કૃષ્ણ નંદલાલાના વધામણા “જન્માષ્ટમી” કાનુડાના જન્મદીવસ નિમિતે આ વર્ષે પણ રાજકોટના રિયા રોડ રેલ્વે ફાટક પાસે જય દ્વારકાધીશ ગુપ (કીરીટભાઈ મીર) નેજા હેઠળ ધ્વજા રોહણના કાર્યક્રમ, રીક્ષાઓમાં ઝંડી લગાડવાના કાર્યક્રમ, સોસાયટી વિસ્તારો મુખ્ય માર્ગો પર ઝંડી, સ્ટીકર લગાડવાના કાર્યકમ તેમજ રૈયા રોડ કૃષ્ણમય બની જાય એ માટે ગોકુલ મથુરાનું શાનદાર આયોજન છે. આ ઉપરાંત રેલ્વે ફાટક પાસે કૃષ્ણ ભગવાનની મોટી મૂર્તી તેમજ રૈયા રોડ ફાટકની વચ્ચે હીંચકો પણ મૂકવાનું આયોજન છે. જય દ્વારકાધીશ ગુપની અથાગ રાત દીવસની મહેનત તથા પરીશ્રમના કારણે ગત વર્ષ 2016માં લતા સુશોભનમાં સમગ્ર રાજકોટમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો.
આ વર્ષે અનેરા આર્કષણના ભાગરૂપે ફાટફ વચ્ચે હીંચકો, કાનુડાનો જન્મ જેલમાં, તાળા તુટતા હોય તેવું દૃશ્ય, બકાસુરનો વધ, હાથીનો વધ, મામા કંસનો વધ, 4-5 ગોવાળીયા, બલરામ સુદામા, રાધા વગેરેનાં તાદૃશ્ય મૂર્તીઓ, શિવલીંગ મૂર્તિ દ્રશ્ય, રાધા-કૃષ્ણની ઝુંપડી, ગોકુલ મથુરાનું સુશોભન તેમજ જન્માષ્ટમીની રાત્રે મટકી ફોડનો કાર્યકમ ભવ્યાતિભવ્ય રીતે પણ કરવામાં આવશે. ભગવાન કૃષ્ણનાં અલગ અલગ સ્વરૂપોને જીવંત સ્વરૂપ આપવાના ભાગરૂપે કૃષ્ણ ભગવાના અલગ અલગ સ્વરૂપોને રાખી એક અલગ જ પ્રકારના લતા સુશોભન કાર્યક્રમનું કરવાનું આયોજન છે.
જન્માષ્ટમીની ઉજવણીમાં રૈયા રોડ રેલ્વે ફાટક પાસે લતાસુશોભન કાર્યકમ તથા ઝંડી લગાડવાના કાર્યકમો, તોરણો લગાડવાના કાર્યક્રમો તેમજ નંદલાલા અને કૃષ્ણ ભગવાનનાં સોહામણા ગીતોની ઝોરદાર રમઝટ ચાલુ રહે છે. આ સર્વે કાર્યક્રમને હજારો ભાવીકો તથા દર્શનાર્થીઓ દવારા દર વર્ષે વધાવવામાં આવે છે. આ દરેક કાર્યક્રમના આયોજન માટે જય દ્વારકાધીશ ગૃ5 તથા તેના ગ્રુપના સર્વે સભ્યોની મહેનત જ લાજવાબદાર બની રહે છે.