અંતિમયાત્રામાં રાજકિય, સેવાકિય, સામાજીક સંસ્થાના અગ્રણીઓ જોડાયા: હરકિશોરભાઈ બરછાના નિધનથી ગુજરાતે એક અગ્રગણ્ય ઉધોગપતિ અને સમાજસેવક ગુમાવ્યા: શ્રદ્ધાંજલિ અર્પણ
રાજકોટના મહાજન, લોહાણા સમાજના અગ્રણી અને જાણીતા ઉધોગપતિ હરકિશોરભાઈ વનરાવનદાસ બરછાનું આજે ૭૯ વર્ષની વયે અવસાન થતા રાજકોટ લોહાણા સમાજમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. તેઓની અંતિમ યાત્રામાં રાજકીય, સામાજીક, સેવાકીય સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. હરકિશોરભાઈ બરછા અશોક મેટલ ઈન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા હતા. તેઓ ભારતીય સ્ટવ મેન્યુફેકચર એસોસીએશનના પ્રમુખ એન્ડ ઓપરેટેટ ટીન ક્ધટેનર મેન્યુઅલ ફેકચર એસોસીએશનના સેક્રેટરી અને કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડેકટીવીટી કાઉન્સીલના ખજાનચી હતા. આ ઉપરાંત તેઓ ગુજરાત અને દેશની અનેક નામી તથા અનામી સંસ્થાઓના સભ્ય હતા. .હરકિશોર વનરાવનદાસ બરછાનો જન્મ તારીખ ૧૨ જાન્યુઆરી ૧૯૪૪ના રોજ થયો હતો. તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતક (બી.કોમ.)ની ડિગ્રી લીધી હતી. આ સિવાય તેઓ ટેકનીકલ કવોલીફીકેશન પણ ધરાવતા હતા. તેઓ વ્યવસાય ઉપરાંત એગ્રીકલ્ચરલ એકિટવિટીઝના ભાગરૂપે ફામિર્ંગ અને પ્લાન્ટેશનનો પણ શોખ ધરાવતા હતા.અશોક મેડલ ઈન્ડસ્ટ્રીઝ અને અન્ય એસોસિયેટ્સમાં અશોક આયરન એન્ડ સ્ટીલ ફેબ્રિકેશન પ્રા.લી, અશોક હોમ એપ્લાયન્સીસ પ્રા.લિ. અશોક મશીન ટૂલ્સ, દર્શના ઉધોગ, મીરા ઉધોગ એપ્લાયન્સીસ પ્રા.લી., બચ્છા ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી હોલ્ડીંગ્સ પ્રા.લી., શાંતવન ડેવલપર્સ પ્રા.લિ., વનરાવનદાસ એન્ડ સન્સ, વિકલ્પ ટયૂટોરીયલ્સ, વિકલ્પ ફિનવેસ્ટ, શાંતવન સ્કૂલ વિગેરે પેઢીઓ ધરાવતા હતા. તેઓ એન્જીનીયરીંગ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટેકનિકલ ઈન્સ્ટીટયૂટ સાથે પણ સંકળાયેલા હતા.તેઓ વ્યવસાય સંભાળવા ઉપરાંત સામાજીક ધોરણે ઘણા ઉંચા પદ નિભાવતા હતા. તેઓ ભારતીય સ્ટવ મેન્યુફેકચરર્સ એસોસિએશનના પ્રમુખ હતા. આ સિવાય કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના ટ્રેઝરર પણ હતા. આ ઉપરાંત હેન્ડ ઓપરેટેડ ટિન ક્ધટેનર્સ મેન્યુફેકચરર્સ એસોસિએશનના ઓનટરી સેક્રેટરી પણ રહી ચૂકયા હતા. તેઓ ઘણી સામાજીક સંસ્થાઓમાં પણ પોતાનું માનદ્ યોગદાન આપતા હતા. તેઓ લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ હતા. ભારતીય સંગીત નાટય અકાદમી રાજકોટના પણ પ્રમુખ હતા. લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહ – પીટીસી અધ્યાપન મંદિરના ઓનટરી સેક્રેટરી હતા.વ્યાપારિક સંગઠનો જેવા કે રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સાથે તેઓ વિવિધ ઉંચા હોદા પર વર્ષો સુધી સંકળાયેલા રહ્યા હતા. તેઓ ફૂડ પ્રોસેસીંગ કમિટી (ફિકકી) અને રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન એડવાઈઝરી બોર્ડના સભ્ય અને સલાહકાર પણ હતા. તેઓ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ટ્રસ્ટી હતા. એસ.વી.વિરાણી વિવિધલક્ષી હાઈસ્કૂલના વાઈસ પ્રેસિડન્ટ હતા. એ.વી.પારેખ ટેકનિકલ ઈન્સ્ટીટયૂટ-એલ્યુમિનાના પ્રમુખ હતા. આ ઉપરાંત તેમણે વેપારી મંડળ અને ટેકસ એન્ડ સેન્ટ્રલ એકસાઈઝ એડવાઈઝરી કમિટીના સભ્ય અને સલાહકાર રહ્યા હતા. ટૂંકમાં હરકિશોરભાઈ વી.બરછા ની ચિર વિદાયથી સમાજને ન પુરાય તેવી ખોટ પડી છે.