શહેરના સદર બજારમાં આવેલી પાર્કઇન હોટલના સેક્સ રેકેટમાં પોલીસે રૂપલાલનાઓના દલાલ મૂળ કેશોદના શખ્સને ઝડપી પાડ્યો હતો. તો સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીએ ભોગ બનનારની ઉમર લગ્ન જેટલી ન હોવાથી હોટલમાં ગોંધી રાખી હોવાનું સામે આવ્યું હતું. આરોપી સગીરાને હિટલમાં રાખવા માટે હર મહિને રૂ.27,000 ભાડું ચૂકવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
સદર બજાર નજીક આવેલી હોટલ પાર્ક ઈનમાંથી ઝડપાયેલા બહુચર્ચિત સેક્સ રેકેટમાં ધરપકડ કરાયેલા રૂપલલનાઓનો દલાલ મૂળ કેશોદનો પ્રભુદાસ ઉર્ફે દાસ ચંદુલાલ ઠક્કર હોવાનું ખૂલ્યું છે. હાલ રાજકોટના ગોંડલ રોડ પર રહેતા પ્રભુદાસ ઉર્ફે દાસ ચંદુલાલ કક્કરની મહિલા પોલીસે ધરપકડ કરી છે. હોટલ પાર્ક ઈનમાં ગોંધી રખાયેલી અને હવસનો શિકાર બનાવાયેલી સગીરાના કેસમાં મુખ્ય આરોપી મૂળ યુ.પી.નો સંતોષ કુશવાહને પ્રભુદાસે મદદ કરી હતી, આથી મહિલા પોલીસે પ્રભુદાસની ધરપકડ કરી છે.
સંતોષે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવા માગતો હતો, પરંતુ સગીરાને 18 વર્ષમાં બે-ત્રણ મહિના બાકી હોવાથી હોટલમાં ગોંધી રાખી હતી. સંતોષ મહિને હોટલનું રૂ.27 હજાર ભાડું ચૂકવતો હતો.આ અંગેની પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપી પ્રભુદાસની આ ભૂમિકા ધ્યાનમાં લઈ મદદગારીના ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી સંતોષ અવારનવાર હોટલ પાર્ક ઈનમાં રૂપલલનાઓ પાસે જતો હતો, જેથી તે દલાલ પ્રભુદાસના સંપર્કમાં આવ્યો હતો.ત્યારે આખરે સંતોષે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોટલ પાર્કઇનમાં રૂમ રાખી ગોંધી રાખી હતી. જેના માટે કારખાનેદાર સંતોષ હોટલમાં રૂ.27,000 પ્રતિ માસ ભાડું ચૂકવતો હોવાનું પણ સામે આવ્યું હતું.