ગુજરાતમાં સ્કોચ એવોર્ડ મેળવનાર પદ્મકુંવરબા સૌ પ્રથમ હોસ્પિટલ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાહેર આરોગ્ય સુવિધાઓ માટે ગુણવત્તા સભર સેવાઓ મળી રહે તે માટેની માર્ગદર્શીકાઓ અલગથી જારી કરેલ છે જે અંતર્ગત જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓને સ્વરછતા, આરોગ્યપ્રદ વાતાવરણ અને ચેપ નિયંત્રણની ઉચ્ચકક્ષા હાંસલ કરે તેમને સુવિધાઓના માપદંડના આધારે એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
ગત જુલાઈ તા. 21 થી 23 દરમ્યાન પદ્મકુંવરબા જનરલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય કક્ષાનું નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું એસેસમેન્ટ દિલ્હી NHSRCના એસેસર્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલ ખાતે કુલ 15 વિભાગો ખાતે નેશનલની ટીમ દ્વારા સતત 03 દિવસ સુધી એસેસમેન્ટ કરેલું હતું જેમાં 10% ના ગુણાંક સાથે પદ્મકુંવરબા જનરલ હોસ્પિટલને બીજીવાર નેશનલ લેવલએ OAS અને LAQSHYA પ્રમાણિત કરવામાં આવી છે. જે હોસ્પિટલના દરેક સ્ટાફની કર્તવ્ય નિષ્ઠા તથા સહયોગ નું પરિણામ છે. જે ભવિષ્યમાં પણ આ પ્રકારની સ્વરછતા તથા ગુણવતા સભર સેવા આપવા માટે સમગ્ર પદ્મકુંવરબા હોસ્પિટલની ટીમ હર હંમેશ તત્પર તથા કટિબંધ છે.
ઉપરાંત પદ્મકુંવરબા હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે મેટરનલ હેલ્થમાં ક્વોલિટી સર્વિસ આપવા માટે અતિપ્રતિષ્ઠિત KOCH AWARD એનાયત થયેલ છે. જે સમગ્ર હેલ્થ ડીપાર્ટમેન્ટ રાજકોટ જિલ્લા અને પદ્મકુંવરબા હોસ્પિટલની ટીમ માટે અત્યંત ગૌરવની બાબત છે. આ વિષય સેવા અન્વયે સમગ્ર ગુજરાતમાં જઊંઘઈઇં અઠઅછઉ મેળવનાર પદ્મકુંવરબા હોસ્પિટલ સૌપ્રથમ હોસ્પિટલ છે.