ધોરણ ૧૨ સાયન્સ sos નું ૯૦.૬૭% પરિણામ: અ૧ માં SOS સ્કૂલના ૨ સિતરાઓ ચમક્યા
દર વર્ષની જેમ SOSસ્કૂલે ધો.૧૨ ના પરિણામમાં સફળતાનો ડંકો વગાડીને રાજ્યભરમાં સફળતાનાં શિખરો સિદ્ધ કર્યા છે. ધો.૧૨ સાયન્સના પરિણામમાં SOSના વિદ્યાર્થીઓએ હર વખતની જેમ આ વખતે પણ સફળતાની હારમાળા સર્જી છે અને ઝળહળતું પરિણામ મેળવ્યું છે ધો.૧૨ સાયન્સનું સમગ્ર ગુજરાતનું ૭૨.૯૯% પરિણામ છે જ્યારે SOSસ્કૂલનું ૯૦.૬૭% જેટલું ઝળહળતું પરિણામ આવ્યું છે
સમગ્ર રાજકોટ જિલ્લામાં ઓવર ઓલ ઓવર-૧ ગ્રેડ મેળવતાં કુલ સાત વિદ્યાર્થીઓમાંથી એસઓએસના બે વિધાર્થીઓ છે. બોર્ડમાં પટેલ ઉત્સવ ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડમાં દ્રિતિય સ્થાને તથા પટેલ ભૂમિ ૯૯.૯૫ પીંઆર સાથે બોર્ડમાં પાંચમા સ્થાને જપારે કરંગીયા મિત્તલ અને ર્ગાજીપા રાહુલ ૯૯.૮૯ પીંઆર સાથે બન્ને વિદ્યાર્થીઓએ બોર્ડમાં અગીપારમું સ્થાન પાસ કરી શાળા, માતા-પિતા તથા કુટુંબનું નામ રોશન કરેલ છે.
ઉપરાંત ૯૯થી વધુ PRમેળવનારા ૨૧ વિદ્યાર્થીઓ, ૯૮થી વધુ PRમેળવનારા ૩૭ વિદ્યાર્થીઓ, ૯૫થી વધુ PRમેળવનારા ૮૬ વિદ્યાર્થીઓ, ૯૦થી વધુ PRમેળવનારા ૧૨૨ વિદ્યાર્થીઓ અને ૮૦થી વધુ PRમેળવનારા ૨૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તદુપરાંત ગુજકેટમાં ૯૫થી વધુ PRમેળવનારા ૫૫ વિદ્યાર્થીઓ અને ૯૦થી વધુ PR મેળવનારા ૧૦૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને રાજ્યભરમાં ધમાકેદાર દેખાવ કર્યો છે.
આઇ આઇ સી ટી, વી આઈ ટી, એસ આર એમ, નિરમા, પીડીપીયૂ જેવી અનેક નામાંકિત કોલેજોમાં એસઓએસના વિદ્યાર્થીઓ એડમિશન મેળવી ચૂકેલ છે. આ વર્ષે જેઈઈ-એડવાન્સ માટે કુલ ૬૦ વિદ્યાર્થીઓ કવોલીફાઇડ થયેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com