વારા ફાઇલ કરાયેલી પેટન્ટને ર0 વર્ષ માટે પેટન્ટ ઇન્ડિયા દ્વારા મંજુર કરવામાં આવી છે. જેનાથી પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના અભિયાનને પણ વેગ મળ્યો છે.રાજવી કોટેચા, ડો. કોમલ બોરીસાગર, રવિન સરધારા અને ધર્મેશ ભાલોડીયાની આ સિઘ્ધિ બદલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીનભાઇ શેઠ, રજીસ્ટ્રાર કે.એન. ખેર, ડાયરેકટર એસ.ડી. પંચાલ તથા આત્મીય યુનિવર્સિટીના પ્રિન્સીપાલ જી.ડી. આચાર્ય, ડે. રજીસ્ટ્રાર આશિષ કોઠારી તથા વિભાગીય વડા તોષલ ભાલોડીયા અને વિઘાર્થીઓ એ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
સ્ટાર્ટઅપથી ઓધોગિક ઉત્પાદન કરવાનું વિચારૂ છું: રાજવી કોટેચા
‘અબતક’ની મુલાકાતે આવેલી રાજવીએ પોતાની આ સિઘ્ધીમાં પિતા જયેશભાઇ, માતા અને પરિવારના પ્રોત્સાહન મહત્વનું ગણાવી પોતે આ પ્રોડકટને કોમર્શીયલ ધોરણે સ્ટાર્ટઅપના માઘ્યમથી લોચ કરવાનું વિચારે છે. આ આઇટમનું ઉત્પાદન ખર્ચ સામાન્ય માણસને પરવડે તેવું કરવા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.