શહેરના મુખ્ય માર્ગો પર સ્વયંભુ રામનાથ મહાદેવની ભવ્ય વર્ણાંગી નીકળી
રાજકોટ આજી નદીના કાંઠે બિરાજતા સ્વયંભુ રામનાથ મહાદેવનો અનેરો મહીમા છે. શહેરની મઘ્યમાંથી નિકળતી આજીનદીના કાંઠે સ્વયંભુ રામનાથ મહાદેવનું મંદીર આવેલું છે. જેના પર રાજકોટના શહેરજનો અનેરો વિશ્ર્વાસ અને શ્રઘ્ધા ધરાવે છે. શ્રાવણ માસમાં તો રોજ વહેલી સોમવારે તો આજી નદીના કાંઠે આવેલ મંદીર ખાતે ભકતોનો મહાસાગર ઘુઘવાય છે.ત્યારે આજરોજ શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભકિતને બદલે ખુદ સ્વયંભુ રામનાથ મહાદેવ ભકતોને દર્શન દેવા શહેરના રાજમાર્ગો પર નિકળ્યા હતા. ત્યારે જેમ રાજકોટના નાથ નગરવાસીઓના આંગણે આવ્યા હોય તેમ શહેરીજનો રાજમાર્ગો પર દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. આજરોજ રામનાથ મહાદેવ ૯૪મી વર્ણાગી શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને યુવાનો દ્વારા ચા-પાણી કોલ્ડ્રીકસ, ફરાળ, આઇસ્ક્રીમ સહીતની પ્રસાદી વડે માર્ગો રહેલા ભકતોને તૃપ્ત કરી પુણ્યનું ભાથુ બાંઘ્યું હતું.રામનાથ મહાદેવનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. અને ભવ્ય આતંકબાજી તેમજ પુષ્પવર્ષા કરવામાં આવી હતી.ત્રીજા શ્રાવણી સોમવારે બપોરે ૩ કલાકે સૌ પ્રથમ રામનાથ મહાદેવને ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાઆરતી બાદ જય રામનાથના જયઘોષ સાથે વર્ણાગીએ મંદીરમાંથી પ્રસ્થાન કર્યુ હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરી રામનાથ મહાદેવની વર્ણાગીએ મંદીરમાંથી પ્રસ્થાન કર્યુ હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરી રામનાથ મહાદેવની વર્ણાગી રાત્રે ર કલાકે નિજ મંદીર ખાતે પહોંચી હતી.આ વર્ણાગીની તમામ વ્યવસ્થા સ્વયંભુ રામનાથ મહાદેવ મંદીરના મહંત નિશાંતગીરી ગૌસ્વામી તથા અન્ય સેવકોએ કરી હતી.