ખારેક આપવાના બહાને પુત્રી જેવડી બાળકીને વિકૃત માનસ ધરાવતા શખ્સે રૂમમાં પુરી હેવાનિયત ભર્યુ કૃત્ય આચર્યુ
બે સંતાનના પિતા સામે નોંધાતો ગુનો: બાળકીએ સ્કૂલે જઇ શિક્ષીકાને ફરિયાદ કરતા શરમજનક ઘટના પ્રકાશમાં આવી
શહેરના પોપટપરા વિસ્તારમાં બે સંતાનના પિતાએ પુત્રી જેવડી ઉમરની માસુમ બાળકીને હવસનો શિકાર બનાવવા હેવાનિતયની હદ વટાવી જાતીય સતામણી કર્યાની ઘટના પ્રકાશમાં આવતા કામાંધ શખ્સ પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. જાતીય સતામણીનો ભોગ બનેલી બાળકીએ સ્કૂલે શિક્ષિકાને આપવીતી વર્ણવતા સ્કૂલના સ્ટાફ ચોકી ઉઠયો હતો અને બાળકીના પરિવારને જાણ કરી નરાધમ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરામાં રહેતા અને દારૂ પીવાની ટેવ ધરાવતા ૪૫ વર્ષના કોળી પ્રૌઢ શામજી મગન માનસુરીયા સામે આઠ વર્ષની બાળકીની જાતીય સતામણી કર્યા અંગેની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
મુળ ઉત્તર પ્રદેશના વતની અને છેલ્લા ૧૯ વર્ષથી રાજકોટમાં સ્થાયી થઇ લાદી ઘસવાનું અને મારબલ ફીટીંગનું કામ કરતા યુવકની આઠ વર્ષની પુત્રી ગઇકાલે સ્કૂલે ગઇ ત્યારે તેના પાડોશમાં રહેતી અન્ય એક બાળકી સ્કૂલે આવી ન હોવાથી તેની ભાળ મેળવવા શિક્ષિકાએ તેના ઘરે મોકલી હતી.
આઠ વર્ષની બાળકી પોતાની બહેનપણી સ્કૂલે કેમ ન આવી તે અંગે તપાસ કરવા ગઇ ત્યારે તેના પાડોશમાં રહેતા શામજી માનસુરીયા ખારેક આપવાનું કહી આઠ વર્ષની બાળકીને પોતાના ઘરે રૂમમાં લઇ જઇ દરવાજો બંધ કરી બળજબરીથી બાળકીના કપડા ઉતારી અડપલા કરી વિકૃત ચેષ્ટા કરતો હતો. તે દરમિયાન શિક્ષિક બંને બાળકીની તપાસ કરવા આવી ત્યારે બંને બાળકી મળી ન હતી.
બાળકીની સ્કૂલના શિક્ષકો અને તેના પરિવારજનો શોધખોળ કરી રહ્યા હોવાની શામજી માનસુરીયાને જાણ થતા બાળકીને તેના સકંજામાંથી મૂકત કરતા તે રડતા રડતા સ્કૂલે જઇ શિક્ષિકાને આપવીતી વર્ણવતા શિક્ષિકા સહિતનો સ્ટાફ ચોકી ઉઠયા હતા.
શામજી માનસુરીયા પોતાનો બચાવ કરવા સ્કૂલે પહોચી બાળકી ખોટી હોવાનું કહી રહ્યો હતો ત્યારે સ્કૂલના સ્ટાફે શામજી માનસુરીયાને રૂમમાં પુરી પોલીસને બોલાવતા તે પાછળનો દરવાજો ખોલી ભાગી ગયો હતો. પોલીસે શામજી માનસુરીયા સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.