રંગીલા રાજકોટમાં દિપાવલીના તહેવારોને લઇ મોડી રાત્રી સુધી શહેરના મુખ્ય માર્ગો, બજારોમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. શહેરની મુખ્ય બજારોમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ વિવિધ પ્રકારના ફટાકડા, મહિલાઓ માટેની જુદી-જુદી ફેશનના વસ્તો, ડ્રેમ, અલંકારો તેમજ કાપડા, બુટ-ચપ્પલથી લઇ મિઠાઇ ફરસાણમાં નવી નવી વેરાયટીઓ જોવા મળે છે. અઠિવાડિયા પહેલા બજારો રસ્તાઓ સુમસામ હતા ત્યાં દિપાવલી પર્વના છેલ્લા ચાર પાંચ દિવસથી બજારોમાં રોનક જોવા મળી. ખરીદી માટે ઉમટેલા લોકોની દુકાનોમાં ભીડ જામતા વેપારીઓ પણ ખુશ છે. થોડા દિવસો પહેલા મંદીની વાતો કરતા અમુક વેપારીઓને આખરે તેજીના અહેસાર થઇ રહ્યો છે. (તસવીર: કરન વાડોલિયા)
Trending
- બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરીની તક..!
- ચહેરા પર છે કાળા ડાઘ! તો ચિંતા ન કરો, આ રીતે મેળવો છૂટકારો
- બાળકોમાં પુસ્તકો વાંચવાની આદત માત્ર કારકિર્દી જ નહીં સ્વાસ્થ્યને પણ સુધારે
- Motorola Edge 60 ફ્યુઝન ભારતીય માર્કેટ હચમચાવા તૈયાર…
- ચોટીલા અને થાનના વિસ્ફોટક પદાર્થના ચાર ગોડાઉન સીલ
- ન હોય…અમેરિકા કરતા ભારતમાં ડ્રાઇવિંગ કરવું સલામત
- UPI નિયમોમાં ફેરફાર..!
- “વકફ” બીલ લોકસભામાં રજૂ: વિપક્ષની ધમાલ