પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ  કેમ્પમાં સહભાગી થઈ શકે છે

 

અબતક, રાજકોટ: સરકાર યુવા પેઢીને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રયત્નો હાથ ધરતાં હોય છે એટલું જ નહીં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી દ્વારા ખેલને ખૂબ મહત્વ પણ આપવામાં આવેલું છે. અરે સમગ્ર દેશમાં વિવિધ ખેલ માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથોસાથ યોગ્ય ગ્રાઉન્ડ ઓ પણ બનાવવામાં આવી રહ્યા છે જેમાં દેશનું ભાવિ યોગ્ય

પ્રશિક્ષણ મેળવી શકે. ત્યારે રાજકોટ ખાતે પણ અનેક આંતરરાષ્ટ્રીય સ્તરના ગ્રાઉન્ડ બનાવવામાં આવેલા છે જ્યાં રાજકોટના નવયુવાનો ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી ખેલકૂદ ક્ષેત્રે પોતાને આગળ ધપાવી રહ્યા છે.

મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા હસ્તગત છે અને સરકારે આ ગ્રાઉન્ડ આંતરરાષ્ટ્રીય સ્તરનું એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ બનાવ્યું છે. જેની શરૂઆત વર્ષ 2016 થી શરૂ થઇ ચુકી છે. આ ગ્રાઉન્ડ ઉપર અનેક વખત સ્ટેટ લેવલના કેમ્પો ની સાથે સ્ટેટ લેવલની પ્રતિયોગિતા પણ રમાયેલી છે. એટલું જ નહીં આ ગ્રાઉન્ડ ઉપર ત્રણ ખેલ મહાકુંભ પણ રમાવવામાં  આવેલા  છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરનું ગ્રાઉન્ડ હોવા છતાં જે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ તે થઈ શકી નથી અને જેનો ભોગ ખેલાડીઓ બની રહ્યા છે.

બંને ગ્રાઉન્ડ વચ્ચે કચરો ઠાલવવામાં  આવતા ખેલાડીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે

એટલું જ નહીં હોકીના સામાનો મોંઘાડાટ હોવાથી જે રીતે તેની સાચવણી અને તેના માટે નો શોરૂમ ઊભો થવો જોઈએ તે પણ થઇ શક્યો નથી જેથી જોખમ એ વાતનું પણ રહે છે કે આ તમામ સાધન સામગ્રીનું જ્ઞાન કેવી રીતે રાખી શકાય. સામે ફોકી ગ્રાઉન્ડ ની બાજુમાં ફૂટબોલ ગ્રાઉન્ડ આવેલું છે અને બંને ગ્રાઉન્ડ વચ્ચે છે રોડ પસાર થાય છે તેમાં કચરાના ઢગલા હોવાથી ગંદકીની સાથોસાથ મચ્છરનો ઉપદ્રવ પણ સૌથી વધુ જોવા મળી રહ્યો છે પરિણામે જો આ લોકો યોગ્ય ઉકેલ નહીં આવે તો આ ગ્રાઉન્ડ ઉપર રમવા આવતા ખેલાડીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાશે.

હોકી ગ્રાઉન્ડની સાથે  ફૂટબોલ ગ્રાઉન્ડના વિકાસ માટે બે વખત ડિઝાઇનો બનાવવામાં આવી,છતાં યોગ્ય ઉકેલ આવ્યો નથી: પુષ્કર પટેલ

ફૂટબોલ ગ્રાઉન્ડની સરખામણીમાં હોકી ગ્રાઉન્ડ માં જે પાયાની સુવિધા હોવી જોઈએ તે જોવા મળતી નથી જેમાં ખેલાડીઓ માટે ચેન્જઇંગ રૂમ, વોશરૂમના અભાવે ખેલાડીઓએ ઘણી તકલીફો વેઠવી પડે છે આ અંગે અનેક વખત રજુઆત કરવામાં આવેલી છે છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી. બીજી તરફ હોકી ગ્રાઉન્ડના પાછળના ભાગમાં વયોવૃદ્ધ લોકો માટે ચાલવા માટેનો રસ્તો બનાવવામાં આવેલો છે પરંતુ આજના યુવાધન જે રીતે બેઠા હોય છે કે જોઈને ખેલાડીઓના માનસપટ ઉપર ખૂબ ગંભીર છાપ છૂટતી હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ અંગે ગંભીરતાથી નિર્ણય ઝડપભેર લેવામાં આવે તો સ્થિતિ સુધરી શકશે.

જરૂરિયાતની સુવિધાઓ ઊભી થાય તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ગ્રાઉન્ડ પર ખેલાડીઓને ટ્રેનિંગ આપી શકે: મહેશભાઈ દિવેચા

હોકીના કોચ મહેશભાઈ દિવેચાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવેલું હોકી ગ્રાઉન્ડ આંતરરાષ્ટ્રીય સ્તરનું છે પરંતુ પાયાની સુવિધાના અભાવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ અહીં આવી શકતા નથી પરિણામે

જે દરેક ખેલાડીઓને પ્રોત્સાહન અને પ્રશિક્ષણ મળવું જોઈએ તે પણ મળતું નથી. આ મુદ્દાને જો રાજકોટ મહાનગરપાલિકા ત્યાંથી લિયે અને ઝડપી ઉકેલ લાવે તો ઘણા પ્રશ્નોનો ત્વરિત નિવારણ આવી શકે છે એટલું જ નહીં ખેલાડીઓ માં ઠોકીને લઈ જાગૃતતા પણ ખૂબ સારી રીતે કેળવી શકાશે. આ અંગે રાજકોટ મનપા ને અનેક વખત રજુઆત કરવામાં આવેલી છે અને જરૂરિયાતની તમામ સુવિધાઓ પુરી પાડવા પણ માંગ કરાઈ છે પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવી શક્યો નથી.

રાજકોટ મનપા ઝડપભેર હોકી ગ્રાઉન્ડની સાથે ફૂટબોલ ગ્રાઉન્ડને પણ વ્યક્ત કરશે: પુષ્કરભાઈ પટેલ

રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલે અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2017માં હોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડ માટે ની ડિઝાઇન બનાવવામાં આવેલી હતી પરંતુ આ બંને ડિઝાઇન માં ક્યાંક હોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડ ને એક સમાન વેઇટેજ ન મળતા ફરી ડિઝાઇન બનાવવા માટેની તાકીદ કરવામાં આવેલી છે. ત્યારે આગામી એક વર્ષમાં બંને રોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડ વિકસિત

કરવા માટે મનપા દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ ચેરમેન ના જણાવ્યા મુજબ હોકી ગ્રાઉન્ડ  ખરા અર્થમાં પાયાની સુવિધાઓથી વંચિત છે ત્યારે આ અંગે પણ રાજકોટ મનપા દ્વારા સતત ચિંતન-મનન કરવામાં આવી રહ્યું છે અને ઝડપભેર આ પ્રશ્નોનો ઉકેલ પણ લાવવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.