નિકટના મિત્રો, પક્ષના કાર્યકરો અનુભવી આગેવાનો કોંગ્રેસી ઉમેદવારનો સાથ છોડી ગયા છે: એકલા અટૂલા ઈન્દ્રનીલ રઘવાયા થયા
મ્યુ. કોર્પોરેશનમાં શાસન વખતે પણ પોતાના મેયરને સખેી રાજ કરવા નહોતું દીધું તેવા ઈર્ષાળુ રાજકોટનું શું ભલું કરી શકશે: નરેન્દ્રસિંહ ઠાકુર
રાજકોટ પશ્ચિમ પરથી ચૂંટણી લડવાનો આદેશ આપીને કોંગ્રેસ પક્ષે જેનું રાજકીય ભાવિ ખતમ કરી નાખ્યું છે એવા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાવ એકલા પડી ગયા છે. રસ્તા અને ચોકમાં લાગેલા એમના હોર્ડીંગ અને વાસ્તવિક સ્થિતિમાં ઘણો તફાવત છે. ભલે એ ડંફાસ મારે પણ હકીકત તો એ છે કે, કોંગ્રેસ પક્ષના લોકો અને કાર્યકરો પણ એમની સાથે નથી તો રાજકોટના મતદાર અને લોકો ક્યાંથી સાથ આપવાના? તેવો સવાલ રાજકોટ મહાનગર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ કર્યો છે.
ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી છે, કોર્પોરેશનમાં અને એ પછી એમણે અનેક રીતે રાજકોટની સેવા કરી છે. રાજકોટની જનતા માટે, મતદારો માટે આનો કોઈ વિકલ્પ હોય જ નહિ. વિજયભાઈ રૂપાણી ચૂંટણી લડતા હોય તો કોઈ પણ ઉમેદવાર માટે પ્રજા વિચાર પણ ન કરે અને એમાંય આ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ માટે તો નહીં જ. તેવો કટાક્ષ નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ નરેન્દ્રસિંહ ઠાકુરે કર્યો.
ફક્ત પૈસાના જોરે, સંપત્તિના મદમાં ઇલેક્શન લડી રહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ કદાચ એ નથી જાણતાં કે ફક્ત નોટોથી ચૂંટણી ન જીતાય એના માટે કાર્યકરોના દિલમાં સ્થાન હોવું જોઈએ. ઇન્દ્રનીલ રાજ્યગુરુ અત્યારે સાવ એકલા છે. કોંગ્રેસનાં અગ્રણીઓ હેમાંગ વસાવડા, પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, પૂર્વ સાંસદ કુંવરજી બાવળીયા, જીતુ ભટ્ટ આમાંનું કોઈ એમની સાથે નથી. સતત અપમાન સહન કરતાં રહેલા આ તમામ આગેવાનો અત્યારે ઇન્દ્રનીલથી છેડો ફાડી ગયા છે. પાયાના કાર્યકરો કે મંચ શોભાવી શકે એવા કોઈ આગેવાનો એમની સાથે નથી. પ્રદેશ કોંગ્રેસ પણ એમનાથી ભારોભાર નારાજ છે. તેમ મીરાણી અને ઠાકુરે કહ્યું હતું.
રાજયગુરૂના સાીદારોતો તેમનો સાથ છોડી ગયા છે ૫ણ તેમના ઝઘડાળું સ્વભાવી ત્રસ્ત થઇને કાર્યકરો ૫ણ આઘાપાછા થઇ જાય છે એટલે જ માત્ર પૈસાના જોરે ૫ગારદાર ભાડુતી, રોજમદારોને ખાડે ગયેલી ટોળકીને સહારે ચૂંટણી મેદાનમાં વિજયભાઇ જેવા દિગ્જજ અને સર્વ પ્રિય મહારી સામે ૫ડયા છે. વિજયભાઇનો વિરાટ વિજય નિશ્ચિત છે. રાકજોટ ફરી એકવાર ગુજરાતને મુખ્યમંત્રી તરીકે ચૂંટશે તેમાં કોઇ શંકા નથી.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ હંમેશા પોતાના પક્ષમાં પણ ઝગડા કરવા માટે જાણીતા છે. રાજકોટ મહાનગર પાલિકામાં પણ કોંગ્રેસનાં શાસનમાં એમના જ મેયર અને મોવડીઓ સામે બળવા કરી, કરાવીને ઇન્દ્રનીલે કોર્પોરેશન સરખું ચાલવા નહોતું દીધું. કોંગ્રેસના રોજના કકળાટમાં પ્રજાના કામો અટકી પડ્યાં હતાં. રાજકોટની વિકાસ યાત્રા અટકી પડી હતી એમાં પણ ઇન્દ્રનીલની રાજકીય મહત્વકાંક્ષા જવાબદાર હતી.
સનિક કાર્યકરોના વિરોધ છતાં પ્રદેશમાં સેટિંગ કરીને એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યાં હતાં અને ૬ મહિનામાં ઘરભેગા ઈ ગયા હતાં. આ ઇન્દ્રનીલની સો અત્યારે પણ કોંગ્રેસનાં કાર્યકરો ની. પગારદાર કર્મચારીઓ છે. ઉદ્વત વર્તનને લીધે કોઈ એમના માટે પ્રચાર પણ કરતુ ની. પોતાના પક્ષના કાર્યકરો પણ જેમની સાથે ન હોય એને મતદારો કેમ પસંદ કરે? રાજકોટ પશ્ચિમના મતદારોએ નક્કી કર્યું છે, ફરી એક વાર અહીંથી ગુજરાતને મુખ્યમંત્રી આપવાના છે. વિજયભાઈ અહીંથી ફરી મુખ્યમંત્રી બનશે અને પહેલી વાર ધારાસભ્ય બનેલા ઇન્દ્રનીલભાઈ ૧૮મી ડિસેમ્બર પછી ધારાસભ્ય પણ નહીં રહે.