રાષ્ટ્રીય કક્ષાએ ૪ ગોલ્ડ મેડલ મેળવ્યાં છે
જીનીયસ સુપર કિડસ મનો દિવ્યાંગ બાળકોની પ્રતિભાને નિખારીને તેને સમાજમાં સ્વનિર્ભર અને આત્મ-સન્માનથી જીવી શકે તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજકોટ ખાતે તાલીમ અને શિક્ષણ આપતી સંસ્થા છે. અહીં બાળકોને રમત ગમત પ્રત્યે પણ તેમની પ્રતિભા અનુસાર તાલીમ અપાય છે.
મંત્ર જીતેન્દ્રભાઇ હરખાણી હાલમાં તેમના માતા બિજલ હરખાણી દ્વારા સંચાલીત જીનીયસ સુપર કિડસમાં અભ્યાસ કરે છે. તેમને સ્વીમીંગ શ્ખિવવાની જવાબદારી રાજકોટ મ્યુનિ. કોર્પો. કાલાવડ રોડ સ્થિત સ્વીમીંગ પુલના મેનેજર વિપુલભાઇ ભટ્ટે ઉપાડી લીધી હત તેઓ મંત્રને છેલ્લા આઠ વર્ષથી સ્વીમીંગ શિખવી રહ્યા છે. મંત્ર એ સ્વીમીંગ ક્ષેત્રમાં ઘણી સિઘ્ધીઓ હાંસલ કરી છે.
મંત્ર હરખાણી જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવીને આણંદ ખાતે યોજાયેલ રાજય કક્ષાએ આયોજીત સ્પેશિયલ ઓલમ્પિક સ્વીમીંગ ચેમ્પીયન શીપમાં સુવર્ણપદક મેળવીને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો હતો. મંત્રએ નેશનલ કેમ્પમાં અનુકમે રાજસ્થાન, મુંબઇ, ગોવા, હરિયાણા, (ગુડગાવ) અને દિલ્હીમાં તાલીમ મેળવીને બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. ત્યારબાદ સ્પેશિયલ ઓલમ્ણિક અને રોટરી કલબ પુનાના સંયુકત ઉપક્રમે યોજાયેલ નેશનલ સ્વીમીંગ ચેમ્પીયનશીપમાં પણ બે ગોલ્ડ મેડલ મેળવીને કુલ ચાર ગોલ્ડ મેડી હાંસલ કર્યા છે. આ ઉપરાંત મંત્ર હરખાણી એ સામાન્ય બાળકો માટે આયોજીત તરણ સ્પર્ધાઓમાં સામાન્ય બાળકો સામે ૫૦ મીટર, ૧૦૦ મીટર અને ર૦૦ મીટર ની સ્પર્ધામાં અવ્વલ આવીને પોતાની અસામાન્ય પ્રતિભાનો પરિચય આપ્યો છે. મંત્ર એ વેરાવળના દરીયામાં પણ સ્વીમીગ કરીને સૌને અચબીત કરી દીધા હતા.
તાજેતરમાં મંત્ર હરખાણી અબુધાબી ખાતે યોજાનાર વર્લ્ડ સમય ગેમ્સ ૨૦૧૯ માં સ્પેશિયલ ઓલમ્પીકમાં રાજકોટનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહ્યો છે. તેમની સાથે ગુજરાતના ૧૬ સ્પર્ધકો અને પ કોચની ટીમ હાલ અબુધાબીમાં સ્વીમીંગ ચેમ્પીયનશીપમાં ભાગ લેવા પહોચી ગઇ છે.
મંત્ર હરખાણી ની સિઘ્ધી પાછળ તેમના કોચ વિપુલભાઇ ભટ્ટ તથા સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, સીઇઓ ડીમ્પલબેન મહેતા, અને જીનીયસ સુપર કિડસના સેકશન હેડ બીજલબેન હરખાણી, શૈક્ષણીક હેડ શ્રીકાંત તન્ના અને એડમીન હેડ દર્શન પરીખનો અમુલ્ય ફાળો છે.