રાજકોટના સીટી ગાઇડ અને ગુજરાતી ટી.વી. તેમજ ડિજીટલ ક્રાંતિના પ્રણેતા માધવ જસાપરા ૯મીએ બેન્કોકમાં આયોજન એવોર્ડ સમારોહમાં ઉ૫સ્થિત રહેશે
૨૦૧૭ ના વર્લ્ડ આઇકોન એવોર્ડ દુબઇની ભવ્ય સફળતા બાદ આ વર્ષે વર્લ્ડ આઇકોન એવોર્ડ ૨૦૧૮ બેન્કોક ખાતે યોજાશે. જેનું આયોજન ૯જુન રોજ કરવામાં આવ્યું છે.
વર્લ્ડ આઇકોન એવોર્ડનો મુખ્ય ઉદેશ ભારતના જુદા જુદા રાજયોમાંથી યંગ ટેલેન્ટને શોધી વિશ્ર્વસ્તરે તેઓના દ્વારા કરાયેલ ઉત્કૃષ્ટ કામગીરી અને સારા કામોની સરાહના કરવા માટેની એક પહેલ છે. સામાજીક ક્ષેત્રે આ એવોર્ડનું ખુબ મહત્વ છે.
સમગ્ર દુનિયામાં રાજનેતા, કલાકારો, ઉઘોગપતિઓ, સમાજસેવક, શિક્ષણવિદો અને સમાજ માટે કોઇ અલગ રાહ ચીંધનાર લોકોના મહત્તમ યોગદાન માટે પસંદ કરવામાં આવશે. આ એવોર્ડનું આયોજન એમ ફોર યુ દ્વારા કરવામાં આવ્યું છે. અને તમામ પ્રકારનું સંચાલન દુષ્યંત પ્રતાપસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. થાઇલેન્ડ સ્થિત પવન મિશ્ર ભારતીય લોકોને વિશ્ર્વમાં ઉદાહરણ તરીકે દર્શાવવા તૈયારી કરી રહ્યા છે.
આ વર્ષે ભારતમાંથી પંડીત અજય બામભિજી, પી.કે. બજાજ, સૌરભ ગર્ગ, વિશાલ મિશ્ર, અતુલ મોહન, શ્રીમતિ રીતુ સિંહ, સંજય નરવાલ, યોગેશ લાખાણી, સંજય શર્મા, વિનોદ હાંડા રાજેન્દ્ર ગર્ગ, ડો. અજય મગન, મહેશ શર્મા, ડો. ખુશ્બુ જાફર કાદરી જેવા મહાનુભાવો ને સન્માનીત કરાશે. સીટી ગાઇડ, ગુજરાતી ટીવી અને ડીજીટલ ક્રાંતિના પ્રણેતા એવા માધવ જસાપરાને સમગ્ર ભારતમાંથી પસંદગી કરી આ એવોર્ડ માટે બેન્કોક ખાતે આમંત્રિત કરાયા છે.
છેલ્લા ૧૪ વર્ષથી સમગ્ર હિંદુસ્તાન તથા એશિયા ખંડ અને યુરોપ અમેરિકા સહીતના સમગ્ર દુનિયાના જુદા જુદા ક્ષેત્રો માં પોતાનો તેમજ સમગ્ર માનવજાત માટે કંઇક વિશેષ અને સમાજ જીવનને ઉપયોગી થાય તેવા માનસીક રીતે ધુરંધરોને સન્માવીને તેમને પ્રોત્સાહીત કરીને સોસાયટી માટે બીજા લોકોને પણ કંઇક આપવાની પ્રરણા થાય તે માટે વર્લ્ડ આઇકોન એવોર્ડ જુદા જુદા દેશોમાં આ સમારંભ યોજી રહ્યું છે.
ગત વર્ષે દુબઇમાં આ સંભારભ યોજાયો હતો ત્યારે જાહેરાત થયા મુજબ આ વખતે તા. ૯ અને ૧૦-૬ બેન્કોક ખાતે મેરીયોટ મારકસ ખાતે યોજાશે. આ એવોર્ડ સમારંભમાં સમગ્ર ભારતમાંથી બૌધિક લોકોને સન્માવવામાં આવશે.
ઉપરોકત એવોર્ડ સમારંભમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી એકમાત્ર ડીઝીટલ ક્રાંતિના પ્રણેતા માધવભાઇ ની પસંદગી થતા ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે. જસાપરા ૨૦૦૪ થી ડીઝીટલ ક્રાંતિના ધીમે ધીમે શ્રી ગણેશ કરીને ૨૦૦૭ થી ફેસબુક, ટવીટર, વોટસએપ અને ગુજરાતી ટીવીના માઘ્યમથી અંદાજે ૧ કરોડથી વધારે ડેટા બેન્ક બનાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૯ માં વિશેષ સન્માન કરીને ઉભરતી પ્રતિભાને પ્રોત્સાહીત કયુૃ હતું.
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને સીટી ગાઇડ તેમજ ગુજરાતી ટીવીની સુંદર કામગીરી બદલ માધવ જસાપરા ને ૨૦૦૯માં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા યંગ એટરપ્રેનર એવોર્ડ ૨૦૧૦ માં સરગમ રત્ન એવોર્ડ મેળવી ચુકયા છે. રાજકોટ કે ગુજરાત જ નહી પણ સમગ્ર વિશ્ર્વમાંથી કરોડો હિટસ આ પોર્ટલ મેળવી ચુકયા છે.
વર્લ્ડ આઇકોન એવોર્ડ મેળવો તો માધવ જસાપરા અને રાજકોટ માટે ખુબ સારી વાત છે સાથે માધવ જસાપરા જેવા ઉઘમીઓ માટેની એક હાંકલ છે. માધવ જસાપરાનું કહેવું છે કે એવોર્ડ મળવો એ સારી વાત છે પણ તમે જે કામ કરો છો તેની નોંધ આપણું શહે જીલ્લો, રાજય કે દેશની સાથે વિશ્ર્વ લે તો તે એક અલભ્ય પળ છે.