માત્ર ૮ મહિનાથી પ્રેકટીસ કરતા ધૈવતે ટુંકાગાળામાં મેળવી સિઘ્ધિ: આગામી સમયમાં ઇન્ટરનેશનલ લેવલે ઝળકવાનું સ્વપ્ન: ચોમેરથી અભિનંદનની વર્ષા: ધૈવત સાથે તેના પરિવારજનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રાજકોટના ધૈવત મનસુખભાઇ જોગીયાએ રાઇફલ શુટીંગમાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. ધો.૧૧માં ભણતા ધૈવતે નાની ઉમરમાં મોટી સિઘ્ધિ મેળવતા માતા-પિતા સહીત પરિવારજનો ગૌરવની લાગણી અનુભવે છે. શ્રેષ્ઠ સિઘ્ધી હાંસલ કરવા બદલ ગોલ્ડ મેડાલીસ્ટ ધૈવત જોગીયા, તેના પીતા મનસુખભાઇ જોગીયા, તથા તેના પરિવારજનોએ અબતક ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
અબતક સાથેની વાતચીત દરમ્યાન ધૈવતે જણાવ્યું હતું કે એકલવ્ય સ્પોર્ટસ શુટીંગ એકેડમી જયપુર દ્વારા યોજાયેલી ઓલ ઇન્ડિયા અંડર-૧૯ નેશનલ રાઇફલ શુટીંગ જયપુર (રાજસ્થાન) ખાતે મેં ગોલ્ડ મેડલ (પ્રથમ સ્થાન) મેળવ્યું છે.
આ સ્પર્ધામાં ભારતભરના સ્પર્ધકો આવ્યા હતા. જયાં ૧પમી, ર૦મી વગેરેની રાઇફલ શુટીંગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મે ૧૦ મીટર રાઇફલ શુટીંગમાં ભાગ લઇ જબરજસ્ત સિઘ્ધિ મેળવી છે. અંડર-૧૯ માં ગોલ્ડ મેડલ મેળી પરીવારનું નામ રોશન કર્યુ છે.ધૈવતે સૌભવ ચૌધરી સહીત બે દિગ્ગજ શુટર્સ પાસેથી પ્રેરણા લઇ રાઇફલ શુટીંગમાં કારકીદી વધારી છે. આગામી દિવસોમાં તેનું ઇન્ટશનેશનલ લેવલે ભાગ લઇ સિઘ્ધી હાંસલ કરવાનું સ્વપ્ન છે.
ધૈવત છેલ્લા ૮ મહીનાથી રાઇફલ શુટીંગની પ્રેકટીસ કરી રહ્યો છે. અગાઉ પ્રેકટીસના બે મહિના બાદ તેણે ખેલ મહાકુંભમાં પણ ભાગ લીધો હતો. હાલ તેઓ નીમેશ ભાલોડીયા પાસેથી ટ્રેનીંગ લેતા હોવાનું જણાવ્યું હતું. આ સિઘ્ધી બદલ તેમને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.