દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે મહાત્મા ગાંધી મ્યુઝીયમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ મહાત્મા ગાંધી મ્યુઝીયમ રાજકોટની થોડા સમય પહેલા ઉઝબેકિસ્તાનના હાવાસ ગુરૂહિ ગૃપના કલાકારોએ તથા તાજેતરમાં જ દેશવિદેશમાં જાણીતી હિન્દી ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના કલાકારોએ મુલાકાત લીધી હતી.
શુભારંભ થયા થી લઈને આજદિન સુધીમાં મહાત્મા ગાંધી મ્યુઝીયમની કુલ ૧,૧૪,૦૪૩ લોકોએ મુલાકાત લીધી છે. જેમાં ૩૪૯૧૬ બાળકો, ૭૮૭૩૧ જેટલા ૧૨ વર્ષથી વધું ઉમર ધરાવતા લોકો તથા અંદાજીત ૪૦૦ જેટલા વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
ઈંગલેન્ડ, અમેરિકા, જાપાન, નેધરલેન્ડ, ઓસ્ટ્રીયા, ઈજીપ્ત, જર્મની, સિરીયા, તુર્કી, બ્રાઝીલ, સિંગાપોર, સહિત ૩૦ જેટલા દેશના લોકોએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી છે. જેમાંથી મોટા ભાગના લોકો મ્યુઝીયમની મુલાકાત દરમ્યાન લાઇટ એન્ડ સાઉન્ડશોનું નિદર્શન નિહાળીને અભિભુત થયા છે.