પ્રીત કામાણી , તમે એને કરણ જોહરના સ્ટાર પલ્સ ઉપર પ્રસારિત થયેલ ઇન્ટરનેશનલ શો “દિલ હિન્દુસ્તાની સીઝન-૧ માં અને એ.આર.રેહમાન સાથે યુ ટ્યુબ ઉપર પ્રથમ શો “એરાઈવ્ડને હોસ્ટ કરતો જોયો હશે ઉપરાંત ફક્ત ૨૪ વર્ષનો આપણો ગુજરાતી યુવાન પ્રીતને તમે રોજ-બરોજ અનેક એડ ફિલ્મોમાં જોતા જ હશો તેમાં ખાસ કરીને મોસ્ટ ફેવરિટ બ્રાન્ડ કેડબરી, વોડાફોન, સેન્ટર ફેશ, મેગી હીરો સ્કૂટર, એપલ આઈ ફોન, સેમસંગ, મારુતિ અલ્ટો જેવી આશરે ૧૨૫થી પણ વધારે એડ ફિલ્મોમાં છેલ્લા ૧૪ વર્ષથી મુખ્ય ભૂમિકા કરતો આવ્યો છે.
આ પ્રીત એક મીસ્ટ પ્રોમિસિંગ એક્ટર છે, ખુબ સારો એન્ટરટેઈનર પણ છે અને મોટીવેટર પણ છે, એમના વિષે થોડું વધારે જાણી એ હાલમાં હિન્દુસ્તાનનું સૌથી જૂનું અને મોટું પ્રોડકશન હાઉસ રાજશ્રી પિક્યર્સ કે જે સુરજ બરજાત્યાનાના નેજા હેઠળ ચાલતું અને ૫૮મી ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યું છે, રાજશ્રી પિકચર્સ દ્વારા ફરી એક વખત એટલે કે પ્રેમ રતન ધન પાયો ના ૩ વર્ષ પછી ફેન્ડ્સને અનુરૂપ ફિલ્મ બનાવી છે જેમાં ૪ નવા કલાકારોને તક આપી છે અને પ્રીત આ ફિલ્મથી બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવા જઈ રહ્યો છે.
ફિલ્મ નું નામ છે “હમ ચાર… પ્રીતની જન્મભૂમિ રાજકોટ છે અને કર્મભૂમિ મુંબઈ છે, તેમને ટાટા સ્કાયની કાશ્મીરી લવ સ્ટોરી વાળી એડ યાદ જ હશે જે ૧૩ ભાગમો બની હતી અને લોકોને એ બહુ પસંદ પડી હતી આ એ જ પ્રીત છે જે ભારતના અન્ય એક મોટા બેનર યશરાજ ફિસની પ્રખ્યાત કાસ્ટિંગ ડાયરેક્ટર શાનું શર્માના ધ્યાનમાં આવી ગયો અને એનું ડાન્સ, એકટિંગ અને અન્ય સ્કીલનો ટેસ્ટ લઈને શાનૂની સ્માર્ટ આંખે પારખી લીધી અને એક સાથે ૩ ફિલ્મનો કોન્ટ્રાકટ સાઈન કરાવી લીધી સાથે સાથે પ્રીતનું ટેલેન્ટ મેનેજમેન્ટ સાંભળવાની જવાબદારી પણ થશરાજ ફિસે ઉપાડી છે. આ સમય દરમ્યાન પ્રીતનું બેન્ડ “જમ્બો જટ્ટસ પણ “યુ ટ્યુબ ઉપર જમાવટ લઇ રહ્યું હતું અને યુવા લોકોને ખુબ પસંદ આવ્યું.
ફિલ્મ હમ ચાર વિષે જોઇએ તો રાજશ્રી હંમેશા એકદમ સ્વચ્છ અને પારિવારિક ફિલ્મો બનાવવા માટે જાણીતું નામ છે. છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડીયા ઉપર અને ટેલીવીઝન અને સિનેમા ઘરોમાં આ ફિલ્મનું ટ્રેઇલર અને ગીતો સાંભળવા મળી રહ્યા છે. ત્યારે આ ફિલ્મમાં કુલ ૪ નવા ચહેરા લોન્ચ થઇ રહ્યા છે.
ઓલિયા, તુમ ઐસી કયો હો, મનમીત મેરે જેવા દમદાર ગીતો લોકોના હ્રદયમાં અંકિત થઇ ચુકયા છે. આતીફ અસ્લમ અને મોહિત ચૌહાણ જેવા પ્રખ્યાત ગાયકોએ પોતાની ગાયકી આપીને ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા છે. આ ફિલ્મ સ્ટુડન્ટ લવ સ્ટોરી પણ ડેડીકેટેડ લવ બતાડવામાં આવ્યો છે અને ફિલ્મનું નેરેશન પણ પ્રીત કામાણી ના અવાજમાં આવ્યું છે. જુના મિત્રો તાજા થાય અને નવા મિત્રોની અહેમિયત વિષે પ્રકાશ આ ફિલ્મ જોવી જ પડશે.
આપણા આ ગુજરાતી અને બહુમુખી પ્રતિભા ધરાવતા યુવાનની મુવી હમ ચાર પરિવાર અને મિત્રો સાથે જોવા જવા અનુરોધ કરાયો છે. ભવિષ્યમાં ખુબ સારી નામના અને સ્ટારકમ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા મળી રહીછે.