રોકડા, વાહન, મોબાઇલ સહિત કુલ રૂા ૪.૮૩ લાખના મુદામાલ સાથે નવ જુગારીઓ પકડાયા નામચીન શખ્સ સહિત છ નાસી જતા શોધખોળ
ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે ચાલતી ઘોડીપાસાની કલબ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લઇ રોકડ, વાહન અને મોબાઇલ મળી રૂા ૪.૮૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. જયારે દરોડા દરમિયાન તનવીર સહીત છ નાસી ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ ઉપલેટાના ખીરસરા ગામે મરઘા ઉછેર કેન્દ્ર પાસે રાજકોટના જંગલેશ્ર્વરના નામચીન શખ્સ દ્વારા ચાલતી ઘોડીપાસાની કલબ પર બાતમીના આધારે એલ.સી.બી. એ દરોડો પાડી ઘોડીપાસનો જુગાર ખેલતા ખીરસરાના ધનુરા મોતીભાઇ નોઇડા, કાલાવડના વિરેન્દ્રસિંહ કાળુભા જાડેજા, રાજકોટના રાજેશ બચુભાઇ મકવાણા, ટંકારાના રાજેશ આંબાભાઇ ગડારા, કાલાવાડના ખંઢેરાના ઇત્રપાલસિંહ ગુમાનસિંહ જાડેજા, રાજકોટના અશોક ઓરચંદભાઇ વિધાણી, જસદણના રમેશ ઇશ્ર્વરભાઇ ગોસાઇ, રાજકોટના પરેશ ગોવિંદભાઇ હીરપરા અને જસદણના સુરેશ ગીગાભાઇ ભાયાણી નામના શખ્સોને ઝડપી જુગાર પટમાંથી રૂા ૨.૮૦ લાખની રોકડ, ત્રણ વાહન અને ૧૦ મોબાઇલ મળી રૂ ૪.૮૩ લાખનો મુદામાલ એલ.સી.બી. પી.આઇ. એમ.એન. રાણા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, રવિદેભાઇ બારડ, શકિતસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા સહીતના સ્ટાફે કબ્જે કર્યો છે.
જયારે એલસીબીના દરોડા દરમિયાન નાસ ભાગ થતા રાજકોટના જંગલેશ્ર્વરનો તનવીર રફીકભાઇ શીશાંગીયા, અલીમામદ હાજીભાઇ ગોગડા, ઇમ્તિયાઝ ઉર્ફે હીતો, ધોરાજીનો રામ ઉર્ફે વિરાભાઇ રબારી, કાલાવડના પરીક્ષીતસિંહ જાડેજા અને રસુલ નામના શખ્સો નાશી જતાં તેઓની શોધખોળ હાથ ધરી છે.