- વાહનચાલકો સ્લીપ થતાં હોય ફાયર બ્રિગેડ શાખા જવાનોએ પાણીનો મારો ચલાવી ઓઇલ સાફ કર્યું
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડ પર કેકેવી સર્કલ પાસે આવેલો મલ્ટીલેવલ ફ્લાય ઓવર બ્રિજ પર આજે બપોરે એક ટેન્કરમાંથી ઓઇલ ઢોળાવવાના કારણે વાહન ચાલકો સ્લીપ થતાં હોવાની ફરિયાદો ઉઠતા પોલીસ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે થોડીવાર માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ઓઇલ સાફ કરી નાંખ્યુ હતું. 45 મિનિટ સુધી બ્રિજ એક સાઇટ અવર-જવર માટે બંધ કરાયા બાદ ફરી વાહનચાલકો માટે ખોલી નાંખવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મોટા મવાથી કાલાવડ રોડ તરફ આવતું એક ઓઇલ ભરેલા ટેન્કરમાંથી મોટી માત્રામાં કેકેવી ચોક મલ્ટીલેવલ બ્રિજ પર ઓઇલ ઢોળાયું હતું. જેના કારણે બ્રિજ પરથી પસાર થતા અનેક વાહનચાલકો સ્લીપ થતા હોવાની ફરિયાદો મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. સાથે કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખાનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો. પોલીસે બ્રિજની સાઇટ પોતાનું વાહન રાખીને અવર-જવર બંધ કરાવી દીધી હતી. જ્યારે ફાયર બ્રિગેડ શાખાના જવાનોએ પાણીનો મારો ચલાવીને ઓઇલ સાફ કર્યું હતું. અંદાજે 45 મિનિટ સુધી બ્રિજ એક સાઇટ વાહનચાલકો માટે બંધ રખાયા બાદ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું.