ગોંડલ નજીક મેસર્સ લક્ષ્મી કોટન પ્રા.લી. માટે યુનિયન બેંકમાંથી લોન લઈ હાથ ઉંચા કરી દેતા મહિલા સહિત શખ્સો સામે તપાસ
ગોંડલ તાલુકામાં આવેલા બિલીયાળા ગામમાં મેસર્સ લક્ષ્મી કોટન પ્રા. લી. અને કંપનીના ડાયરેકટરોએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાંથી લોન મેળવીને રૂ.29.61 કરોડની ઠગાઈ આચર્યાની ફરિયાદ ભોપાલ સીબીઆઈમાં નોંધાઇ છે. સીબીઆઈની ફરિયાદમાં રાજકોટમાં રહેતા નીમીષકુમાર એન.લોટીયા, વિશાલ એન.લોટીયા. નટવરલાલ એન. લોટિયા, મનોરમાબેન એન. લોટિયા, તથા અજાણ્યા સરકારી અને પ્રાઈવેટને તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ફરિયાદમાં એવા ઉલ્લેખ કર્યો છે કે, મેસર્સ લક્ષ્મી કોટન પ્રા.લી. અને કંપનીના ડાયેટ નીમીષ એન. લોટિયા સહિતનાએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાંથી લોન મેળવવા માટે વર્ષ 2005માં કાર્યવાહી કરી હતી. મેસર્સ લક્ષ્મી કોટન પ્રા.લી. જીનીંગ કપાસ, કપાસિયા ઉત્પાદનો દ્વારા માટે જીનીંગ યુનિટ સ્થાપવા માંગતા હતા. યુનિયન બેંક ઓફ ઈન્ડીયમાંથી મેસર્સ લક્ષ્મી કોટન પ્રા. લી.એ રોકડ ક્રેડિટ સીસી .કોટન જિનિંગ અને પ્રેસિંગ પ્રવૃત્તિ માટે ટર્મ લોન મળીને કરોડોની લોન મેળવી હતી. આ મેસર્સ લક્ષ્મી કોટન પ્રા.લી.કંપની સમયસર લોનના હપ્તા નહીં ભરતા ગતતા. 30,09. 2019ના રોજ ખાતુ એનપીએસ કરી દીધુ હતુ. તે વખતે મેસસ લક્ષ્મી કોટન પ્રા.લી.કંપનીના બાકી રૂ.23.38 કરોડ બેંકને લેવાના થતા હતા.
ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યુ હતુ કે, મેસર્સ લક્ષ્મી કોટન પ્રા લો. કંપનીના ડાયરેકટરોએ અંગત ખાતાઓમાં લોનની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી જેમાં વિશાલ ટ્રેડર્સ નામની તેમની સહયોગી કંપનીના ખાતામાં રૂા.8.15 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. વિશાલ ટૂડેર્સનું ખાતુ કંપનીના ડાયરેકટરો નાણા ઉપાડવા અને નાણા ડાયવર્ડ કરવા માટે વાપરતા હતા. બનાવ ના પગલે ગોંડલ પંથક મા ચકચાર મચી જવા પામી છે