એક સ્ત્રી જે એના પતિને ૩૬ મહિના બાદ મળી રહી છે અને ૩૬ મહિનાથી માત્ર પતિનાંએ એક ફોટોને નિહાળી પોતાની જાતને સાત્વના આપી રહી છે તેવી જ એક સ્ત્રી એટલે મહાત્મા ગાંધીનાં પત્ની કસ્તુરબા. કસ્તુરબા ગાંધીની રહસ્યમયી ડાયરીનાં પાના ઉથલાવતા રાજકોટનાં ઘરમાં જ્યારે બા અને બાપુનો સમય વિત્યો હતો અને બાપુની ગેરહાજરીમાં કસ્તુરબાએ બાપુ જે રીતે યાદ કર્યા તે અનુભુતીને બખુબી વર્ણવી છે જે અંતર્ગત બાપુ જ્યારે ૩૬ મહિનાના વિદેશ ગમન બાદ રાજકોટના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બાપુના ઘરે આવવાનાં સમાચાર માત્રથી કસ્તુરબાનાં રોમ રોમમાં રોમાંચ છવાઇ ગયો હતો.
કસ્તુરબા પતિની પહેલી ઝલક જોવાના વિચાર માત્રથી ધ્રુજા ઉઠ્યા હતા. તેમનાં કહેવા અનુસાર જોઇએ તો ‘હું મારી ગભરાહટને કાબુમાં નહોતી રાખી શકતી મારી પાસેએ જાણવાનો કોઇ રસ્તો ન હોતો કે તે ગોરા લોકોની વચ્ચે રહીને આવ્યા છે તો આ ત્રણ વર્ષમાં મોહનદાસ બદલાઇ તો નહી ગયા હોયને….? અને મારી પાસેથી શું અપેક્ષાઓ રાખી હશે…..! હું એ અજનબીથી પાછી કરી રીતે પરિચય વધારીશ….? આટલી લાંબી નિંદ્રાધિન રાતથી હવે તેને મળવા તરસી રહી છુ જ્યારે તે આવવાના છે તો મારી જેઠાણી પાસેથી આછા ગુલાબી રંગની સાડી લઇ ગુલાબ જળ છાંટીને તે પહેરી છે મારા રૂમના અરીસામાં છબી જોઇ કપાળે લાલ મોટો ગોળ ચાંદલો કરી વાળમાં લાંબો કંકુનો સેથો પૂર્યો.