સમગ્ર સૌરાષ્ટ્ર જન્માષ્ટમી પર્વ નિમિતે કૃષ્ણમય બની જાય છે. આનંદ અને ભક્તિનો આ અનોખો પર્વ પાંચ દિવસ લોકો હર્સોલાસ સો ઉજવે છે. રાજકોટમાં સૌી મહત્વનું કોઈ આકર્ષણ હોય તો એ છે લોક મેળો. પ્રતિ વર્ષ લાખો લોકો મેળામાં મહાલી સાતમ આઠમ પર્વની અનોખી ઉજવણી કરે છે. પાવાના શુર અને ઊંચા ઊંચા ચકડોળ વચ્ચે યૌવન હિલોળે ચડે છે. ગ્રામ્ય તેમજ શહેરી લોકો એક વાર તો મેળાનો ઉત્સાહપૂર્ણ આનંદ ઉઠાવતા હોય છે. રાજકોટ ખાતે જન્માષ્ટમી મેળો આ વર્ષે વાયબ્રન્ટ મેળા તરીકે ઓળખાસે. જેનો પ્રારંભ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે રવિવાર તા. ૧૩ ઓગષ્ટના રોજ સવારે ૧૦: ૦૦ કલાકે રેસકોર્સ ખાતે યોજાશે.
ઉદઘાટન પ્રસંગે અતિી વિશેષ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડો. વલ્લભભાઇ કીરિયા, રાજુભાઈ ધ્રુવ, દિનેશભાઈ ટોળિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, જિલ્લા વિકાસ અધિકારી જી. ટી. પંડ્યા, મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની સહીત મહાનુભાઓની વિશેષ ઉપસ્તિી રહેશે. મેળાના ઉદઘાટન પ્રસંગે સર્વે રંગીલા રાજકોટવાસીઓને પધારવા કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.