પાનેતર, ઘરચોળા સહિત ચણીયાચોળી તેમજ ઈન્ડોવેસ્ટર્ન તેમજ રાજસ્થાની બ્રાન્ડનું ચલણ
આપણા સમાજમાં ‘લગ્ન’નું ખાસ મહત્વ માનવામાં આવ્યું છે. લગ્નની વાત નીકળતા જ લગ્નની ઝાકમઝોળ યાદ આવી જાય છે. એમાંય દુલ્હનના શ્રૃંગાર વિશે તો શું કહેવું? સમયની સાથે લગ્નની પારંપારિક પહેરવેશ પણ ફેશન પ્રમાણે બનાવવામાં આવે છે. અગાઉના સમયમાં ચાલતા પાનેતર-ઘરચોળામાં કરવામાં આવતું વર્ક તો સમય સાથે બદલાય છે. પરંતુ હવે તેના રંગ-‚પ બદલાતા પાનેતર તેમજ ઘરચોળાનું સ્થાન ‘ચણીયાચોલી’એ લઈ લીધું છે. રાજકોટની બજારોમાં પણ ‘બ્રાઈડલવેર’ની વિવિધ વેરાયટીઓ જોવા મળી રહી છે.
હાલ વૈશાખવદ પાંચમથી શ‚ થયેલ લગ્નની સીઝન આ માસના અંતમાં પૂર્ણ થશે તો જેઠમાં આ લગ્નનોની મોસમ પૂરબહારથી ચાલશે આ લગ્નોમાં જો કોઈની સગાઈ થઈ ચૂકી હોય તો તેના લગ્નો વહેલા લેવામાં આવી રહ્યા છે. કારણ કે આગામી વર્ષમાં કારતકમાસમા લગ્નોના કોઈ મુહર્ત ન હોઈ માત્ર માગશરમાં લગ્નો યોજાશે. જેને કારણે લગ્નની સંખ્યા વધી જતાં બજારોમાં બ્રાઈડલવેરની ખરીદી મોટાપાયે થઈ રહી છે.
ભારતીય સંસ્કૃતિમાં લગ્ન સમારંભોમાં દુલ્હા-દુલ્હનના વસ્ત્રો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અત્યારની ‘દુલ્હન’ને પરંપરાની સાથે સાથે ફેશનનું પણ ધ્યાન રાખવું પડે છે. હાલ લગ્નની સીઝન ચલી રહી હોઈ બજારમાં ‘બ્રાઈડલવેર’માં ખૂબજ વિવિધતા જોવા મળે છે. જેમાં પાનેતર, ઘરચોળા સહિત ચણીયાચોળી તેમજ ઈન્ડોવેસ્ટર્ન તથા રાજસ્થાની વર્ક વાળા બ્રાઈડલવેરની પ્યોર શીફોન, જર્યોજટ, ક્રેપસિલ્ક, ઈટાલીયન કપ સિલ્ક, તેમજ મૈસુરી ઉપાળા સિલ્ક જેવા કપડાનો ઉપયોગ થાય છે. તથા ખાસ પ્રકારનાં વર્કમાં રીચ લુક વાળા લાઈટ હેન્ડવર્ક, તેમજ મશીનવર્કની ડિમાન્ડ છે. તેમજ આ બ્રાઈડલવેરની કિંમતો આશરે ૪૦૦૦થી શ‚ કરીને ૭૦ થી ૮૦ હજાર ‚ા. સુધીની હોય છે.
આજના સમયમાં બ્રાઈડલવેર પાછળ હજારો ‚ા.નો ખર્ચ કરતા દુલ્હન ખચકાતી નથી. કારણ કે હાલ ફિલ્મો બાદ ટીવી સિરીયલોમાં પણ નવા-નવા ડીઝાઈનર બ્રાઈડલવેર જોવા મળે છે. આજની દુલ્હન પણ પોતાને આ અભિનેત્રીઓથી કમ દેખાવવા માંગતી નથી.
આ બ્રાઈડલવેર વિશે રાજકોટની બજારમાં વિવિધ વેરાયટીઓનું વેંચાણ કરનારા મોટા શો ‚મ, ડિઝાઈનર સ્ટુડિયો તેમજ બુટીક ચલાવનારાઓ સાથે ચર્ચા કર્યા બાદ બ્રાઈડલવેરની ખરીદીમાં કઈ વસ્તુ ઓનડીમાન્ડ છે તે જાણીએ.
ન્યુટ્રેન્ડમાં મૈસુરી ઉપાડા સિલ્ક તથા પીટાવર્ક અને ગોટાપટ્ટીની ડિમાન્ડ: નીષા દોશી, નીષાઝ રાજસ્થાની એસેન્સ
બ્રાઈડલવેરમાં હાલ ગોટાપટ્ટી અને પીટાવર્કની સીરીઝ તેમજ લેંઘાચોલી ઓન ડિમાન્ડ છે. ગોટાપટ્ટી રાજા-રાણીના વખતથી ચાલે છે. જૂની તથા એવરગ્રીન ફેશન છે. ન્યુટ્રેન્ડમાં મૈસુરી ઉપાડા સિલ્ક ઈન થયું છે. એવું ૧૨ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત નીષા દોષીએ જણાવ્યું હતુ પીટાવર્કન એક સાડી બનતા અઢી મહિના લાગે છે. કારણ કે તેમાં વર્ક કરીને તેને પીટવામાં આવે છે. ‘બ્રાઈડલવેર’માં બધુ પહેલાનું જ ઈન ફેશન થાય છે. ૩૦ વર્ષ પહેલાની સાડીઓ જેવા વર્કની હાલ ફેશન ચાલે છે. સાડી તથા ચણીયાચોલી બંને લોંગટર્મ ફેશન છે. તેમજ હાલની દુલ્હન પ્યોર મટીરીયલ્સમાં શીફોન, જર્યોજટ, ક્રેપસિલ્ક, ઈટાલીયન ક્રેપ સિલ્કની ડિમાન્ડ કરે છે. તેમજ આ ડ્રેસમાં બનારસી, કલકતી વરેલી, જોધપૂર, કોટા સહિત સમગ્ર ઈન્ડિયામાં શહેરોનાં નાના-નાના ગામન લોકો દ્વારા વર્ક બનાવડાવવામાં આવે છે. તેમજ અઢી ત્રણ હજારથી શ‚ કરીને દોઢ લાખ સુધીનાં ડ્રેસની રેન્જ ઉપલબ્ધ છે.
‘બાઈડલવેરના કાપડમાં સિલ્કની વધારે ડિમાન્ડ: મોહિત ગજેરા (આરજીએસ)
અત્યારે સિલ્ક વધારે ફેશનમાં છે. સોફટ સિલ્ક, કતાન સિલ્ક, કાંજીવરમ અત્યારે ટ્રેન્ડ છે. ચોલીની અંદર અલગ ક્ધસેપ્ટ આવે સોફટ સિલ્ક રો સિલ્ક, ડુપ્યોન સિલ્ક, ચુન્ની બધી નેટની આવે છે. જરદોશી વર્ક, બુટીક વર્ક, રેશનવર્ક, લખનવી વર્ક, ગોટાપતી વર્ક, કટ્ટદાના વર્ક, મોતી વર્ક આ બધા વર્ક અત્યારે ફેશનમાં વધુ છે. લોકો લાઈટ વર્ક અત્યારે માંગે છે.લગ્ન હોય તો બ્રાઈડલ માટે ચણીયાચોલી વધુ ખરીદે છે બાકી સાડી હોય ચોલી ફંકશન પર આધાર રાખે છે. ક્રોથયોપ કે લાઈટ પ્લેન ચોલી, બ્રાઈડલમાં ડાંડીયા રાસ હેવી વર્ક હોય છે. બ્રાઈડલમાં ખાસ આકર્ષક ચણીયાચોલી છે. અને રિસેપ્શન માટે ઈન્ડોવેસ્ટર્ન આવે છે.૪ કેપ હજારથી માંડીને ૫૦-૬૦ હજાર સુધીની રેન્જ છે. ફેશન આજે પહેલા તરફ જઈ રહી છે. પરંતુ ફર્ક એટલો કે પહેલા વજનદાર આવતા અત્યારે નહી આવે કોઈ વસ્તુની અંદર લાઈટ વીઈટ આવશે, ઈન્ડો વેસ્ટર્ન નેટમાં સિફોન, જોર્જટ, કેપ, સિલ્ક, ધણા પ્રકારનાં કાપડમાં હોય છે.
‘ચણીયા ચોલી’ આધુનિકાઓની પ્રથમ: મેહુલ સંપટ (જે.બી. સારીઝ એન્ડ ડીઝાઈન સ્ટુડિયો)
બ્રાઈડલરવેરમાં અત્યારે ચણીયાર ચોલી બેઝ વધુ ખરીદી થાય છે અને તે મટીરીયલમાં રો સિલ્ક, વેસ્ટર્નમાં વધુ માર્કેટ નથી ઘરચોળામાં મ‚ન કલરમાં અને પ્રોફાઈટ બેઝમાં પાનેતરમાં વધુ ચાલે છે. ટ્રેડિશનલ વસ્તુ વધુ ખરીદી થાય છે. વર્કમાં ખાસ કરીને બેઠુ વર્ક, મિરરવર્ક ડાયમન્ડ વર્ક નથી ચાલતી. લોકો સિમ્પલ વર્ક વધુ પસંદ કરે છે. બ્રાઈડલ વેરમાં સારી સીલ્ક પરની વસ્તુ ૮૦૦૦થી
શ‚ થઈ ૪૦,૦૦૦ સુધીની રેન્જ છે. આજે લોકો પારંપરીક વસ્તુની ખરીદી વધુ કરે છે. પટોડા, પેઠણી સિલ્કની વસ્તુ છે. તે વધુ ખરીદે છે. યંગ જનરેશન અત્યારે સિલ્ક પર જે ડિઝાઈનર પીસ આવતા હોય તે વધુ ખરીદવા પસંદ કરે છે.