રાજકોટના કાલાવડ રોડ પર આવેલું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટનું ઘરેણું બની રહ્યું છે.ભવ્ય મંદિરનો ઇતિહાસ ખુબજ રસપ્રદ છે.1967ની સાલમાં યોગીજી મહારાજ જયારે રાજકોટ પદ્યાર્યા હતા ત્યારે રાજકોટમાં સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું.આ મંદિર શહેરમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે.તેમજ આ મંદિર બનાવામાં 7વર્ષનો સમય લાગ્યો હતો.
રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ ખુબજ રસપ્રદ છે.1830માં સ્વયમ સ્વામિનારાયણ ભગવાન રાજકોટ આવ્યા હતા.એટલુજ નહિ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ વચ્ચેની ઐતિહાસિક મુલાકાત પણ રાજકોટમાં થઈ હતી.સહજાનંદ સ્વામીએ તેમને શિક્ષાપત્રીની ભેટ અપીહતી.જે આજે પણ ઓક્સફર્ડ યુનિવર્સીટીની લાઈબ્રેરી પણ મોજુદ છે.તમને જાણતા નવાઈ લાગશે કે આ મંદિર માં રેતી કે સિમેન્ટ નો ઉપયોગ થયો નથી તો પણ આટલા વર્ષે આ મંદિર અડીખમ છે.