દુ:ખને ગળી જવાનું,ચગળવાનું નહીં: ઈસ કાન સે ઉસ કાન ચહેરે પર મુસ્કાન: નમ્રમુનિ મ.સા.
રોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘ, સી.એમ.પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.ના સાનિધ્યે ૭૦૦થી વધારે ગૃહસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાપ અને અળસીયાનું ઉદાહરણ આપીને પ્રવચનનો પ્રારંભ કરતાં રાષ્ટ્રસંત પૂ.એ એફરમાવ્યું કે કેટલાકનો સ્વભાવ સાપની જેમ ફૂફાડા મારતો હોય, અને કેટલાકનો સ્વભાવ અળસીયાની જેમ શાંત હોય. જે શાંત હોય તેમની જિંદગી સફળ હોય, પરંતુ જે ફૂફાડા મારે તેમની જિંદગી ફેઈલ હોય. જે શાંત હોય તે છેલ્લે સુખી હોય, અને જે હૈરાન કરે તે છેલ્લે દુ:ખી હોય. જેમ મોઢામાં કડવી દવા આપવામાં આવે તો તે આપણે ગળી જતા હોય, પરંતુ મીઠી ચોકલેટ હોય તો આપણે તેને ચગળતા રહીએ.
તેવી જ રીતે કેટલાક લોકો દુ:ખને ગળી જતા હોય અને કેટલાક લોકો દુ:ખને ચગળીને વધારે દુ:ખી તાં હોય છે. ઘણા લોકો પોતાના દુ:ખનું કારણ ભગવાનને માનતા હોય છે તેમનેરાષ્ટ્રસંત પૂ.એ સમજાવ્યું કે ભગવાનને યાદ કરવા જોઈએ, ભગવાનની ફરિયાદ ન કરવી જોઈએ. જો આપણા પર કોઈ આક્ષેપ કરે અને આપણને તે ની ગમતું તો ભગવાન પણ આપણને સુખી કે દુ:ખી નથી કરતા. તો ભગવાન પર આક્ષેપ કરીએ તે યોગ્ય નથી.
વધુમાં રાષ્ટ્રસંતએ જણાવ્યું હતું કે, જેમ આપણામાં જીવ હોય તેવી રીતે પાણીના એક ટીપામાં લાખો જીવો હોય. દુનિયા અને ભારતના કેટલા બધા વિસ્તારો એવા છે જ્યાં કુવામાંકે આજુબાજુના કેટલા બધા કિલોમીટરમાં પાણીની. માટે જેટલું પાણી વાપરીએ તેટલા જીવો મરી જાય. સુખ આપે તેને સુખ મળે અને દુ:ખ આપે તેને દુ:ખ મળે. માટે જો સુખી થવું હોય તો આજી સંકલ્પ કરો કે મારે કોઈને દુ:ખી નથી કરવા.
જૈન વિઝન ગ્રુપના ઉપક્રમે રાજેશભાઈ સંઘવી તરફી દરેક સેવકોને સાડી આપવામાં આવી હતી તેમજ અમેરિકા થી આવેલ આગમના અંગ્રજી અનુવાદ કાર્યમાં સહાયક ગિરીશભાઈ શાહએ સર્વને પાંચસો રૂપિયાનો અનુદાન આપ્યું હતું. સર્વને ઉપયોગી એવી અન્નદાનની કીટ આપવામાં આવી હતી.
રાષ્ટ્રસંત પૂ.નો બોધ પામીને આજી અનેક સેવકોએ સંકલ્પ કર્યો હતો કે હવેથી અમે વાણી અને પાણી વિચારીને વાપરશું. અંતમાં, નવકાર મંત્ર શીખવાની પ્રેરણા કરી અને નવકાર મંત્રના નાદ સાથે જ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.