ઈન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ – એશિયા પેસિફિક વુમન કમિટીના બન્યાં વાઈસ ચેરપર્સન ભારતીય પ્રીતિ પટેલ
ઈન્ટરનેશનલ કોઓપરેટીવ એલાયન્સના એશિયા-પેસિફિક પ્રદેશમાં સહકારી સંસ્થાઓમાં મહિલાઓની નજીવી દૃશ્યતા અંગે ચિંતાને કારણે વર્ષ 1998માં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે ઈન્ટરનેશનલ કોઓપરેટીવ એલાયન્સ – એશિયા પેસિફિકમાં વુમન કમિટીની રચના કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ કોઓપરેટીવ એલાયન્સ – એશિયા પેસિફિકની વુમન કમિટીના વાઈસ-ચેરમેનશિપ માટેની ચૂંટણીમાં ભારતીય સહકારી ડેસ્કના ભારતીય ઉમેદવાર પ્રીતિ પટેલને ઈન્ટરનેશનલ કોઓપરેટીવ એલાયન્સ – એશિયા પેસિફિકની વુમન કમિટીના નવા વાઇસ ચેરપર્સન તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
આ ચૂંટણીમાં વિવિધ દેશો જેવા કે ભારત, નેપાળ, શ્રીલંકા, ફિલિપાઈન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, માલદીવ, પેલેસ્ટાઈન, સિંગાપોર સહિતના દેશોનું પ્રતિનિધિત્વ કરતા 28 મતદારો હતા જેમાં પ્રીતિ પટેલે ચૂંટણીમાં 20 મતોથી જંગી બહુમતી મેળવીને જીત મેળવી વિશ્વ અને ભારતીય મહિલાઓને ગર્વાંન્વિત કર્યા હતા, પ્રીતિ પટેલએ આ તકે જણાવ્યું હતું કે, પરંપરાગત રીતે સહકારી, હસ્તકલા, કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓના ક્ષેત્રોમાં મહિલાઓ આર્થિક યોગદાન આપતી હોય છે અને ઉચ્ચ સ્તરના વિકાસને સાકાર કરવા માટે એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવી જરૂરી છે.