કલા પ્રેમી જનતા માટે આનંદોત્સવ
સરકાર દ્વારા સંપૂર્ણ રિનોવેશનમાં સ્ટેજ-અદ્યતન સાઉન્ડ સિસ્ટમ- પુશબેકચેર-એકોસ્ટીક જેવી તમામ અદ્યતન સુવિધાથી સજજ ઓડિટોરીયમ
સૌરાષ્ટ્રની કાઠિયાવાડી સંસ્કૃતિનગરીમાં વિવિધ મનોરંજન કાર્યક્રમો સાથે રંગભૂમિને જીવંત રાખવાની વિવિધ પ્રવૃત્તિ પ્રોજેકટ સાથે અમદાવાદ-મુંબઈના શ્રેષ્ઠ ગુજરાતી નાટકો-મ્યુઝિકલ નાઈટ રંગીલા રાજકોટમાં સતત યોજાતા રહે છે. રાજકોટની પ્રજા જૂના ઓલ્ડ-ગોલ્ડ ગીતોની સાથે નાટકોની પણ શોખીન છે.રાજકોટનો હેમુગઢવી હોલ ગુજરાત સાથે સમગ્ર દેશમાં તેના સુંદર સંચાલન ને કારણે પ્રસિધ્ધ થયો છે.
ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકારો પણ આ સ્ટેજ ઉપર પરફોર્મ કરી ચૂકયા છે. કોરોના મહામારીને કારણે તથા તેના રિવોનેશનને કારણે છેલ્લા દોઢ વર્ષથી આ ઓડિટોરીયમ બંધ હતો. છેલ્લે 3 માર્ચ 2020ના રોજ રોહિણી હટંગડી અભિનીત નાટક ‘નોકરાણી’નો શો યોજાયો હતો. આ નાટકની સર્વો ટીમે ‘અબતક’ની મૂલાકાત પણ લીધી હતી.
18 મહિના બાદ આજે શુભારંભ થયેલ નવનિર્મિત હેમુગઢવી ઓડિટોરીયમાં આગામી 18 થી 20 ત્રણ દિવસ મ્યુઝિકલનાઈટ, 21મીએ સંજય ગોરડીયાનું કોમેડી નાટક ‘દેતાલી કોના બાપની દિવાળી’ 22મીએ પ્રવીણકાકાના પુસ્તકનું વિમોચન તથા 24 થી 26 ત્રણ દિવસ પ્રતિમા ટી અભિનીત નાટક ‘સાસુમા તુસ્સી ગ્રેટ હો’ ના ત્રણ શો યોજાયા છે.
નવ નિર્મિત અધતન આ ઓડિટોરીયમમાં સ્ટેજ નવા એ.સી. એકોસ્ટીક પુશબેક ચેર, અદ્યતન સાઉન્ડ સીસ્ટમ, કોડલેસ સીસ્ટમ, શ્રેષ્ઠ ગ્રીન, ગેસ્ટરૂમ જેવા વિવિધ ક્ષેત્રે અદ્યતન રિનોવેશન કરાયું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના માર્ગદર્શન તળે રાજકોટની સરગમ કલબ દ્વારા તેનું સુંદર સંચાલન થઈ રહ્યું છે.
નવા રીનોવેશનમાં ઓડિટોરીયમમાં 1037 જેટલી અધતન-આરામદાયક પુશબેક ચેર નિર્માણ થતા કલારસિકો આનંદથી મનોરંજન માણી શકશે.
રાજકોટની કલારસિક જનતાને આ અદ્યતન સુવિધા સંપન્ન ઓડિટોરીયમની ભેટ મળી છે. ત્યારે શહેરનાં કલારસિકો-રંગભૂમિને જીવંત રાખવા સતત અને સક્રિય પ્રવૃત્તિ પ્રોજેકટ કરી રહ્યા છે. સરગમના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઓડિટોરીયમનું શ્રેષ્ઠ સંચાલન કરી રહ્યા છે.