રાજકોટ પાસે પોતાનો પોતીકોં કહેવાય એવો ઇતિહાસ છે એમાં પણ રાજા, રજવાડાઓનો ખજાનો રાજકોટ પાસે પહેેલેથી જ રહેલો છે. રાજકોટના ખિરસરા પેલેસને આજે જોઇને કોઇ ન કહી શકે કે ત્યાં પહેલા ખંડિત થયેલ ઇમારત ઉભી હતી. ખખડતજ અને વૃદ્વ ઇમારતમાંથી આજે નવ યૌવનની જેમ આ પેલેસ ફરી ઉભો થયો છે ખીરસરા પેલેસ ૪૫૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે.
ઔરંગઝેબના સમયથી લઇ સુરસિંહજી સુધીનો ઇતિહાસ સાથે સંકળાયેલ છે આ ખીરસરા પેલેસ. ધ્રોલ શહેરના કુંવર ભીમાજીના હાથે આ કિલ્લાનું નિર્માણ થયું એમણે આ કિલ્લાનું નિર્માણ કર્યા બાદ તે ખીરસરાના કિલ્લાને પેલેસ બનાવ્યો ઠાકુર રણમલજીએ તેમણે સિંઘના સૂફી ફકીર નાલેસફેરના આશિર્વાદથી ૩૦૦ કારીગરો સાથે એક ભવ્ય પેલેસનું નિર્માણ કર્યુ. જૂનાગઢના નવાબ મહોમદ ખાન, જામનગરના મેરામણજી બધા પોતાનું સૈન્ય લઇ આ કિલ્લા પર આક્રમણ કરવા ચાલી આવ્યા હતા. પરંતુ બધાને અહીં પરાજય જ પ્રાપ્ત થયો.
ઠાકુર સુરસિંહજીએ કિલ્લાની હાલત સુધારવાના પ્રયત્નો કર્યો પણ સમયની રેતીએ બધું દફન કરી દીધું. ધીમે-ધીમે આ મહેલ પર તીરાડો પડવા લાગી અને વિખરાય ગયો. જાણે કિલ્લાને કોઇની નજર લાગી ગઇ હોય. ત્યારબાદ આ કિલ્લાને આજના આધિપતિ ગોંડલના દિલીપસિંહ રાણા એમણે દિવસ રાત જોયા વગર ૧૫ વર્ષના સતત પશ્ર્ચિમથી આ કિલ્લાનો પુર્નજન્મ કર્યો આ પહેલો પેલેસ છે જે માતાજીની બેઠક સાથે તૈયાર થયો છે.
રાજકોટનો આ ખિરસરા પેલેસનો આ રત્નયુગ છે. આજે પેલેસ આંખ ઠારે તેવું લાવણ્ય, ઇન્દ્રપ્રસ્થ પરિસદ, જીવંત લાગે તેવી કલાકૃતિ ધરાવે છે જે અકલ્પનીય છે.