અંગ્રેજ સમયમાં શરૂ થયેલી રાજકુમારોની કોલેજના આરકેસીયન્સ આજે સમગ્ર વિશ્ર્વમાં પ્રસિધ્ધ
સમય સાથે પરિવર્તન અપનાવનાર ૧૫૦ વર્ષ પૂરાણી રાજકુમાર કોલેજ આજે પણ અડિખમ
આઝાદી પૂર્વે ભારત દેશમાં અનેક દેશી રજવાડા હતા દરેક રજવાડાની પોતાની એક આગવી ઓળખ હતી પહેરવેશ, ભાષા, રિતભાતથી દરેક રજવાડુ અલગ પડતું હતુ ત્યારે રજવાડાના રાજકુમાર માટે શિક્ષણનું એક માત્ર સ્થાન એટલે રાજાશાહી ઢબ, બ્રિટીશ શાસનમાં સ્થપાયેલ ભવ્યા ઈમારત, કોતરણી વાળી દિવાલો, કમાનવાઈસ મોટા દરવાજા અને મહેલ જેવી મોટી ઈમારત એટલે રાજકોટના રત્ન સમાન રાજકુમાર કોલેજ ખાસતો આજરોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થયા છે. રાજકોટની ધરા પર અડીખમ ઉભેલા આર.કે.સી.ની. આ ઈમારત અનેક ઘટનાની સાક્ષી પૂરે છે.કોલેજના પટાંગણમાં અનેક વૃક્ષો શોભા વધારે છે. પહેલાથી જ પરિવર્તનને સ્વિકારીને ચાલતી આર.કે.સી. એ આજે ૧૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. ખાસતો આર.કે.સી.ના પહેલા પ્રિન્સીપાલ તરીકે હોસ્ટર મેગ્નોટન હતા જેમનું સ્ટેચ્યુ પણ હાલ આર.કે.સી.ના પ્રાંગણમાં જોવા મળે છે.
વર્ષ ૧૮૭૦માં આ કોલેજની સ્થાપના થઈ ઈ.સ.૧૮૬૭માં પોલિટિકલ એજન્ટે બોમ્બે ગર્વમેન્ટ રાજાના પુત્રો એટલે કે રાજકુમારો માટે શિક્ષણ સંસ્થાન બનાવવાની માગં કરી રજૂઆત બાદ ૨૦,૦૦૦ રૂપીયાની ગ્રાંટ ફાળવવામાં આવી આ રકમમાં વધારો કરવા ૩૪ રજવાડાઓએ એકત્રીત થઈ ૧૫,૨૦૦ રૂપીયાનું ફંડ એકત્રીત કર્યું.
પૂરતું ફંડ એકત્રીત થયાબાદ ૨૫મી એપ્રીલ ૧૮૬૮ના દિવસે આ ભવ્ય ઈમારતનો શિલાન્યાસ થયો ત્યારબાદ ૧૮૭૦માં શરૂ થઈ કોલેજ અને આ કોલેજ ને નામ અપાયું ‘કિંગ્સ’ કોલેજ વર્ષ ૧૮૮૬ સુધી પ્રથમ પ્રિન્સીપાલ તરીકે કોલેજને સંભાળી સર ચેસ્ટરે કોલેજની સ્થાપનાબાદ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા હતા જેમાં સાથ આપ્યો તેમના વિવિધ પ્રિન્સીપાલે દરેક પ્રિન્સીપાલને ભુલીતો ન શકાય પરંતુ આજે પણ કોલેજના કંપાઉન્ડમાં પ્રિન્સીપાલ્સના સ્ટેચ્યુ જોવા મળે છે. બે સિંહોની આકૃતિવાળુ આ કોલેજનું ચિહન પણ છે. અસલ રજવાડી દમદાર ચિહન વર્ષ ૧૮૭૦થી આ કોલેજમાં અભ્યાસ કરતા હતા રાજકુમારો, જો કે વર્ષ ૧૯૩૮માં આ સંસ્થાને બનાવવામાં આવી પબ્લીક સ્કુલ જે રીતે કોલેજ અનોખી છે, તેમ આ કોલેજનો ઈતિહાસ પણ અનોખો છે. અહી અભ્યાસ કરી ચૂકેલા રજવાડાઓની કોલેજનો એવો પણ ઈતિહાસ છે કે વર્ષ ૧૯૦૨ તેમજ ૧૯૧૨માં માત્ર એક જ વિદ્યાથીએ પ્રવેશ મેળવ્યો હતો.
આ કોલેજમાં માત્ર સૌરાષ્ટ્રનાજ રાજધરાનાના વિદ્યાર્થીઓ આવતા હતા તેવું ન હતુ પરંતુ અન્ય રાજયનાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવતા હતા. આજે પણ અહી ૫ થી વધુ વિદ્યાર્થીઓ છે તેની ૩ પેઢી અહી અભ્યાસ કરી ચૂકી છે. જેમાં મૂળી, જસદણ અને રાજકોટ, ભાવનગર સ્ટેટનો સમાવેશ થાય છે.
રાજકુમારો ભણવા આવતા હોઈ તેના માટે અલગ અલગ કોટેજ બનાવાતા, રાજકુમારોની સાથે આવનારા નોકરો માટે પણ અહીં કરવામાં આવતી હતી અલાયદા વ્યવસ્થા તખ્તસિંહજી હતા આ કોલેજના પહેલા વિદ્યાર્થી ત્યારબાદ ૭ રજવાડાના પુત્રો સ્ટાફ સાથે રહેવા આવતા અહી કોલેજની ઈમારતતો અડીખમ છે જ પરંતુ અહીના દરેક કલાસરૂમ, ભોજનાલય, હોલ બેઠક ખંડ, કાર્યાલય અને રણજીતસિંહજી સ્વીમીંગ પુલ પણ રજવાડી છે.
રાજકુમાર કોલેજનું અતિ મોંઘેરૂ ધરેણું છે તેમાં આવેલો ભાવસિંહજી ગોહિલ ઐતિહાસીક સેન્ટ્રલ હોલ જેમાં આવેલ છે. બ્રિટીશ અધિકારીઓની અલભ્ય તસ્વીરો અહી વિશ્ર્વયુધ્ધ સમયનાં પુસ્તકો રાજા-મહારાજાના શસ્ત્રો, બંધુક, તલવાર, ભાલાને ઝુમરો દર્શાવે છે તે સમયનાં રાજાશાહીની ઝલક.
એ ગ્રાઉન્ડ જયાં ગાંધીજી પણ ક્રિકેટ રમ્યાં હતા
ભાવનગર સ્ટેટનું રૂડું સંભારણું ભાવસિંહજી હોલ
દરેક સ્ટેટની ઓળખાણ સમી પાઘડીનું પણ મ્યુઝીયમ
મધર ટેરેસાએ પોતાના હાથે રોપેલ વૃક્ષ
શરૂઆતથી જ અભિન્ન અંગ બનેલી લાયબ્રેરી.
રાજકુમાર કોલેજ હજુ પણ ૧૦૦ વર્ષ ‘અડિખમ’ રહેશે
આર.કે.સી. હવે ૧૫૦ વર્ષ આજરોજ પૂર્ણ કર્યા છે. એક સમયે શાળાની શરૂઆત માત્ર રાજા રજવાડા માટે થઈ હતી પરંતુ ત્યારબાદ આ શાળા પબ્લીક સ્કુલ બની હાલમાં દરેક ફિલ્ડમાં આગવી નામના મેળવી રહ્યા છે. ઉપરાંત શાળાનો મુખ્ય ઉદેશ વેલ કોન્ફીડેન્ટ યુવાનો સમાજને આપવાનો છે.
દરબાર સાહેબ-જેતપૂર પ્રેસીડેન્ટ
બ્રીટીશર દ્વારા શાળાની શરૂઆત કરવામાં આવી હતી. ખાસતો જે તે રજવાડાના રાજકુમાર શાળામાં અભ્યાસ માટે આવતા શિક્ષણ બાદ તેઓ પોતાના રાજયને સારી રીતે સંભાળી શકે તે માટે શિક્ષણ આપવમાં આવતું આઝાદી બાદ આર.કે.સી. પબ્લીક સ્કુલ બની ગયું ઉપરાંત શાળાની કમીટી અને સ્ટાફની કામગીરી ખૂબ સારી રહી છે. હાલ હજુ પણ એજ કાર્ય પ્રણાલી શાળા ૧૦૦ વર્ષથી વધારે વર્ષ કાર્યરત રહી શકે.
ઠાકોર સાહેબ-લીમડી
આજરોજ હું ખૂબજ ગર્વ અનુભવું છું કે હું એ શાળાનો પ્રિન્સીપાલ છું કે જે ૧૫૦ વર્ષ જૂની છે મારા ખ્યાલથી આ ભારતની પહેલી એવી શાળા છે કે જે બોર્ડિંગ સાથે શરૂ થઈ હતી આ શાળાએ પહેલુ વિશ્ર્વયુધ્ધ, બિજુ વિશ્ર્વ યુધ્ધ સહિતની પરિસ્થિતિને જોઈ છે. ખાસતો વિશ્ર્વયુધ્ધમાં આર.કે.સીના વિદ્યાર્થીઓએ બંને વિશ્ર્વયુધ્ધમાં વિરગતી પામ્યા છે.
-એસ.એસ. અધિકારી પ્રિન્સીપાલ
સમગ્ર દેશ માટે જે ગૌરવ સમી છે. તે આર.કે.સી.કોલેજે આજે ૧૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. હું પણ આરકેસીયન છું ત્યારે માત્ર છોકરાઓ માટેની જ શાળા હતી ત્યારબાદ શાળામાં છોકરીઓને પણ એડમીશન આપવામાં આવે છે ૨૭ એકરમાં ફેલાયેલ આ કેમ્પસમાં છોકરા, છોકરી માટેની હોસ્ટેલ, કલાસરૂમ, રમત ગમતના ગ્રાઉન્ડ તથા સ્વીમીંગ પુલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
– મહેન્દ્રસિંહ ચૌહાણ સ્પોટર્સ હેડ
હું આર.કે.સી.નો વિદ્યાર્થી છું અને હાલ સિનીયર હાઉસ માસ્ટર તરીકે આર.કે.સી.માં કામગીરી કરી રહ્યો છું આર.કે.સીની ખાસીયત એ છે કે હંમેશા સમય સાથે પરિવર્તનને સ્વિકાર્ય છે. જેથી જ હાલ ૧૫૦ વર્ષે પણ અડિખમ છે. ૨૭ એકરની આ ભૂમિમાં બાળકોને સારામાં સારી સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. હજુ પણ આવતા દિવસોમાં આમ જ શાળા અડિખમ રહે તેવી શુભકામનાઓ.
મિનુ પાલા સીનીયર હાઉસ માસ્ટર
શાળાના પ્રથમ વિદ્યાર્થી તખ્તસિંહજીએ મારા પરદાદા હોવાનું મને ગર્વ છે: વિજયરાજસિંહ ગોહિલ ટ્રસ્ટી
મારા માટે મોટામાં મોટુ ગૌરવ એ છે કે શાળાના પહેલા વિદ્યાર્થી તેમના પર દાદા તખ્તસિંહજી ગોહિલ હતા ૧૫૦ વર્ષમાં કોલેજમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે. શાળા માટે ગર્વની વાત એ છેકે આઝાદી પહેલા રજવાડાઓ અને આઝાદી બાદ ઘણા બધા પબ્લીક ફીંગર પાસ આઉટ થયા છે. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ સારી એજ હાલ વિવિધ ક્ષેત્રે નામના ધરાવે છે હજુ પણ આગામી દિવસોમાં શાળાના વિદ્યાર્થીઓ નામના મેળવે તેવી શુભેચ્છાઓ.
સમયાંતરે બદલાતી આ ટપાલ પેટીમાં ૧૮૭૦થી પત્રવ્યવહાર થતો રહ્યો છે.
૧૯૦૩થી ફિટનેશ માટેની અદ્યતન સુવિધા બહાર આવતા વિદ્યાર્થીઓ માટે સુવિધાસભર હોસ્ટેલ રૂમો