ધોરણ-૧૦માં અભ્યાસ કરતી માનસી અનેક લોકલ, નેશનલ પ્રોગ્રામમાં પરફોર્મ કરી ચુકી છે: ભવિષ્યમાં બોલીવુડમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા: લીટલ ડાન્સરની દરેક પોસ્ટ લાઈક-શેયર કરવા અનુરોધ
શહેરની માનસી ધ્રુવે રાજકોટનું ગૌરવ વધાર્યું છે જે હાલ ડાન્સ ઈન્ડિયા ડાન્સ, લીટલ ચેમ્પમાં ટોપ-૮માં પહોંચી ચૂકી છે. માનસી ધ્રુવ રાજકોટવાસીઓને વધુમાં વધુ વોટ, લાઈક કરી પોતાને જીતાડવા અનુરોધ કરે છે. માનસીએ મેળવેલી આ ઝળહળતી સિદ્ધી બદલ તેમને ડાન્સ શિખવાડતા જયદીપ ટીમાણીયા, તેમના પિતા નેહલકુમાર ધ્રુવ તેમજ ફાઈવ-સીકસ-સેવન-એઈટ ધ સ્કૂલ ઓફ ડાન્સના ચિરાગભાઈએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
‘અબતક’ સોની મુલાકાત દરમિયાન જયદીપભાઈ ટીમાણીયાએ માનસી વિશે જણાવતા કહ્યું હતું કે, માનસી છેલ્લા ચાર વર્ષથી મારી પાસે ટ્રેનીંગ લઈ રહી છે. શરૂઆતમાં તેણે ઘણા શોમાં ભાગ લીધેલો હતો. સુપર ડાન્સર ચેપ્ટર-૨માં ટોપ-૧૩માં, કલર્સમાં આવેલી ડાન્સ દિવાનેમાં ટોપ-૪ સુધી પહોંચી હતી. વધુમાં જણાવ્યું હતું કે, તેને નાનપણી જ ડાન્સનો શોખ હતો. શરૂઆતમાં તે કથ્કનો ડાન્સ કરતી ત્યારબાદ તેને વેસ્ટન ડાન્સ શીખવાની ઈચ્છા થઈ. હાલ પોતે ચેમ્પિયન બનવા માટે ખૂબજ મહેનત કરી રહી છે.
ભણવામાં પણ હોંશિયાર માનસી ધ્રુવ જીમ્નાસ્ટીક પણ કરે છે. તેમના પિતા નેહલકુમાર ધ્રુવે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માનસી પાંચ વર્ષની હતી ત્યારથી જ તેને આ શોખ જાગ્યો હતો. તેને બાળપણથી જ ટીવીમાં આવવાનો શોખ હતો. શરૂઆતમાં તે કલાસીકલ ડાન્સ કરતી અને ધીમે ધીમે વેસ્ટર્ન ડાન્સ પણ કરવા લાગી. આજે મને એ વાતનું ગૌરવ છે કે, લોકો મને માનસીના પપ્પા તરીકે ઓળખે છે. અમારી એવી ઈચ્છા છે કે, માનસી ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ચેમ્પિયન બનીને આવે અને પોતાનો ગોલ પુરો કરે. માનસી આગળ જઈને બોલીવુડમાં એકટ્રેસ બનવાની ઈચ્છા ધરાવે છે. અમે પણ માનસીને પુરતો સપોર્ટ કરીએ છીએ. જે ડાન્સ એકેડમીમાંથી માનસી આગળ વધી છે તે ફાઈવ-સીકસ-સેવન-એઈટ ધ સ્કૂલ ઓફ ડાન્સના ચિરાગભાઈ જણાવે છે કે, અમારી એકેડમીએ માત્ર રાજકોટમાં જ નહીં સૌરાષ્ટ્રમાં સારૂ એવુ નામ કાઢુ છે. અમે શહેરના જે બાળકોમાં આ પ્રકારની ટેલેન્ટ રહેલી છે તેને બહાર લાવવા, તેમને સારૂ પ્લેટફોર્મ મળે તે માટેના પ્રયાસો કરી રહ્યાં છીએ. જે બાળકો સારો ડાન્સ કરે છે પણ સ્ટેજ પર આવતા ડરે છે તેઓને અમે વધુ પ્રોત્સાહિત કરીએ છીએ અને નવરાત્રી, લોકમેળો, ગણપતિ ઉત્સવ વગેરેમાં પરર્ફોમન્સ કરાવી તેમનો ડર દૂર કરીએ છીએ. અંતમાં માનસીની દરેક પોસ્ટ વધુમાં વધુ લાઈક, શેયર કરવા અપીલ કરીએ છીએ.