મોબાઇલમાં બિભત્સફોટા પાડી બ્લેક મેઇલીંગ કરતા બે શખ્સોએ રૂ.૧૮ લાખ પડાવ્યાનાઆક્ષેપ: બંને શખ્સોને શોધખોળરાજકોટ
ત્યકતાના પૈસે મોજમજા કર્યા બાદ તરછોડી દેનાર પ્રેમીના મિત્રે નશીલી સિગારેટ, દારુ પીવડાવી દુષ્કર્મ આચર્યાનું અને તેણે દુષ્કર્મ આચરતી વેળાએ મોબાઇલ દ્વારા પાડેલા ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી વારંવાર શારીરિક શોષણ કર્યાની ત્યકતાએ મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
મોરબીના વિજય રાજેશ વિઠ્ઠલાણી સાથે લવ મેરેજ કર્યા બાદ છુટાછેડા દઈ જામનગર રોડપર નાગેશ્વર વિસ્તારમાં રહેવા આવેલી હેતલબેન ઉમરાણીયા નામની ૩૨ વર્ષની લુહાર ત્યકતાદિલીપ ઉર્ફે ડી.કે. સામજી દેસાઈના પરિચયમાં આવી હતી. બને વચ્ચે પ્રેમ સંબંધબંધાયા બાદ પતી પત્નીની જેમ રહેતા હતા. હેતલ ઉમરાણીયાએ પતીનેછુટા છેડા દીધા ત્યારે રૂ. ૧૮ લાખ દીલીપ ઉર્ફે ડી.કે. પાછળ ખર્ચી નાખ્યાનો ફરીયાદમાં આક્ષેપ કરાયો છે.
ફરીયાદ મુજબ ભોગ બનનાર મહીલાના એક વર્ષ પહેલા છુટાછેડા થયા હતા. બાદમાં તે સંતાન સાથેરહેતી હતી. આ સમયે મિત્ર થકી કોઠારીયા રોડ, રામપાર્ક સોસાયટી ર માં રહેતા પરિણીત દીલીપ ઉર્ફે ડી.કે. શામજી દેસાઇ સાથે ઓળખાણ થઇ હતી. જે ઓળખાણ પ્રેમમાં પરિણમી હતી.
બાદમાં પરિણીત દીલીપે લગ્નની લાલચ આપી અવાર નવાર જુદા જુદા સ્થળોએ લઇ જઇ શારીરીક સંબંધો બાંઘ્યા હતા. બન્ને વચ્ચે ગાઢ સંબંધો બંધાયા બાદ લગ્નની વિધીકરી હતી.
ત્યારબાદ ત્યકતાને તેના છુટાછેડા સમયે પહેલા પતિ દ્વારા મળેલા રૂ ૧૮ લાખથી દીલીપ મોજમજા કરતો હતો. દરમિયાન દિલીપ નવાથોરાળાના રામનગર-૪ માં રહેતા મિત્ર ચેતન લાખા ભરવાડને ઘરે અવાર નવાર બોલાવી દારુની પાર્ટી કરતો હતો જેને કારણે ચેતન સાથે ઓળખાણ થઇ હતી.
દરમિયાન દીલીપના મોબાઇલમાં અન્ય યુવતિ અને મહિલાઓના ફોટા તેમજ નંબર જોવા મળતા બન્નેવચ્ચે માથાકુટ થતી હતી. જેને કારણે દિલીપ ત્યકતાને માર મારતો હતો. સાથે સાથે દિલીપ બળજબરીથીઘરમાં ઘુસી હવસ સંતોષતો હતો. ત્યારબાદ દીલીપે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. પરંતુ તેની પાસે હતાતે બધા રૂપીયા તે ઉડાવી દીધાનુંત્યકતાએ કહેતા દીલીપ માથાકુટ કરી તરછોડી જતો રહ્યો હતો. આ સમયે દીલીપનો મિત્રચેતનની ઘરે અવર જવર વધીગઇ હતી. અને એક વખત નશીલી સિગારેટ, દારુ પીવડાવી બળજબરીથીદુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં તે સમયે ચેતને તેના મોબાઇલ માં પાડેલા ફોટાવાઇરલ કરી દેવાની ધમકી આપી વારંવાર બળજબરીથી શારીરીક સંબધ બાધતો હોવાનું ફરીયાદમાંજણાવ્યું છે.
બનાવ અંગે મહીલા પોલીસ મથકના પીએસઆઇ એમ.ડી. વિઠ્ઠલાપરાએ તપાસ શરુ કરી બન્ને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.