સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે રહેનાર પ્રસન્ન ત્રિવેદી ઓલ ઇન્ડિયા 73માં રેન્ક પર
મેડિકલ પ્રવેશમાં ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થીઓ દ્વારા જે નીટ પરીક્ષા આપવામાં આવી હતી તેનું પરિણામ આજરોજ જાહેર થયું છે જેમાં સૌરાષ્ટ્રમાં પ્રીમિયર સ્કૂલ અવલક્રમે આવી છે અને પ્રથમ રેન્ક ધરાવનાર પ્રસન્ન ત્રિવેદી ઓલ ઇન્ડિયા 73મો રેન્ક હાંસલ કર્યો છે અને સૌરાષ્ટ્રની સાથે પ્રીમિયર સ્કૂલનું પણ ગૌરવ વધાર્યું છે. સંચાલકોનું માનવું છે કે કોરોનાના કપરા સમયમાં જ્યારે ઓફલાઈન શિક્ષણ બંધ હતું તે સમયે ઓનલાઈન મારફતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો પરંતુ પ્રશ્ન એ હતો કે તેમના દ્વારા જે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય છે કે કેમ તેઓને કોઈ તકલીફ કે સમસ્યા તો નથી રહેતી ને ? તમામ પ્રશ્નો ઉપર પ્રીમિયર સ્કૂલના વિદ્યાર્થીઓએ પૂર્ણવિરામ મૂકી દીધો છે અને નીટ 2022માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રીમિયર સ્કૂલનું પ્રીમિયમ લાવવા માટે અથાગ મહેનત અને પરિશ્રમ કર્યો છે.
સારા રિઝલ્ટ ની ઝંખના સાથે પ્રીમિયર સ્કૂલે તેમના વિદ્યાર્થીઓ માટે મોટીવેશન ,ડાઉટ સોલ્વીંગ અને સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું અને એક યોગ્ય વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ યોગ્ય રીતે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે અને પોતાનું સારું એવું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પરિણામ લાવી શકે. નીટ 2022 પરીક્ષામાં પ્રીમિયર સ્કૂલના 16 વિદ્યાર્થીઓને 650 થી વધુ ગુણ આવ્યા છે જ્યારે 27 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને 600 ગુણ મળ્યા છે. 680 થી વધુ ગુણ મેળવનાર છ વિદ્યાર્થીઓએ પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી શાળાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
નીટ નું પરિણામ ખૂબ જ સારું આવતા વિદ્યાર્થીઓમાં એક અલગ જ હર્ષ અને ઉલ્લાસની લાગણી જોવા મળી હતી અને સારા સંચાલકોએ તેમના આ ઉત્સાહને બિરદાવી સારું એવું સેલિબ્રેશન પણ કર્યું હતું. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે નેટ પરીક્ષાને પાસ કરવી કપરી છે પરંતુ જો યોગ્ય ટાઈમ ટેબલ બનાવવામાં આવે તો આ પરિણામ ખૂબ સરળતાથી અને સહજતાથી મેળવી શકાય છે.
નીટ પરીક્ષા ટેસ્ટ મેચ જેવી છે, જે સાચી મહેનત માંગી લ્યે છે: પ્રસન્ન ત્રિવેદી
નીટ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા 73 મો રેન્ક મેળવનાર પ્રસન્ન ત્રિવેદીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નિટ પરીક્ષા ટેસ્ટ મેચ જેવી છે જેમાં જો સાચી અને યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો સારું એવું પરિણામ મેળવી શકાય છે. તેઓએ જણાવ્યું હતું કે તે મેડિકલ ક્ષેત્રે રસ ધરાવતા હોવાથી આવનારા સમયમાં એવી દવાની સંશોધન કરવા માંગે છે કે જે ભારત દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય. સફળતા મળ્યા બાદ પ્રસન્ન ત્રિવેદીએ સંપૂર્ણ શ્રેય તેમના પરિવાર અને તેમના શિક્ષકોને આપ્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે ઓનલાઇન શિક્ષણ મારફતે અભ્યાસ થતો તે સમયે પણ કોઈ પણ સમય શિક્ષકોએ વિના વિલંબે તેમને તમામ જરૂરી માહિતી પૂરી પાડી છે. જણાવ્યું હતું કે તેમના જે જુનિયર આવનારા દિવસોમાં જે પરીક્ષા આપવાના છે તેમને યોગ્ય અભ્યાસ કરવો અને યોગ્ય પ્લાનિંગ કરવું એટલું જ જરૂરી છે જે કર્યા બાદ તેઓને ધારી સફળતા હાંસલ થશે.
કોવિડમાં ઓનલાઈન અભ્યાસ થતા વિદ્યાર્થીઓ માટે નીટ 2022 ચેલેન્જીંગ હતું, છતાં ઉત્કૃષ્ટ પ્રદર્શન: મનન જોષી
પ્રીમિયર સ્કૂલના સંચાલક મનનભાઈ જોશીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોવિડ કાળમાં ઓનલાઈન અભ્યાસ જે રીતે વિદ્યાર્થીઓને કરવામાં આવતો હતો ત્યારે તેના માટે નીટ 2022 પરીક્ષા અત્યંત ચેલેન્જ ભરી હતી. પરંતુ વિદ્યાર્થીઓની ધગશ અને વાલીઓનો વિશ્વાસ ખૂબ જ ઉપયોગી સાબિત થયો. નહીં શાળાના શિક્ષકો કે જે સંચાલકો પણ છે તેઓએ પણ તેમનું સંપૂર્ણ જ્ઞાન વિદ્યાર્થીઓની સફળતા પાછળ અર્પણ કર્યું હતું. આજે જે શાળાનું રીઝલ્ટ આવ્યું છે તે ખૂબ જ આવકારદાયક છે અને આવનારા સમયમાં પણ હવે સમગ્ર ભારતમાં ટોપ 50 માં પ્રીમિયર સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે તેઓને તૈયાર કરવામાં આવશે.